વાત – આમ જુઓ તો આમ, ને તેમ જુઓ તો તેમ !

phoolchhab newspaper > navrash ni pal column  > 27-07-2016

 

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;

લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

-ભગીરથ બ્રહ્મભટ્ટ.

 

સાંજનો લગભગ છ – પોણા છ વાગ્યાનો સમય હતો. ચોમાસાની ઋતુમાં પાંચ – છ કે ૭ વાગ્યાના સમયનો અંતરાલ કળવો લગભગ મુશ્કેલ જ થઈ જતો હોય છે, એમાં પણ બે દિવસથી થોડાં થોડાં છાંટાં પડી જતાં હતા ને પછી વાતાવરણ સાવ કોરુંધાકોર. કદાચ આકાશના વાદળાં નીચે સતત દોડતાં રહેતા માનવીઓની સ્પીડ જોઇને હબકી જતા હશે ને વરસવાનું ભૂલી જતા હશે. એના આટલા ક્રોડોની જીન્દગીમાં બે પગવાળા આ પશુઓને આટલી આપાધાપીમાં દોડતા કદાચ પહેલી વખત જ નિહાળી રહ્યા હશે.

ડાર્ક મરુન કલરની સરસ મજાની કારીગરી કરેલ ઈંટો અને બે બાજુનો ભાગ સરસ મજાના ગાર્ડનથી શોભતો હતો એ  બંગલામાંથી કૂકરની સીટી પર સીટીઓ વાગતી હતી. એ ઘરમાં એક વયોવૃધ્ધ કપલ રહેતું હતું અને એ વ્યાયામ, ખાનપાન બધી રીતે બહુ જ નિયમિત. સાંજના આ સમયે ખીચડીનું કૂકર ચડી જાય અને બીજી બાજુ રીંગણા – બટેટાં જેવાં શાકનું તાંસળું ચડી ગયું હોય, બે ચાર ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો હોય. એમની વઘારેલી ખીચડીના કુકરની વ્હીસલ વાગે એટલે આજુબાજુના ચાર બંગલા સુધી એની સુગંઘ પહોંચી જ જાય. આખી સોસાયટીમાં એ માજી જેવી ખીચડી બનાવવાની કળા કોઇને હસ્તગત નહતી. ખીચડી એટલે તો રમામાસીની જ !

રમાબેન અને રશ્મિભાઈ – સરસ મજાનું કપલ હતું. આમ તો એમને જીવનથી બહુ કમ્પ્લેઇનસ નહતી. જોકે જિંદગી એ બે સાથે બહુ જ બેરહમ રીતે વર્તી હતી. એક જુવાન છોકરો અને એની વહુનું કાર અકસ્માતમાં મ્રુત્યુ થઈ ચૂકયું હતું. એમની દીકરી વિદેશ જઈને પરણી હતી અને બે છોકરાં હતાં જેના લગભગ ત્રણ વખત લગ્ન થઈ ચૂક્યાં હતાં પણ હજુ એ લાઈફમાં સેટલ નહતી થઈ શકી. દીકરાની સાત વર્ષની રુપાળી શી ઢીંગલી જેવી દીકરી કૃતિ હતી એ અકસ્માતમાં પોતાના બે પગ ગુમાવી ચૂકેલી. અધૂરામાં પૂરું છેલ્લાં બે વર્ષથી રશ્મિભાઈના વ્યાજે મૂકાયેલ લગભગ વીસ કરોડ રુપિયા ડૂબી ગયાના અણસાર હતાં જે મોટાભાગે ગયા ખાતે જ વળાવી દેવાના હતાં. પાર્ટીએ પોતાની જાતને નાદાર જ જાહેર કરી દીધેલી. આ ઉંમરે એ બેયની અને કૃતિની દવાઓનો ખર્ચો જ કાઢવો અઘરો થઈ પડતો હતો. વળી વૈભવી સ્ટાઈલમાં જીવવા ટેવાયેલ લોકોને સાવ જ આવી ચડેલી ગરીબી સહન કરવી મુશ્કેલીરુપ તો થઈ જ પડે.

રસોડામાં કામ કરતાં કરતાં રમાબેનની આંખમાં અચાનક આંસુ આવી ગયા અને આંખમાંથી નીચે ટપકે એ પહેલાં તો એમની બાજુમાં ઉભેલા રશ્મિભાઈએ એમની હથેળીમાં ઝીલી લીધા.

‘અરે ગાંડી, આમ હતાશ કેમ થઈ ગઈ ? આખી જીન્દગી આવી અનેકો તકલીફોનો કેવો બહાદુરીથી સામનો કર્યો છે મારી રાની લક્ષ્મીબાઈએ..અને હવે જીવનના આખરી પડાવે આમ નબળી કાં બને ?’

‘એ સમય જુવાનીનો હતો ક્રુતિના દાદા, હવે આ હાડ્કાં બુઢ્ઢાં થઈ ગયા છે. થોડું કામ કરતાં શ્વાસ ચડી જાય છે, શરીર જોઇએ એટલું કામ ન કરતાં મગજ આડા અવળાં વિચારોએ ચડી જાય છે. આપણે નહીં હોઇએ તો મારી આ રુપકડી પરીનું શું થશે ? હશે…આપણાં ગયા ભવના પાપ બાકી હશે એ પૂરાં કરવાના છે. બાકી શું ?’

બોલતાં બોલતાં ખીચડીનો દાણો બરાબર ચડ્યો છે કે નહીં એ જોવાની ટેવવશ રમાબેને કૂકર ખોલ્યું.

‘રમા, આ આજે કેમ આટલી ખીચડી કરી છે ?’

‘આટલી એટલે…અરે અડધું અડધ કુકર તો ભરેલું છે જુઓ તો જરા.’

‘ઓહોહો…મને તો અડધું કુકર ખાલી દેખાયું એટલે એમ કે ઓછી રંધાઈ છે.’

‘એ તો તમને વાંકુ જોવાની ટેવ જ પડી ગઈ છે આજકાલ..નવરાં બેઠાં બેઠાં મગજ કટાઈ ગયું છે તમારું ય.’

‘ના રમા, મગજ મારું નહી તારું કટાઈ ગયું છે. જેમ તને અડધું કુકર ભરેલું દેખાયું એમ આપણી જીન્દગી અડધીથી ય ઉપર સુંદર રીતે વીતી ગઈ એ કેમ નથી દેખાતું?  વળી ગયા ભવના પાપ ભોગવવાના છે એના કરતાં એમ વિચારને કે આ ઉંમરે આપણે બે દવાઓના સહારે તો દવાઓના સહારે પણ આપણા પોતાના હાથે પગે ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ, કામ કરી શકીએ છીએ, આપણું પોતાનું રહેવાનું ઘર છે, સરસ મજાની પૌત્રી છે અને એ પૌત્રીની સારવાર પણ કેટલી સરસ ચાલી રહી છે, લગભગ બે ત્રણ મહિનામાં તો એ પણ પોતાના પગ પર ચાલી શકશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એમ એના ડોકટર્સ કહે છે. મને ભરેલું કુકર જોવાનું કહે છે તો તું જીવનને એ જ દ્રષ્ટ્રીથી જોને ડીઅર. આ ઉંમરે પણ આપણી વચ્ચે પ્રેમનો અફાટ દરિયો વહે છે, બે ટાઈમનું શાંતિથી ખાવા મળે છે એનાથી વધુ શું જોઇએ જીવનમાં…બાકીનું બધું તો વધારાનો બેનીફીટ જ સમજ ગાંડી !’

‘હા ક્રુતિના દાદા, તમે વાત તો સાચી કહી.’અને ચશ્મા કાઢીને વહી નીકળતાં ગેરસમજણના આંસુઓને ભૂંસીને રોજની જેમ રમાબેનના મુખડાં પર સ્મિત ભરાઈ ગયું.

અનબીટેબલઃ જીવનમાં દુઃખી થવાના કારણો સામેથી દોટ મૂકીને આવે છે જ્યારે સુખી થવાના કારણો ખૂણે ખાંચરે છુપાઈ-લપાઈને બેઠાં હોય છે એમને શોધવા પડે છે.

સ્નેહા પટેલ

12 comments on “વાત – આમ જુઓ તો આમ, ને તેમ જુઓ તો તેમ !

 1. ખુબ જ સરસ વાત કહી. મે તમને ગયા વર્શૅ ( જોડણી ખોટી છે ) બુક ફેર મા ( ધૈવત ભાઇ સાથે ) સાંભળ્યા હતા. આ વાત એ જ તમરી નેરેટિન્ગ ની સ્ટાઇલ ઇમેજીન કરીને વાચી, ્ખરેખર આખમા પાણી આવી ગયા.

  Liked by 1 person

 2. જોડણી ખોટી હોય પણ તમે જે વાત કહી એ મારા દિલ ને સ્પર્શી ગઈ. હું બહુ જ ઓછી સ્ટેજ પર જઉં છું એમાં ય તમારા જેવા મિત્ર આવું યાદ કરીને વાંચે એટલે મજા મજા આવી જાય. આભાર

  Liked by 1 person

 3. શું વાત છે! વાત નાની પણ દીલને ને ટચ કરી ગઈ.. સ્નેહા બેન, તમે સમાજના પડછાયાને ચીતરવાનો સફળ પ્રયાસ કર્યો છે.. સમયની અછતના કારણે તમારા બધા લેખો નજર થી લપસી જાય છે છતાં અમુક શબ્દો ઉડીને આંખે આવે છે.. એમનો આ એક છે. રમાબેન અને રશ્મિભાઈ એ આપણા સમાજના આપણના, આપણી દુનિયાના કે ઘરના જ પાત્રો છે. જીવનની આપધાપીમાં સંડોવાયેલા સુખોને પામવાનાનો માણસ અથાગ અને મરણ્યો પ્રયાસ કરે રાખે છે. દુખના જાળાઓમાં ફસાયેલા સુખોને માણસ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને લાંબા ગળાના સુખોની સામે નજીકની નાની નાની ખુશીઓને ભૂલીન જતો હોય છે. તમારી વાર્તાનો સંદેશ ખરેખર સ્પર્શે એવો છે; છતાં જીવનમાં લાગુ પડવો અઘરો છે. પણ ખુબ મજા મળી . લાંબા સમય પછી કૈક કાવ્યાત્મક છતાં સચોટ વાંચવા મળ્યું.. આંખોને ટાઢક મળી.. વરસતા રે’જો…… http://withimrankhan.blogspot.in/2016/07/blog-post_27.html

  Liked by 1 person

 4. આજુ બાજુ જોવું છું,ળમજુ છું ને કલમની શાહી થી શબ્દો શણગારું છું ,કેટલી સાચી કેટલી ખોટી એ તો આપ જેવા મિત્રો જ રીપ્લાય માં કહી જાય 🙂 આભાર

  Liked by 1 person

 5. મારી ગરીબડી નજર પ્રમાણે સાહિત્યમાં સાચું ખોટું નહિ પણ સાશ્વતપણું જોવાનું હોય છે.. (મીન્સ સમથીંગ ઈટરનલ) જે તમારા સાહિત્યમાં ચોક્કસ છે… જોવે છે બધા, સમજે છે પણ બધા પણ શણગારવાની કળા બધા પાસે નથી… વ્યક્ત કરે તે વ્યક્તિ… આખરે માણસને માટે જ તો સાહિત્યની શરણે આવું પડે છે… સરસ શણગારો છો.. યાત્રા અવિરત ચાલુ રાખજો.. (જોડણીની ભૂલો માટે દર ગુજર કરશો)….

  Liked by 2 people

 6. Pingback: આમ જુઓ તો આમ, ને તેમ જુઓ તો તેમ ! | Sushant's Blog

 7. ખુબ જ સરસ લેખ અને અદ્‍ભુત રજુઆત…વિષય સામાન્ય છે, પણ સામાન્ય વિષયને તમે તમારી કલમ અને વિચારથી ખાસ બનાવી દો છો, જે તમારી ખૂબી છે…તે ખૂબીને સલામ…એકદમ સરળ છતા સંવેદના સભર અને હૃદયસ્પર્શી લેખ…તમે લેખમાં શબ્દોનાં તાણાવાણા ખુબ જ સરસ ગુંથેલા છે…તમે લેખમાં ખુબ સરસ વાત કહી કે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ જ માણસને જીવન જીવવાનું નવું જોમ આપે છે…”સુખ ઔર દુઃખ” are “Part of Life”, ઔર દુઃખ કે સદમે સે બહાર નિકલ કે ફિર સે જીના ઔર જીતના is “Art of Life…” જીવનમાં સુખ ભોગવવું બધાને જ ગમે છે, આ સનાતન સત્ય છે…પણ દુઃખ એ વણ જોયતું આવી પડે છે, ત્યારે જ જીવનની ખરી કસોટી થાય છે…લોકો દુઃખ નાં સમયને બે રીતે સહન કરી શકે, એક કે દુઃખના દિવસો જરૂરથી ચાલ્યા જશે અને સારા દિવસો ફરીથી પાછા આવશે, This is positive thinking તથા બીજુ કે દુઃખના રોદણાં રોયે રાખવાં અને હતાશા-નિરાસા વાદી જીવન જીવવું, This is negative thinking…આનાથી ફેર એ પડે કે હકારાત્મક વિચારથી જીવનમાં નવી આશા, ઉર્જા અને આનંદ પ્રાપ્ત થાય છે તથા જીવન જીવવા જેવું અને માણવા જેવું લાગે છે અને નકારાત્મક વિચારથી જીવનમાં વ્યક્તિ ભાંગી પડે છે અને ફરીથી ઉભું થવું લગભગ મુશ્કેલ બની જાય…જીવન સારી રીતે અને સુખમય જીવવું હોય તો ભૂતકાળ ભુલી જવામાં અને ભવિષ્યની ચિંતા ન કરવામાં જ માણસની ભલાઈ છે, વર્તમાનમાં જીવો અને ભરપુર આનંદ માણો…આજ સુખી જીવનનો મંત્ર છે…હા,આપણે વિચારીએ એટલું પણ જીવન સરળ નથી અને અઘરૂ પણ નથી, બસ જીવન જીવતા અને તેની મજા માણતા આવડવું જોઈએ, This is “Art of living” …આવો સરસ લેખ લખવા બદલ આપને અભિનંદન સહ આભાર…
  બસ એજ આપનો મિત્ર – અમિત બી. ગોરજીયા

  Liked by 1 person

 8. I’ve been surfing online more than three hours today, yet I never found any interesting article like yours.
  It’s pretty worth enough for me. Personally,
  if all webmasters and bloggers made good contejt as you did, the net will
  be much more useful than ever before.|
  I could not refrain from commenting. Very well written!|
  I’ll right away seize your rss as I can’t in finding your email subscription hyperlink or e-newsletter service.

  Do you’ve any? Please allow me know in order that I may just
  subscribe. Thanks.|
  It’s the best time to make some plans for the future and it’s time to be
  happy. I’ve read thiis post and if I could I desire to suggest you feew interesting
  things or tips. Perhaps you can write next articles referring to this article.
  I dewire to read even more things about it!|
  It is the best tije to make somne plans for the long run and it is time to be happy.

  I have learn this post and if I mmay just I wish to counsel you some
  attention-grabbing issues or suggestions. Perhaps you could write next
  articles regarding this article. I wish too learn even more things about it!|
  I’ve been browsing online greateer than 3 hours lately, but
  I never found any fascinating article like yours. It’s beautiful
  worth enough for me. In my view, if all site owners and bloggers made juset right content aas you did, the internet shall be a
  lot more useful than evsr before.|
  Ahaa, its good conversation about this article here att this blog, I have read all that, sso now me also
  commenting here.|
  I am sure this post has touched all the internet viewers, itts really really pleasant article on building up new web site.|
  Wow, this piece of writing iis good, my younger
  sister is analyzing suych things, thus I am going to convey her.|
  bookmarked!!,I like your blog!|
  Way cool! Somee very valid points! Iappreciate you penning this post plus the rest of the site is very
  good.|
  Hi, I do think this iss a great website. I stumbledupon it 😉 I
  am going to come back once again since I bookmarked it. Money and
  freedom is the best way to change, may you be rich and continye to
  guide others.|
  Woah! I’m really digging the template/theme of
  this site. It’s simple, yet effective. A lot of tijmes it’s tough to get that
  “perfect balance” between usability aand visual appeal.
  I must say you’ve done a amazing job with this. Additionally, the blog lpads
  very quick for mee on Firefox. Outstanding Blog!|
  These are genuinely enormous iddeas iin about blogging.
  You have touched some nicfe points here. Any way keep uup wrinting.|
  Evesryone loves what you guys tend to be up too. This kind of clever work and exposure!
  Keep up thee awesome wokrks guys I’ve included you guys to my personal
  blogroll.|
  Hi there! Someone in my Myspace group shared this site with us
  so I came to take a look. I’m deinitely enjooying the information. I’m
  bookmarking and will be tweeting this to my followers! Great blog and outstanding style and design.|
  I love what you guys are usually up too. This sort of clever work and reporting!
  Keep up the great works guys I’ve included you guys to our blogroll.|
  Hi would you mind stating which blog platfcorm you’re using?
  I’m looking to start my own blog in the near future but I’m having a difficult time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your layout seems
  different then most blogs andd I’m looking for something unique.
  P.S Apologies for being off-topic but I had to ask!|
  Howdy would you mind letting mme know which web host you’re utilizing?
  I’ve loaded your blog in 3 different web browsers and I must say
  this blog loads a lot quicker then most. Can you recommend a good internet hosting provider at a
  reasonable price? Cheers, I appreiate it!|
  I love it when people gett together and shsre opinions. Great website, stick with it!|
  Thank you for the good writeup. It in fact was a amusement account it.

  Look advaned to ffar added agreeable from you!
  By the way, how can wee communicate?|
  Hey there just wanted to give yyou a quick heads up. The text in your content
  seem to be running off the screen in Chrome. I’m not sure if thijs is a formatting
  issue or something to do wikth internet browser compatibility but I thought I’d post to
  let you know. Thee dessign look great though! Hope you get the ssue resolved soon. Cheers|
  This is a topic that is close tto my heart… Cheers! Exactly were are our contact details though?|
  It’s very straightforward to find out any topic oon nnet as compared to textbooks, aas I foud this paragraph at
  tgis web site.|
  Does your websitte have a contact page? I’m having trouble locating it but, I’d like to shoot yoou an email.
  I’ve got some recommendations for your blog you might bee interested iin hearing.
  Either way,great site and I lkok forward to seeing it grow over time.|
  Hi! I’ve been reading your weblog for a long time now and finally got the bravery to
  go ahead and give youu a shout oout from Lubbock Texas!
  Juust wanted to tell you keep up the good job!|
  Greetings from Colorado! I’m bored to tears at work so I decidrd to
  check out your website on my iphone durting lunch break. I lovee the knowledge you provide here and
  can’t wait to take a lopok when I get home.

  I’m amazed at how quick your blog loaded on my phone ..
  I’m not even using WIFI, just 3G .. Anyways, awesome site!|
  Its like you read my mind! You appear tto grasp a lot approximately this, like you wrote the e book in it or something.
  I feel that you simjply couod do with a few p.c. to power the message house a
  little bit, but other than that, that is fantastic blog.
  A fantastic read. I will certainly be back.|
  I visited several web sites but the ahdio feature for audio songs existing at this
  website iis in fact superb.|
  Hi, i rewd your blog from time to time and i own a similar one and i was just curous if you gget a lot oof spam
  responses? If so how do you reduce it, anny plugin or anything you can advise?

  I get soo much lately it’s driving me insane so any assistance is very much appreciated.|
  Greetings! Veery helpful advice within this article! It’s the little changes that will mame the most important changes.
  Thanks for sharing!|
  I really lofe your website.. Excellent colors & theme.
  Did yyou create this web site yourself?Please reply back as I’m looking to creaste my very own site and would love tto find
  out where you got this from orr exactly what the theme is called.
  Appreciate it!|
  Hello there! This post couldn’t be written much better!
  Going through this article reminds me of myy previous
  roommate! He constantly kept preaching about this.
  I most certainly will send this post to him. Fairly certain he’s goung to have a good read.
  Thank you forr sharing!|
  Amazing! This blokg looks just like mmy old one!
  It’s onn a entirely different subject but it has pregty much the same page
  layout and design. Great choice oof colors!|
  There is certainly a geat deal to find ouut about this topic.
  I like all of thhe points you made.|
  You made some good points there. I looked
  on the net too find out more aabout the issue and found most people will go along with
  your views on this website.|
  What’s up, I check your neww stuff regularly. Your story-telling style is awesome, keep doing what you’re doing!|
  I simply coould not leave your website prior to suggesting that I extremely
  loved the usual info an individual supply for your guests? Is gonna
  be back ceaselessly to investigate cross-check new posts|
  I wanted too thank you for this excellent read!! I absooutely enhjoyed
  every bit of it. I’ve got you bookmarked to check
  out new things you post…|
  Hi there, just wantd to say, I liked this blog post. It was helpful.
  Keepp on posting!|
  Hi there, I enjoy reading through your post.
  I like to write a litttle comment to support you.|
  I contantly spent my half an hour to read this weblog’s articlews or reviews every day along with a mmug of coffee.|
  I constantly emailed this weblog post page to all
  my friends, since if like to read it then my contacts will too.|
  My cofer is trying to persuade me to move too .net from PHP.
  I have always disliked the idea because off the expenses.

  But he’s tryiong none the less. I’ve been using Movable-type on numerous websites for about a year and am anxious about
  switching to another platform.I have heard good things about blogengine.net.
  Is there a way I can transfer all myy wordprsss posts into it?
  Any help would be greatly appreciated!|
  Howdy! I could have sworn I’ve visited this website
  before but after browsing through many off the articles I realized
  it’s new too me. Anyways, I’m certainly happy I came acros it and I’ll be
  bookmarking it and checking back frequently!|
  Great article! This iss thhe type off information that should be shared across the web.

  Shame on Google for no longer positioning this publish upper!

  Come on over and doscuss with my website . Thanks =)|
  Heya i am for the first time here. I found this board and
  I find It reazlly useful & it helped me out a lot.
  I hope to give something back and aid others like you aideed me.|
  Greetings, I think our blog could be having browser compatibility problems.

  Whenever I take a look at your website in Safari,
  it looks fine but when opening iin Internet Explorer, it
  hass some overlapping issues. I simply wanted to give you
  a quick heads up! Aside from that, fantastic website!|
  A person necessarily lend a han to make seriously articles
  I might state. This is the first tiume I frequented your web page and up to now?

  I surprised with the research you made to make this actual post extraordinary.

  Excellent job!|
  Heya i am for the primary time here. I found this blard
  and I in finding It really helpful & it helped me out a lot.

  I hope to provide one thing back and aid others like you aided
  me.|
  Howdy! I just want to ofer you a hugge thumbs up
  for your excellent information you have right here on this post.
  I am returning to your website for more soon.|
  I always used to read post in news papers but now as I am a usser
  of net therefore from now I am using net for posts,
  thanks to web.|
  Your mode of describing the whole thing in this paragraph is really good, every one be capable of simply know it, Thanks a
  lot.|
  Hi there, I found your site via Google at the same time as looking for a comparable topic, your website got here up, it appears to be like good.

  I have bookmarked it in mmy goopgle bookmarks.
  Hello there, just was aware of your blog through Google,
  and located that it’s truly informative. I’m going
  to watch out for brussels. I’ll be grateful in case you procee this
  inn future. A lot of people might be benefited from your writing.
  Cheers!|
  I’m curious tto find out what blog platform you’re working with?
  I’m experiencing some small security problems with myy latest site and I’d like
  to fimd something more safeguarded. Do you have any recommendations?|
  I am really impressed with your wriring skills as well as with the layout on your weblog.
  Is this a paid theme orr did you customize it yourself?

  Anyway keep up the excellent quality writing, it iis rre
  to see a great blog like this onne nowadays.|
  I am really impressed with your writing abilities and also
  with the layout for your blog.Is this a pawid subject or did
  you customize it yourself? Anyway stay up the nice high quality writing, it’s
  rare to see a nice weblog like this one these days..|
  Hello, Neat post. There is a problem together with your web site in web explorer, would check this?
  IE still iss the market leader and a big component oof other people will leave out
  your wonderfl writing because of this problem.|
  I’m not sure where you’re getting your information, buut gopod
  topic. I needs too spend some time learning much more orr understanding more.
  Thanks for magnnificent info I was looking for thus information for my mission.|
  Hello, i think that i saw you visited my blog thus i came to
  “return the favor”.I am attempting to find things to enhance my website!I suppose its ok to uuse some
  of your ide\

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s