short tempered

Short tempered:

हमने भी सोकर देखा है नये-पुराने शहरों में
जैसा भी है अपने घर का बिस्तर अच्छा लगता है ।
– निदा फ़ाज़ली

કૈરવ નાનપણથી જ બહુ ગુસ્સાવાળો છોકરો હતો. પારણામાં હતો ત્યારથી દૂધની બોટલ આપતાં સહેજ પણ વાર થાય તો બોટલનો ઘા સીધો પારણામાંથી બારણામાં જ જાય. વાળ ઓળતાં એકાદ વાળ પણ ખેંચાય તો પણ પીત્તો જાય ને ભેંકાટવાનું ચાલુ થઈ જાય. સહેજ પણ સહન કરી લેવું એ સ્વભાવમાં નહીં. આખી દુનિયાનો પોતે રાજા – દુનિયા નામની પ્રજા એની મરજી અને સહૂલિયત મુજબ જ ચાલવાનું, વર્તવાનું. પોતાની સહૂલિયત – કમફર્ટ ઝોન એ કૈરવના શોખમાંથી સ્વભાવ બનતો જતો હતો.

નાનપણ તો મા બાપ, બા દાદાના વ્હાલમાં આરામથી વીતી ગયું. હવે એ પારણાની દુનિયામાંથી દુનિયાના ઉંબરે- બારણે આવીને ઉભો હતો. ઘરના વ્હાલભર્યા ને સુરક્ષિત માહોલમાંથી બહાર નીકળ્યે જ છૂટકો હતો. પરિવારજનોએ તો એના ગુસ્સાને સહન કરીને એને છાવરવાનું કામ કરેલું -આ બધું ઘર પૂરતું તો બરાબર હતું પણ ઘરની બહારના લોકોમાં કૈરવનો આ સ્વભાવ સ્વીકાર્ય નહતો થતો. એને વાતવાતમાં દરેક જણ સાથે વાંધાવચકા પડવા લાગ્યાં ને પરિણામે સોસાયટી-સ્કુલ-સમાજ બધે જ એ શોર્ટ ટેમ્પર્ડ-અણસમજુ માણસ તરીકે પંકાવા લાગ્યો.

શરુઆતમં તો લોકોનો વિરોધનો સૂર ધીમો હતો પણ ધીમે ધીમે એ વાવંટોળ બનવા લાગ્યો. લોકો વાતે વાતે કૈરવને ધૂત્કારવા – ટોકવાં લાગ્યા. કોઇ પણ વાતમાં એની કોઇ રાય પૂછાતી નહીં કે એ બોલે તો કોઇ એની વાત માનીને એનો વિશ્વાસ પણ કરતાં નહીં. એના નામનાઅ જોકસ બનાવી બનાવીને ગ્રુપમાં મેસેજીસ બનીને ફરવા લાગ્યાં. આ બધું હવે હદ બહાર થતું જતું હતું. ઘરવાળા સામે ટણીવાળો – મજબૂત બની રહેતો કૈરવ એકાંતમાં ઘણી વખત રડી પડવા લાગ્યો. ગુસ્સાને બાદ કરતાં કૈરવમાં ઘણાં બધા સારા પાસા હતાં. એ એક લાગણીશીલ અને પ્રામાણિક સ્વભાવનો છોકરો હતો. ભણવામાં પણ બહુ જ હોંશિયાર હતો. પણ આ બધા ગુણ પર એનો શોર્ટટેમ્પર્ડનું લેબલ પાણી ફેરવી દેતું. કૈરવને હવે પોતાની આ ખામીના લીધે ભોગવવું પડતું નુકસાન સમજાવા લાગ્યું હતું. ધીમે ધીમે યોગા, પ્રાણાયામ, પોઝીટીવ થીન્કીંગની બુકસ, વીડીઓઝ જોઇ જોઇને પોતાનો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સંગતિ માટે દોસ્તો પણ શાંત સ્વભાવના શોધી લીધા જે બહુ જ અસરકારક ઉપાય નીવડ્યો. વાતવાતમાં ગુસ્સે થઈ જનારો કૈરવ ધીમે ધીમે અંદરથી શાંત થતો જતો હતો, દિવસમાં વીસ વાર ગુસ્સે થઈ ને મગજ પર કંટ્રોલ ખોઇ બેસનારો કૈરવ વીસ વીસ દિવસ સુધી એક પણ વાર ગુસ્સે નહતો થતો, વળી કોઇક વાર ગુસ્સે થઈ પણ જાય તો તરત જ શાંત  પણ થઈ જતો ને પોતાના શબ્દો – વર્તન પર જબરદસ્ત કંટ્રોલ કરી લેતો હતો.

આ સમયગાળા દરમ્યાન એના જીવનમાં એક ફૂલ જેવી છોકરી ‘પાયલે’ પ્રવેશ કર્યો અને એનું જીવન જ્વાળામુખીમાંથી બરફના ફૂલ જેવું બની ગયું. કાયમ એના મુખ પર એક મીઠું મધુરું સ્મિત ફરકતું રહેતું જે એને ઓર સુંદર બનાવતું હતું.

સ્માર્ટ કૈરવ હવે પોતાના ફોકસ પર વધુ સારી રીતે કોન્સનટ્રેટ કરી શકતો હતો અને પરિણામે એને સારી જોબ મળી ગઈ અને એ પોતાની કારકિર્દીમાં આગળ ને આગળ વધતો ચાલ્યો. માન પાન, નામ પૈસા કમાવા લાગ્યો. આ બધુ હોવા છતાં ક્યારેક કૈરવ ઘણો ઉદાસ થઈ જતો. કોઇક વાત એને અંદરથી ખૂબ જ કોરી ખાતી હતી. એક સલૂણી સાંજે પાયલે કૈરવનો હાથ એના હાથમાં લઈને એની અકળામણનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો,

‘કૈરવ, તું મને કેટલો પ્રેમ કરે છે ?’

‘કેમ આમ પૂછે છે પાયલ ? તું તો જાણે છે કે હું તને બેહદ ચાહું છું.’

‘તો તને મારા સમ છે, તારી આ અકળામણ – ઉદાસીનું કારણ મને કહે. આપણે સાથે મળીને કોઇ રસ્તો કાઢીશું. પ્લીઝ.’

પાયલ – લાઈફમાં બધું છે પણ સાલું કશું નથી એવું જ લાગે છે..’

‘ગોળ ગોળ નહીં ખૂલીને વાત કર.’

‘પાયલ તું મારા જીવનમાં આવી એ  પહેલાં મારો સ્વભાવ બહુ જ ગુસ્સેલ હતો. ગુસ્સાએ મારી સમજશક્તિને તાળા મારી દીધેલાં. લોકો મારી પર – મારા શબ્દો પર ક્યારેય વિશ્વાસ ના કરતાં ને મજાકમાં જ ઉડાવી દેતાં. જોકે આ વર્તન યોગ્ય જ હતું , માન્યું. પણ આજે જ્યારે હું સુધરી ગયો છું. મારા પગ પર ઉભો છું, મારી કાબેલિયત પ્રૂવ કરી દીધી છે ત્યારે મારા ઘરનાં – નજીકનાં લોકો જ મને માનતાં કે કશું ગણતાં નથી. એમના માટે તો હું હજુ પહેલાનો કૈરવ જ છું. મારી ગુસ્સેલ, અણસમજુની ઇમેજ બદલાતી જ નથી શું કરું ? કોઇ પણ મહત્વની વાત હોય ત્યારે મારી પર કોઇ વિશ્વાસ કરતાં જ નથી. હું બદલાઈ ગયો છું એવું વારંવાર બોલે છે પણ એ બદલાવ દિલથી સ્વીકારતાં જ નથી. પાયલ – આખી દુનિયાના માનપાન મળે છે પણ મારા ઘરમાં જ આવું…ઘરની મુર્ગી દાલ બરાબર જ છે. આ દુઃખ મારાથી સહન નથી થતું..શું કરું ?’

‘કૈરવ, હું તારી વાત સમજી શકું છું. માણસની જન્મજાત ઇમેજ બદલવી એ ખૂબ જ અઘરું કામ છે પણ અશક્ય તો નથી જ.ઘરનાંને તારી આ વાત સ્વીકાર્તાં થૉડો સમય લાગશે પણ ત્યાં સુધી તારે મગજ શાંત રાખીને ખરાબમાં ખરાબ સ્થિતીમાંથી યોગ્ય રસ્તાઓ શોધી શોધીને તારી જાતને પ્રૂવ કરવાની રહેશે, માન કમાવાનું ચાલુ રાખવું પડશે. એકચ્યુઅલી આપણા ઘરના આગળ આપણે જ હોઇએ એ આપણું કેરેકટર કહેવાય કારણ એ લોકો આપણી બધી જ ખામી ને ખૂબી જાણતાં હોય છે. જ્યારે દુનિયા આગળ જે હોઇએ એ આપણી પર્સનાલીટી. ત્યાં આપણે જે વસ્તુ જેમ બતાવવી હોય એમ જ બતાવી શકીએ છીએ. ઘરના આપણને અણુ અણુથી જાણતાં હોય છે. પણ એક વાત છે..ઘરનાં ભલે તારી વાત ના માને પણ સાચો પ્રેમ તો તને એ લોકો જ કરશે, બહારની દુનિયા ભલે ગમે એટલું માન મરતબો કે પૈસા આપી દેશે પણ ત્યાં એક જાતનું પ્રોફેશનલિઝમ ચોકક્સ વર્તાશે જ.જુવાનીમાં ડગ માંડતા દરેક સંતાનની સાથે આવું થાય જ છે. વડીલો એમને બાળકમાંથી યુવાન ને મેચ્યોર માનતા થૉડો સમય તો લે છે જ. એટલે તું આવી ખોટી ચિંતાઓ ના કર અને મસ્તરામ બનીને તારી કારકિર્દી પર પૂરેપૂરું ધ્યાન આપ. ફેમિલી તારી દુશ્મન નથી ચોકકસ તારા કામની, વર્તનની નોંધ લેશે અને તને માન આપશે જ – મારી આ વાત ગાંઠે બાંધી લે.’

પાયલ સાથેના નાનકડાં સંવાદે કૈરવના દિલ – દિમાગના ઘણાં બધાં દરવાજા ખોલી કાઢ્યાં હતાં અને એ અંદરથી રાહત અનુભવવા લાગ્યો હતો.

અનબીટેબલઃ  જે સામે છે  એ ‘છે’ અને નથી એ ‘નથી જ’ !

સ્નેહા પટેલ

 

Advertisements

5 comments on “short tempered

  1. એક હજારમી પોસ્ટમાં પહેલી કોમેન્ટ મારી…સ્નેહાબેન “અક્ષિતારક” બ્લોગ પર “એક હજાર” પોસ્ટ લખવા માટે આપને ખુબ ખુબ અભિનંદન અને આવી બીજી “હજારો” સારી-સારી પોસ્ટ લખતા રહો અને અમે વાંચતા રહીએ, બસ એ જ એક મિત્રની હૃદયથી શુભેચ્છાઓ…
    ખુબ જ સરસ, સરળ, સમજવા જેવો અને સામાજીક સંદેશો આપતો લેખ…કોઈપણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન એટલે કે “પરફેક્ટ” નથી હોતો, દરેકમાં કોઈને કોઈ ખામી તો હોવાની જ…પહેલાના ગઢીયા એવું કહેતા કે પ્રાણ અને પ્રકૃતિ (સ્વભાવ) સાથે જાય…પણ મારું એવું માનવું છે કે જો વ્યક્તિ પોતે ધારે તો પોતાની ખામી દુર કરી શકે છે, સ્વભાવમાં બદલાવ લાવી શકે છે, હા આના માટે થોડો સમય જરૂર લાગે છે અને ધીરજ પણ માગી લે છે, આ કામ અઘરું જરૂર છે પણ અશક્ય તો નથી જ…દરેક વ્યક્તિ પોતાના “મન નો રાજા” જ હોય છે અને એમ સમજવું એ કંઈ ખોટું પણ નથી, હા પણ બીજા લોકોને “પ્રજા” ન સમજાય એ પણ સમજણ હોવી એટલી જ જરૂરી છે, નહિતર ખોવાઈ જવાય…આ પણ એટલું જ સાચું છે કે સાચો પ્રેમ અને સાચી લાગણી તો પરીવારની જ, બાકી બધી દુનિયાદારી, દેખાડો કે વ્યવહાર (હા, દુનિયામાં ઘણાં એવા વ્યક્તિઓ પણ છે કે જે બીજા લોકો માટે નિસ્વાર્થ ભાવે કંઈક કામ, મદદ કે સેવા કરે છે, પણ દુનિયા આને સ્વાર્થ સમજે છે, સમજવા દો જેવી જેની સમજ, પણ સારા લોકો પોતાની સારપ નથી છોડતા…) congratulations to write a wonderful article & thanks for sharing…keep it up

    Liked by 1 person

  2. Snahalben real nice thanks say hello to harishbhai. I thank every thing
    well and good from your side.tell harishbhai happy father day also. You are
    such good persons
    . Narendrabhai

    On Tuesday, June 21, 2016, sneha patel – akshitarak wrote:

    > sneha patel – akshitarak posted: “Short tempered: हमने भी सोकर देखा है
    > नये-पुराने शहरों में जैसा भी है अपने घर का बिस्तर अच्छा लगता है । – निदा
    > फ़ाज़ली કૈરવ નાનપણથી જ બહુ ગુસ્સાવાળો છોકરો હતો. પારણામાં હતો ત્યારથી દૂધની
    > બોટલ આપતાં સહેજ પણ વાર થાય તો બોટલનો ઘા સીધો પારણામાંથી બારણામાં જ ”
    >

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s