કંઈક એટલે કે…

અંદર
કોઇક નાજુક ખૂણામાં
કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે.
વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં.
આ કંઇક શું હશે ?
દુનિયા બહુ ઉદાર છે.
અમુક લોકો મતલબથી ઉદાર છે
અમુક દિલથી !
હોય હવે..જેવી જેની જરુરિયાત.
એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા
પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને!
સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું.
ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ –
ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે.
કિચૂડાટ –
કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી,
કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે,
ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો !
થોડી વિચારમાં પડી ગઈ…
આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ?
કેટલાં વખતથી હું આમ જ
મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં
ગૂંચળું બનીને પડી રહી છું ?
ચમક તો મારામાં છે જ…
એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે.
એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે
કાચ જેવી આભાસી પણ નથી
એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે.
જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે.
હું બધું જ જાણું છું..સમજુ છું..
કદાચ હવે એ જાણવા, સમજવાથી વાત આગળ વધારીને
બીજા લોકો એ જાણે,માને ત્યાં, સ્વીકારે ત્યાં સુધી મારે જવાનું છે.
જોકે, એ માટે તો સૌપ્રથમ મારે મારી જાતને માનવાની છે.
આ કામ મારે જ કરવું પડશે
કોઇ ઓપ્શન જ નથી.
બીજાઓ બહુ બહુ તો બહારથી ટેકો આપી શકશે
અંદરથી તો મારે જ વિકસવાનું – મજબૂત થવાનું છે.
રસ્તો અજાણ્યો છે, પણ પાંખોમાં ભરપૂર સમજણ ભરી છે,
વળી મંઝિલની પણ જાણ છે,
નીકળવાની શરુઆત તો કરવા દે,
જ્યાં છું એ સ્થાનથી આગળ
ક્યાંક તો પહોંચીશ જ ને..
મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે
એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.
ચાલ જીવ…હામ ભીડ ત્યારે
બીજા તારામાં વિશ્વાસ મૂકી શકે ત્યાં સુધીની સફર ખેડવા !
પેલું કંઈક એટલે શું –
હવે મને પૂરેપૂરું સમજાય છે.
સ્નેહા પટેલ.

7 comments on “કંઈક એટલે કે…

 1. આ પંક્તિઓ “સ્વ”​પ્રતિ આતમ-વિશ્વાસ [મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે,
  એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.] ની સાહેદી પૂરતી લાગી .

  ​[​-​….”​​અંદર​…./ કોઇક નાજુક ખૂણામાં​, / કંઈક​​ ​* ​બહુ જ મજબૂત મજબૂત ​ છૂ​પાયેલું છે.​”//
  # મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં​….ગૂંચળું બનીને પડી રહી છું ?​ ​
  ચમક તો મારામાં છે જ…​પેલું કંઈક એટલે શું -​?હવે મને પૂરેપૂરું સમજાય છે​ …]

  આપણી​ ભીતરનું સહજ કુદરતી ત્તત્વ ​ ​*- પ્રાણ/ ચૈતન્ય શક્તિ​, જેના પ્રત્યે સજગતા …. ઈશ-કૃપા હોય તો , અવશ્ય
  હાથવગી​ બને /રહે ,​ ​ ​# ​​બાકી, સીમિતતા /મર્યાદાઓ તો છે જ ,

  આપને ​​ ​અભિનંદન શુભેચ્છાઓ ……
  La’ Kant ” કંઈક “:

  Liked by 1 person

 2. *La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]Dear Aatman….​
  સ્નેહાબેન પટેલ,​Jay ho.*
  ​​
  ​*આ પંક્તિઓ “સ્વ”​પ્રતિ આતમ-વિશ્વાસ [*મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ
  ભટકવા તો નહીં જ દે,
  એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.] *ની સાહેદી પૂરતી લાગી . *

  ​[​

  ​….”​

  અંદર
  ​…./
  કોઇક નાજુક ખૂણામાં
  ​, /
  કંઈક
  ​​

  ​*

  *બહુ જ મજબૂત મજબૂત*
  ​ છૂ​
  પાયેલું છે.​”//
  * # મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના
  વાડાઓમાં​….ગૂંચળું બનીને પડી રહી છું ?​ ​*
  ચમક તો મારામાં છે જ…

  પેલું કંઈક એટલે શું –
  ​?
  હવે મને પૂરેપૂરું સમજાય છે
  ​ …]

  *આપણી​ ભીતરનું સહજ કુદરતી ત્તત્વ ​ ​*- પ્રાણ/ ચૈતન્ય શક્તિ​, જેના પ્રત્યે
  સજગતા …. ઈશ-કૃપા હોય તો , અવશ્ય *
  *હાથવગી​ બને /રહે ,​ *


  *# *


  *બાકી, સીમિતતા /મર્યાદાઓ તો છે જ , *

  *આપને ​​ ​અભિનંદન શુભેચ્છાઓ …… *

  [image: –]

  L.M.Thakkar
  [image: https://%5Dabout.me/lakant46

  *​https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  2016,
  ​૮-૩-૧૬​
  [ **”Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
  journey ahead
  **( Cel*l** 09320773606 /Additional WhatsApp-No:-+91 9819083606 / Skype ID-
  **

  ​================================================================================================​

  2016-03-08 11:28 GMT+05:30 sneha patel – akshitarak :

  > sneha patel – akshitarak posted: “અંદર કોઇક નાજુક ખૂણામાં કંઇક બહુ જ મજબૂત
  > મજબૂત છુપાયેલું છે. વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા –
  > અશક્યતાના બાણ વછૂટયાં. આ કંઇક શું હશે ? દુનિયા બહુ ઉદાર છે. અમુક લોકો
  > મતલબથી ઉદાર છે અમુક દિલથી ! હોય હવે..જેવી જેની જરુરિયાત. એમણે શું ”
  >

  Liked by 1 person

 3. પેલું કંઈક એટલે શું –
  હવે મને પૂરેપૂરું સમજાય છે.

  સારું થયું તમને પેલું કંઈક સમજાયું ,

  ઘણાને એ નથી સમજાતું એનો જ સવાલ છે.

  Like

 4. ફિલ્મ – ડોર ( Dor – 2006) નું સરસ મજાનું ગીત, થોડા ફેરફાર સાથે હું અહીં મુકુ છું…

  યે હોંસલા કૈસે જુકે,
  યે આરઝુ કૈસે રુકે.

  મંજીલ મુશ્કીલ તો ક્યા,
  બુંદલા સાહિલ તો ક્યા,
  તન્હા યે સફર તો ક્યા.

  રાહ પે કાંટે બિખરે અગર,
  ઉસપે તો ફિર ભી ચલના હી હૈ,
  શામ છુપાલે સુરજ મગર,
  રાત કો એક દિન ઢલના હી હૈ,
  રુત એ ટલ જાયેગી,
  હિંમત રંગ લાયેગી,
  સુબહ ફીર આયેગી.

  હોગી તુમ્હે જો રેહમત અદા,
  ધૂપ કટેગી સાયે તલે,
  મેરી ખુદા સે હૈ યે દુવા,
  મંજીલ લગાલે તુજકો ગલે,

  ઝુર્રત સો બાર રહે,
  ઊંચા ઈકરાર રહે,
  જીન્દા હર ખ્વાબ રહે…

  યે હોંસલા કૈસે જુકે,
  યે આરઝુ કૈસે રુકે…..
  So, best of luck my best friend for your wonderful life…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s