હું મને બહુ ગમું છુ..

 

જીવતરની ઝીણી જ્યોત

તરવા ચાલે

દૂરથી કોઇ ધજા ફરકાવે

આભમાં કોઇ ઝાલર રણકાવે

શબ્દ

નવા અર્થો પ્રગટાવે

દૂર કોઇ તેજલિસોટા તાણે

કોઇ રેશમી પાંખ પસારે

અને

જીવતરની ઝીણી જ્યોત

તરવા ચાલે.

-લત્તા હિરાણી.

સરસ્વતિએ શિવાંગના હાથમાંથી બુકે લઈને સીધો બારીમાંથી બહાર ઘા કર્યો અને શિવાંગ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો.

આજે સરસ્વતીનો જન્મદિન હતો અને એ લોકોએ આજે ‘ફુલ ડૅ સેલીબ્રેશન’ નો ગ્રાન્ડ પ્રોગ્રામ બનાવેલો હતો. સવારના પહોરમાં જ એક ફોન આવી જતાં શિવાંગે એને મળવા ઓફિસે જવું અનિવાર્ય થઈ ગયું હતું એથી લાચારીમિશ્રિતભાવ સાથે સરસની સામે જોઇને મૂક મંજૂરી માંગી હતી પણ સરસે મોઢું મચકોડીને આડું જોઇ જઈને પોતાની સ્પષ્ટ નારાજી વ્યકત કરી દીધેલી. થોડી તકલીફ તો થઈ પણ જવું અનિવાર્ય હોવાથી શિવાંગે વધુમાં વધુ દોઢ કલાકમાં પાછા આવી જવાનું વચન આપીને ઓફિસે જવા નીકળી ગયો. પાર્ટી સાથે અનેક નવા વિષય પર ચર્ચા ધાર્યા કરતાં વધુ ચાલી અને પરિણામે થોડું મોડું તો થઈ જ ગયેલું પણ તો ય એમના પ્રોગ્રામમાં બહુ ખાસ ફરક નહીં પડે હજુ તો ખાસ્સો એવો સમય બાકી હતો એને સરસ મજાનો સ્પેન્ડ કરી શકાય એમ હતું – વિચારીને શિવાંગે રસ્તામાં ફ્લોરીસ્ટની શોપ પરથી ડાર્કમરુન રંગના પૂરાં પચ્ચીસ – બરાબર એની સરસની ઉંમર જેટલાં રોઝીઝ જ શોધી શોધીને ભેગાં કરીને બુકે બનાવડાવ્યો અને ઘરે આવ્યો. એ જહેમત – કાળજીવાળા બુકેના રુપાળા ફ્લાવર્સ અત્યારે રોડ પરની ધૂળ ભેગાં જ. જો કે થોડાં ઘણાં ગુસ્સાની આશા તો હતી જ પણ આટલા બધા સ્ટ્રોંગ રીએકશનની ખબર નહતી.શિવાંગ તદ્દ્ન હતાશ થઈ ગયો અને ચૂપચાપ બેડરુમમાં જઈને આડો પડીને, ‘આગળ શું કરવું કે જેથી સરસનો મૂડ સારો થાય અને એનો દિવસ સુંદર રીતે વીતે’ ના વિચારમાં પડી ગયો.

દસે’ક મીનીટ વીતી હશે ને શિવાંગની માથા પર ગોઠવાયેલી હથેળી પર કંઈક ગરમ ગરમ અને ભીનું ભીનું સ્પર્શ્યું. ચોંકીને શિવાંગે એક ઝાટકાં સાથે આંખો ખોલી તો સામે સરસ ! એની મોટી કાળી પાણીદાર આંખોમાં આંસુ ભરેલા હતાં ને એમાંથી બે બુંદ એની હથેળી પર પડ્યાંહતાં.

‘અરે આ શું પાગલ? રડે છે કેમ ?’

‘આઈ એમ સોરી શિવુ, તું તો જાણે છે મારા ગુસ્સાને…મારા દિલમાં કશું ના હોય પણ ગુસ્સો આવે એટલે ગમે એમ રીએક્ટ થઈ જાય છે.’

‘અરે, ઇટ્સ ઓકે યાર. આવું બધું ના વિચાર.’

‘હું બહુ ખરાબ છું ને શિવાંગ ? તને ખૂબ જ પ્રેમ કરું છું ને તારી પર જ અવારનવાર ગુસ્સે થઈ જાઉં છું. આ તો તું ઉદાર છે ને મને સમજે છે, પ્રેમ કરે છે એટલે જતું કરે છે.’

‘અરે ના…ના, તું તો બહુ જ સરસ છું મારી સરસ. આમ પાગલ જેવું ના વિચાર.’

‘ના હું સરસ નહીં બહુ જ ખરાબ છું. હું મને સહેજ પણ નથી ગમતી. ‘

‘ઓહોહો..તો તો સરસ તું મને પણ કેમની ગમી શકે ?’

‘મતલબ ?’ સરસની કાળી ભીની આંખોમાં કૂતુહલ અંજાઈ ગયું.

‘શિવુ, આવી મજાક ના કર પ્લીઝ, મારો જીવ કપાઈ જાય છે. યુ નો મી..મને ગુસ્સો જલ્દી આવે પણ જતો પણ જલ્દી રહે છે . વળી મારા દિલમાં એવું કશું નથી હોતું. બે ઘડીમાં તો બધું ગાયબ થઈ જાય છે.’

‘તો હું પણ એમ જ કહું છું ને ડીઅર કે તું દિલની ખૂબ સાફ છે, પ્રેમાળ છે. શરીરથી તો તું ખૂબ સુંદર છે જ પણ તારું મન પણ અરીસા જેવું સાફ છે ને એના થકી જ તું ઉજળિયાત છે. તો તને તારી જાત કેમ નથી ગમતી ? તું એને પ્રેમ કેમ નથી કરતી ? બીજા કોઇને પણ ગમે એ કરતાં પણ તને તારી જાત વધુ ગમવી જોઇએ. રહી વાત તારા ગુસ્સાની તો એ એક નબળાઈથી તારા બીજા આટલા સારા પાસાંઓને નજરઅંદાજ થોડી કરી શકાય ? હા, તારે એને કંટ્રોલ કરતાં ચોકકસ શીખવું જ જોઇએ એ હું ભારપૂર્વક કહીશ. જો કે એ અઘરું છે પણ અશક્ય નથી જ. થોડી જાગરુકતા કેળવ અને કોઇ પણ સ્થિતીમાં એકાએક રીએક્ટ કરતાં પહેલાં પાંચ મીનીટ જાતને રોકીને એ સ્થિતી પર થોડું વિચાર કરવાનું રાખ. બસ ગુસ્સો આપોઆપ છુ..ઉ..ઉ થઈ જશે અને જે યોગ્ય હશે એ જ રીએક્શન સ્ટ્રોંગલી આવશે. તારો ગુસ્સો તારી તબિયત માટે પણ હાનિકારક છે ડીઅર એ વાત સતત દિલમાં રાખ એટલે તારું સબકોન્સીયસ માઈન્ડ એનો પ્રોગ્રામ એની જાતે સેટ કરી લેશે અને તને ગુસ્સો કરતાં રોકી લેશે.’

‘એવું હોય શિવુ?’ મોટાં મોટાં વિસ્ફારીત નયનથી વાત સાંભળી રહેલ સરસ બોલી.

‘હા એવું જ….સો એ સો ટકા એવું જ ને બીજી એક મુખ્ય વાત કે જો તું તારી જાતને ના ચાહી શકતી હોય તો દુનિયાની કોઇ જ વ્યક્તિ ઇવન હું પણ તને ના ચાહી શકું. એટલે આજથી ને અબઘડીથી જ તું તારી જાતને પ્રેમ કર, દુનિયામાં બીજું કોઈ પણ કરી શકે એના કરતાં વધુ પ્રેમ કર..તો એના પડઘાંરુપે તને દુનિયામાંથી અધ..ધ…ધ પ્રેમ મળશે. તું પોતાની જાતને ચાહીશ તો તું બીજી વ્યક્તિઓને પણ ચાહી શકીશ અને આ બધી પ્રક્રિયા તારા ગુસ્સાને, ડીપ્રેશનને દૂર કરવામાં ખૂબ જ મોટો ભાગ ભજવશે. બાકી આવા ક્ષણીક આવેગના કારણે જાતને કદી કોશતી નહીં. તું સરસ છું…દુનિયામાં સૌથી વધુ સુંદર !’

‘તારી વાત સાંભળીને મને મારી જાત માટે પ્રેમના અંકુર ફૂટયાંનો અનુભવ થાય છે શિવુ….આઈ લવ યુ ટૂ મચ.’ને સરસ શિવાંગની બાહોમાં સમાઈ ગઈ.

અનબીટેબલ ઃ જાતને ચાહવા જેવું પવિત્ર,ઉત્તમ ને નિઃસ્વાર્થ કામ દુનિયામાં બીજું એક પણ નહીં.

-sneha patel

One comment on “હું મને બહુ ગમું છુ..

  1. ખુબ સરસ લેખ…પતિ-પત્ની વચ્ચે સમજણ હોય તો સંબંધ હંમેશા-જીવનભર પ્રેમાળ રહે છે…ક્યારેક નાની વાતમાં પતિ-પત્ની માંથી કોઈને ખોટું લાગી જાય કે ગુસ્સો આવી જાય, ત્યારે બંનેમાંથી કોઈકે સમજણ કેળવીને નમતું જોખીને (આમાં વ્યક્તિએ પોતાની હાર ન સમજવી) વાતને વાળી લેવી જોઈએ જેથી દાંપત્ય જીવન હંમેશા ખુશખુશાલ, હર્યુ-ભર્યુ અને પ્રેમથી તરબોળ રહે…પતિ-પત્ની વચ્ચે ક્યારેક ઝઘડા પણ થતા હોય, પરંતુ તેને વાતનું વતેસર ન કરતા (પતિ-પત્નીના સંબંધમાં ક્યારેય અહ્‍મ ન આવવો જોઈએ, કારણકે અહ્‍મ જ સંબંધ વિચ્છેદનું કારણ બને છે.) સમાધાનવૃત્તિ કેળવવી જોઈએ તો જ લગ્ન સંસાર જીવવા જેવો અને મધુર લાગે. બિલકુલ સાચી વાત કે જે માણસ પોતાની જાતને ન ચાહતો હોય તે બીજાને શું ખાખ ચાહવાનો…જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતો હોય એજ વ્યક્તિ બીજાને પ્રેમ કરી શકે કે પ્રેમને સમજી શકે…વાર્તાનો સુખદ અંત, ખાધુ-પીધુ ને રાજ કર્યું, મજાની લાઈફ…આવો સરસ લેખ લખવા બદલ અભિનંદન…આભાર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s