પેંડાનું બોકસ.

phoolchhab newspaper > navrash ni pal column > 1-1o-2015:

પેંડાનું બોકસ.

માત્ર હોય ધબકારા, લાગણી ન હો બિલકુલ,
એમ લાગે છાતીની આ જગા અધૂરી છે.
-કિરણસિંહ ચૌહાણ

ઘરના બગીચામાં આશાવરી હીંચકા પર ઝૂલતી ઝૂલતી પોતાના લાંબા રેશમી વાળની લટને કાન પાછળ ગોઠવતી હતી જે વારંવાર પવનની થપાટથી એના ચહેરા પર પાછી રમતી થઈ જતી હતી. એની નજર ગાર્ડનના લીલા લીલા ઘાસ પર ધીરી ગતિએ સરકતી ગોકળગાય પર ઠરી ગઈ. હળું હળું એ મુલાયમ ગોકળગાય સરકતી અને એની પાછળ ચળકાટવાળો ઉત્સર્ગ પાથરતી જતી હતી. બાજુના એકઝૉરાના છોડ પર એક રંગબેરંગી પતંગિયું આમ થી તેમ ઉડી રહ્યું હતું, બાજુમાં આસોપાલવના લીલાછમ્મ લાંબાં પાંદડાંઓની વચ્ચે થોડી જગ્યા કરીને એક કબૂતરે પોતાનો માળો બનાવેલો અને એમાંથી સફેદ ઝગ મારતાં ઇંડાં દ્ર્શ્યમાન થતાં હતાં. આખું વાતાવરણ અનોખી એનર્જીથી ભરાઈ ગયેલું હતું અને એ જોઇને આશાવરીનું દિલ પણ ખુશીનો ચળકાટ અનુભવવા લાગ્યું હતું ત્યાં જ એના કાન પર એક તીણો અવાજ અથડાયો,
‘અરે આશા બેન, સાંભળ્યું કે તમારે ત્યાં નવી ગાડી લીધી ને કંઇ..વટ છે હોંકે તમારો તો.’
પાડોશના વિભાબેનને જોઇને આશાનું મોઢું થોડું ખાટું થઈ ગયું. એક તો એમનો અવાજ તીણો, એમાં એમનો બોલવાનો લહેંકો તો તદ્દન ગામઠી જ અને વાતો કરે એ સાવ છેવાડાંના વિચારોની જ. એમના ઘરમાં કોઇ નાનો શો ફેરફાર સુધ્ધાં થાય તો પણ એ ચિબાવલીને ખબર નહીં કેમ જાણ થઈ જાય અને જ્યારે ને ત્યારે ‘પેંડા ખવડાવો ને પાર્ટી આપો’ની રેકોર્ડ ચાલુ થઈ જાય.
‘હા, જૂની ગાડીને દસ વર્ષ થઈ ગયેલાં અને રીપેરીંગ પણ બહુ માંગતી હતી એટલે પૈસાની થોડી સગવડ થતાં જ આ પહેલું પગલું લીધું.’
‘સરસ સરસ બેન, ચાલો પેંડા ખવડાવો નવી ગાડી લીધી એના માનમાં . તમારી પ્રગતિથી બહુ ખુશી થાય છે, અત્યારે થોડું કામ છે હું પછી આવીશ શાંતિથી બેસવા.’
‘હા વિભાબેન, ચોકકસ ખવડાવીશ જ ને. અત્યારે થોડું કામ છે રજા લઉં.’
અને વિભાબેન સાડલાંનો છેડો માથે સરખો કરતાં કરતાં ચાલ્યા ગયા. આશાવરી પાછળથી એમની ચાલવાની દેશી, કઢંગી ચાલને જોઈ રહી.
‘જાતજાતના લોકોથી આ દુનિયા ભરેલી છે. આવા માંગણિયા પાડોશી એમના જ નસીબમાં કેમના લખાયાનો અફસોસ કરતી આશા હીંચકા પરથી ઉભી થઈને ઘરમાં અંદર ચાલી ગઈ.
સાંજે આશાનો પતિ અભિનંદન ખુશખુશાલ વદને ઘરમાં પ્રવેશ્યો,
‘આશુ ડાર્લિંગ આજે તો બહુ જ મજ્જ્જાનો દિવસ ગયો. હું એટલો ખુશ છું..એટલો ખુશ છુ કે ના પૂછો ને વાત !’
‘અભિ, શું છે નાહકનો કેમ બૂમાબૂમ કરે છે ? તારી બૂમોથી હું ચોંકી ગઈ અને હમણાં જ મારો હાથ આ ગરમ ગરમ તાવડીને અડતાં રહી ગયો, દાઝી ગઈ હોત તો ક્યાંક…થોડી શાંતિ રાખને પ્લીઝ.’
અને અભિનંદનનો બધો ઉત્સાહ પાણીમાં બેસી ગયો. છેલ્લાં છ મહિનાથી લાગલગાટ અભિ એક પ્રોજેક્ટ પાછળ પડ્યો હતો. ખૂબ જ મહેનત કરી રહ્યો હતો અને પરિણામ સ્વરુપે આજે મહિનાના છેલ્લાં દિવસે એ પ્રોજેક્ટ બમણી સફળતાપૂર્વક પાર પડ્યો હતો. એના સેલ્સનું જે ટારગેટ હતું એના કરતાં એણે ચારગણું સેલ કરીને બતાવ્યું હતું. અભિની નિષ્ઠા જોઈને એના બોસ ખૂબ ખુશ થઈ ગયા હતા અને સ્ટાફમાં બધાને અભિનું ઉદાહરણ આપવા લાગ્યાં હતાં અભિ એકાએક હીરો બની ગયો અને બોસે ખુશીમાં એને પ્રમોશન કમ ચાર પગાર બોનસમાં આપી દીધા હતાં. અભિને ચિંગુસ બોસ પાસેથી વખાણની આશા તો હતી જ પણ આમ એકાએક આટલું બધું..એના તો માન્યામાં જ નહતું આવતું. એના પગ જમીન પર પડતાં જ નહતાં જાણે એ હવામાં જ ઉડી રહ્યો હતો. ખુશીના આવેગમાં જ એ ઘરે આવતાં રસ્તામાં આશાવરીના મનપસંદ મિઠાઇવાળાની દુકાનેથી કિલો પેંડાનું બોકસ લઈને આવ્યો હતો. મીઠા મીઠા પેંડાની સાથે મીઠી મીઠી ખુશખબર અને મીઠી મીઠી એક ‘કિસ’ના સ્વપ્નમાં રાચતા અભિનો બધો જ આનંદ આશાના તીખા સ્વરમાં વહી ગયો. આજે એ ખૂબ જ ખુશ હતો પણ એ ખુશી શેર કરવા માટે આજે એની પાસે કોઇ નહતું એનું દુઃખ એનું દિલ કોરી ખાતું હતું. હતોસ્તાહ થઈને એ પેંડાનું બોકસ ટીપોઇ પર મૂકીને શાવર લેવા માટે બાથરુમ તરફ વળી ગયો.
અનબીટેબલ ઃ કોઇના નિઃસ્વાર્થ પ્રેમથી આપણું દિલ દુભાય એનાથી વધુ કમનસીબી બીજી કોઇ નહીં !
-sneha patel

One comment on “પેંડાનું બોકસ.

  1. ખુબ સરસ લેખ…જ્યારે કોઈ વ્યક્તિ પછી તે પતિ હોય કે પત્નિ કે પરીવાર ના કોઈ સભ્ય કે મિત્ર કે પાડોશી હોય તે પ્રેમથી મળે, વાત કરે, ખુબ ઉત્સાહ મા હોય ત્યારે તેનો જવાબ પણ પ્રેમ અને ઉત્સાહ થી જ આપવો જોઈએ…કોઈ વ્યક્તિ જીવન જીવવાની મજા ન માણી શકતી હોય કે રાજી ન રહી શકતી હોય તો કોઈના રાજીપા ને આમ નિરાશા માં ફેરવી નાખવાનો તેને કોઈ હક નથી…”Unbeatable” is a wonderful line of the article…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s