અત્ર તત્ર સર્વત્ર
લવારીઓ
ઢગલે ઢગલા
શબ્દોના ખડકલા
અસ્તવયસ્ત બુધ્ધિ
બુઠ્ઠી લાગણીઓ
નકરું
બોલ બોલ – લખ લખ
શબ્દોના વેપાર
આંખ કાન દિલ દિમાગ
સઘળું ય ત્રસ્ત
અહો વૈચિત્ર્યમ,
શાંતિની શોધમાં
પાછા શબ્દો જ
ફંફોસવાના ..!!
-sneha patel
અત્ર તત્ર સર્વત્ર
લવારીઓ
ઢગલે ઢગલા
શબ્દોના ખડકલા
અસ્તવયસ્ત બુધ્ધિ
બુઠ્ઠી લાગણીઓ
નકરું
બોલ બોલ – લખ લખ
શબ્દોના વેપાર
આંખ કાન દિલ દિમાગ
સઘળું ય ત્રસ્ત
અહો વૈચિત્ર્યમ,
શાંતિની શોધમાં
પાછા શબ્દો જ
ફંફોસવાના ..!!
-sneha patel
પાછા શબ્દો જ
ફંફોસવાના ..!!
એ જ તો છે સાંપ્રત જગતની એક વાસ્તવિકતા !
હું, તમે અને અન્ય, અત્ર તત્ર સર્વત્ર , એ જ કરી રહ્યા છીએ
સદીઓ જૂની આ વાતને કોણ બદલી શકવાનું છે !
શાંતિ ની શોધ તો ક્યાં પૂરી થવાની છે !
શાંતિની શોધની જ આ બધી અશાંતિ છે !
LikeLike
સઘળું ય ત્રસ્ત
અહો વૈચિત્ર્યમ,
શાંતિની શોધમાં
પાછા શબ્દો જ
ફંફોસવાના ..!!
arthsabhar…achhandas
LikeLike
તમે બહુ સાચી અને કટાક્ષ ભરી વાત કરી…કે આજે લોકો સમજ્યા, જાણ્યાં અને વિચાર્યા વગર સમયે-કસમયે બોલ-બોલ અને લખ-લખ કર્યે રાખે છે, પછી ભલે સામેની વ્યક્તિને ગમે કે ન ગમે એની દરકાર કર્યા વગર ઠોકમ-ઠોક બોલાવે છે…એમાં પણ આ સોશ્યલ મીડીયા આવતા લોકોને જાણે કે દોડવું’તું ને ઢાળ મળી ગયા જેવો ઘાટ થયો અને દાટ વાળી દીધો…અમુક લોકો તો એવું લખે ને બોલે કે ત્યારે આપણી મગજની નસો ખેંચાઈ જાય…આપણને ક્યારેક એમ થાય કે આને બે ઉંધા હાથની કાન નીચે ઠોકી દેવી જોઈએ…અમુક લોકો તો વળી “ઈમેજ” બનાવી બનાવીને મોક્લ્યાં રાખે…શું છે આ બધું, કાઈ ભાળી ગયા છો કે શું ? કોઈ વ્યક્તિ બે મીઠી વાતો કરે ત્યાંતો સામેનો વ્યક્તિ “માંકડા” વેડા કરવા માંડે અને તેને એમ કરવાની ના પાડીયે કે કંઈ સાચું કહીયે તો તેની “ચોથી” બળી જાય…હશે મારી વહાલી જેવી જેની સમજણ, આપણે થોડો કાંઈ બધાને સુધારવાનો ઠેકો રાખ્યો છે…? હેય ને મજાના ખાઈ-પી’ને જલસા નો કરીયે ભલામાણસ…ઘરનું ખાવું ને ગામની શું ચીંતા કરવાની ? ગામ તો ઝખ મારે ને જોડા ફાંડે…અમુક ખોટા શબ્દોથી મગજ ખરાબ થઈ જાય તો ક્યારેક અમુક મીઠા શબ્દોથી આનંદ પણ આવે (તમે કહ્યું તેમ વળી શાંતિની શોધમાં પાછા શબ્દો જ ફંફોસવાના…!!) આ બધી શબ્દોની જ કમાલ છે ને…કોણ કેવું લખે છે કે બોલે છે એના પર આધાર છે આ બધો, માટે મીઠું બોલવું કે લખવું જો આવડે તો નહીંતર મુંગું રે’વું…હે સખી તમારુ શું કે’વું છે…?
LikeLike