અંચઈ

લોહીનું સતત પરિભ્રમણ આટલું અનિવાર્ય કેમ ?
એની મનમાનીઓ તો જો,
સાવ બેશરમ, હદપારની જ..
કેમ જાણે
ઉછૃખંલ વહેણની કંઠી ના પહેરી હોય !
ઘણીવાર રક્તપ્રવાહ વિદ્રોહની તલવારો તાણી લે છે.
ધાર ખૂંપાય, માંસ ચિરાઇ જાય
નસે નસ ત્રસ્ત થઈને ફાટું ફાટું કરે,
ત્યારે એમ થાય કે
આ લીલુડી નસો
કાળામેશ લોખંડની બનેલી હોત તો કેવું સારું થાત ?
પ્રચંડ ભ્રમણના વેગથી
એ ફાટી જવાનો ડર તો ના રહેત ને !
પાછો વિચાર બદલાય :
આ વહેણ જ અટકી જાય તો શું ખોટું ?
કેટલી શાંતી…અહાહા !
કાયમ માટે આ ભ્રમણ-ગતિની ચિંતામાંથી તો મુક્તિ…
વળી ખુદ્દારી ઉથલો મારે..
ના..ના એમ પાણીમાં તો ના જ બેસી જવાય…
એના કરતાં
ચાલ ને,
આપણે સંચોડા પ્રવાહી બની જઈએ
જાતે જ વહેવા લાગીએ
તો તો મજ્જો પડી જાય…
કરોળિયા જેવા રાતા – ભૂરાં ઝુમખાંઓને ચૂમતાં ચૂમતાં
સાંકડી-પહોળી લાલ- લીલી ગલીઓમાં વહેવાનું
નિરંકુશ બેપરવા ઉછળકૂદ..
પછી
સાવ અણધારી  મનમાની કરીને
અંચઈ કરી લેવાની !
કોઈ જ એંધાણી આપ્યા વગર
એકાએક જ અટકી જવાનું…
આપણા જીવનના આપણે જ માલિક
ऑम शांतिः शांतिः !

-સ્નેહા પટેલ

2 comments on “અંચઈ

 1. સાવ અણધારી મનમાની કરીને
  અંચઈ કરી લેવાની !
  કોઈ જ એંધાણી આપ્યા વગર
  એકાએક જ અટકી જવાનું…
  આપણા જીવનના આપણે જ માલિક
  ऑम शांतिः शांतिः !

  સરસ કલ્પના દોડાવી છે આ કાવ્યમાં અને કલ્પનાઓ તો અનંત હોય છે . .

  પણ , આપણું ધાર્યું ક્યાં બને છે . આપણા જીવનના આપણે માલિક નથી.

  કોઈ અજબ શક્તિ આપણી બધી ક્રિયાઓનું સંચાલન કરી રહી છે .

  એ ધારે ત્યારે આપણું આખું તંત્ર અટકી જાય છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s