ચલાવી લો

આજે શાક વિના ચલાવી લો,
કાલે દૂધનો વારો કાઢી લઈશું.
પરમ દિ’એ એકટાણું,
પછી
કોઇ સંબંધીના મહેમાન બની જઇશું.
એકા’દ દિવસ તો ઉપવાસમાં ય નીકળી જાય,
એક દિવસ તું અને છોકરાઓ ભરપેટ જમી લેજો,
એના પછીના દિવસે હું અને છોકરાઓ !
‘દયાવાન-કરુણાનીધિ’
આમ તો નામ પ્રમાણે તારામાં ગુણ ભરપૂર હોંકે…
કેટલા બધા રસ્તા ખુલ્લા રાખ્યા છે જો ને .
હૈયે ભીતિ તો બસ એક જ
કાલે ઉઠીને ‘ગ્લોબલ વોર્મિંગ’ના
નામે ક્યાંક ‘વોર્નિંગ’ ના આપી દે કે :
‘હવે શુધ્ધ હવા પણ રેશનિંગમાં મળશે’
એમાં તો ઉપવાસ- એકટાણા કેમના !
-સ્નેહા પટેલ

One comment on “ચલાવી લો

 1. કાલે ઉઠીને ‘ગ્લોબલ વોર્મિંગ’ના
  નામે ક્યાંક ‘વોર્નિંગ’ ના આપી દે કે :
  ‘હવે શુધ્ધ હવા પણ રેશનિંગમાં મળશે’

  એવું બનશે ? બની પણ શકે . એક કવિની કલ્પનામાં તો એ બની જ ગયું !

  સ-રસ કાવ્ય .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s