દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે.

6a00d834548d0869e2017d3c758a94970c-pi

થોડા સમય પહેલાં મેં એક પોસ્ટ લખેલી કે મારું લખાણ મારી મંજૂરી વગર કે ઇમેઈલ વગર ક્યાંય શેર ના કરવું એ પછી મારા ઘણા બધા મિત્રો સાથે વાત થઈ અને એમણે મને કહ્યું કે લખાણ તો એક મજાની પ્રક્રિયા છે અને તું તો જે લખે છે એ તો આજના જમાનામાં જેટલું વહેંચાય એટલું વધુ સારું એને વહેંચતા રહેવું જોઇએ…વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવુ જ જોઇએ.
આમ તો બહુ બધી વાત થઈ પણ એ વાત માંડીને લખવાનો મતલબ નથી. એમની વાત પછી હું એ વિચાર પર આવી કે મારે મારા લખાણનો આટલો મોહ શું કામ રાખવો જોઇએ…? જે લખાઈ ગયું એ લખાઈ ગયું, હવે એ ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળના સર્જનને પકડીને બેસી રહીશ તો નવા સર્જન માટે ક્યારે વિચારીશ ? જેની જેવી બુધ્ધિ એવું વર્તન કરશે. મારે તો માત્ર ને માત્ર મારા આગળના લખાણ પર જ ફોકસ કરવું જોઇએ.

તો મિત્રો, હું મારા વિચારોમાંથી થોડી આગળ વધુ છું (આને સર્જકની રાહમાં આગળ વધવા માટે જરુરી પરિવર્તન ગણીશ)અને બધા મિત્રોને મારું લખાણ શેર કરવાની મંજૂરી આપું છું. ઘણા બધા એડીટર મિત્રો પણ મારા લેખ માંગતા હોય છે એમને પણ એ છાપવાની રજા – પરવાનગી આપું છું. હા, મારું લખાણ મારા નામ સાથે  શેર કરશે તો મને – એક સર્જકને વધુ ગમશે.  બાકી કાલે કોને ખબર …હું તો નહીં હૌઉં પણ મારું લખાણ તો અહીં જ હશે. એ વખતે મારું લખાણ કોણ ક્યાં કેવી રીતે વાપરશે એ કોને ખબર…?
દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે. મેં તો મારું સર્જનાત્મક કાર્ય પ્રામાણિકતાથી કર્યું છે એનો સંતોષ.  તમારો સંતોષ – તમારી પ્રામાણિકતા તમને ખબર દોસ્તો.

મને તો અહીં મારું હિત ઇચ્છનારા મિત્રો મળ્યાં છે એનો પણ સંતોષ છે.

વાંચતા રહો મિત્રો….વંચાવતા રહો…આટલા વર્ષોથી જેમ વરસાવો છો એમ જ અવિરતપણે મારા લખાણ પર પ્રેમ વરસાવતા રહો, શુભેચ્છાઓ -દુવાઓ આપતા રહો.!

-સ્નેહા પટેલ.

11 comments on “દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે.

 1. લખાણ તમારુ જ રહેવાનું છે, પરતું જે પોતાના વિચારો ને શબ્દો માં નથી બદલી શકતા એ તમારા લખાણ દ્રારા એમના વિચારો ને જીવંત રાખવા નો પ્રયત્ન કરે છે.

  Like

 2. આભાર મેમ, આપના લખાણૉ હ્રિદયસ્પર્શિ હોય છે. એ જેને પહોચ્સે એને ગમસે જ. ઘણી વખત કોઇ ને વહેચ્વામા કોઇ ને વિશેષ સન્દેશ પણ આપી સકાય છે.

  Like

 3. સહમત. અમે તો આવી પરવાનગી ઘણાં સમય પહેલાથી આપી દીધી છે અને એટલે જ તો કોપી-પેસ્ટ કરનારાઓને ડરાવતી કોઇ ધમકી મારા બગીચામાં જોવા નહી મળે! 🙂
  (જો કે એ વાત અલગ છે કે મારા બગીચામાં કોઇને કોપી કરવા જેવું કંઇ મળે એમ પણ નથી! 😀 😀 😀 )

  હા, આ થીમ સરસ લાગે છે!

  Like

 4. Hi Sneha ji, Your this decision is really Extremely appreciateable. I have mostly read your articles,thoughts since long back, Right from when you started a Community on Orkut (Garvi Gujarat). I personally heartly welcomes your HEART TOUCHING-initiative All The Best.

  Like

 5. પ્રિય મિત્રો,
  આપ સૌની તો હું સદા આભારી છું ને રહીશ જ. જે મિત્રો અહીં આવીને કોમેન્ટસ કરવાનો સમય ફાળવે છે એ લોકો તો વર્ષોથી મારું લખાણ મારા નામ સાથે શેર કરવાની સમજ પણ ધરાવે જ છે અને એ જ રીતે તો હું અહીં સુધી પહોંચી છું. મારો બ્લોગ બનાવ્યો તે સમયથી જ મેં મારી ડાયરીને જાહેર બનાવી દીધેલી. વાંચનાર ના હોત તો બ્લોગ પણ શું કામનો ? મારું લખાણ લોકોને સ્પર્શે અને તેઓ બીજાને વંચાવે એ તો મારા માટે ખુશનસીબીની વાત કહેવાય એમનાથી મને વિરોધ હોઇ જ ના શકે અને હતો પણ નહીં.

  અહીં ઘણા બધા મિત્રો જાણે છે એમ મારો બ્લોગ ‘અક્ષિતારક’ આખો કોપી થયેલો ને નામ પણ ‘સ્નેહા પટેલ’ ના બદલે ‘સ્નેહા શાહ’ રાખવામાં આવેલું. અક્ષિતારક નામનું ફેસબુકમાં પેજ પણ બનાવવામાં આવેલું. શરુઆતમાં બહુ લાગી આવેલું , અને આવા કેસમાં થાય એવો વિરોધ પણ કરેલો…સાયબર ક્રાઈમની મદદ પણ લીધેલી. પણ એ પછી તો મેં એ નામ-પેજ બધાંયની મગજમારી મૂકી દીધેલી. જેવી એની બુધ્ધિ..મને તો મારા વાંચકો બરાબર જાણે જ છે એટલે મારે બીજી કોઇ ચિંતા નથી. મારા વિચારો મારા પોતાના છે અને એના થકી હું જે લખવા જઈ રહી હોઇશ એ કોઇ ચોરી નથી શકવાનું…બસ!

  એકચ્યુઅલી આ વાત તો મેં ફેસબુકમાં થોડા ઘણાં નવા નવા છાપાના – મેગેઝિનના તંત્રીઓને અનુલક્ષીને લખેલી કે મારું લખાણ મને પૂછ્યા વગર છાપવું નહીં. કારણ, તો બસ એક જ કે એમની વાત કરવાની સ્ટાઈલ.
  મને પૂછ્યા કર્યા વિના મન ફાવે એ લેખ છાપી મારે અને પછી મારી પર ઉપકાર કરતા હોય એમ વાત કરે કે બેન, તમે હજુ નવા નવા છો. અમે તો તમારો લેખ છાપીને તમને પબ્લીસીટી અપાવીએ છીએ. ઉલ્ટાનું તમારે તો અમારો આભાર માનવાનો હોય ! વળી એ લોકોના છાપા અને મેગેઝિન તો નવા નવા હોય, માનવતાની સેવા કરવાના ઉદ્દેશથી ચાલતા હોય એટલે એની કોઇ કોપી મોકલવી કે પુરસ્કાર આપવાનું તો એમને ક્યારેય ના પોસાય..આ તો જનસેવા..સેવાની બાબતમાં વળી પૈસાનું શું કામ..? અલ્યા ભાઈ, મારે સમાજની કેવી ને કેટલી સેવા કરવી એ મારે જોવાનું. વળી મેં ક્યા દિવસે મારા લખાણને પ્રસિધ્ધ કરવા માટે કોઇને હાથ પગ જોડ્યાં છે તો તમે મારી પર આમ ઉપકાર કરવા નીકળ્યાં…આવી બધી વાતોથી કંટાળીને મેં અપડેટ મૂકેલ.હું એ મિત્રોના નામ સુધ્ધા લખી શકું છું પણ આ વાત એટલી મોટી ને ખાસ તો નવી નથી કે મારે એ સમાજસેવકોના નામને બધા વચ્ચે મૂકવું જોઇએ એટલે રહેવા દઊં છું .પણ સાથે એ વાત પણ મારે કહેવી હતી કે ભાઈ…લેખક ક્યારેય તમારા જેવા એડીટર ઉપર નથી નભતો અને નભતા હોય તો પણ હું એવી સહેજ પણ નથી. મને અહીં બહુ સારા એડીટર્સ અને સારા માધ્યમો મળેલા છે જેનાથી હું સારા વાંચકવર્ગ સુધી પહોંચી જ શકી છું. તો આપની દયા નેટજગતના કોઇ નવા નવા બકરા માટે જ સુરક્ષિત રાખો. આવી બધી વાત હતી.
  ઠીક છે…જેવી જેની બુધ્ધિ…. મારું લખાણ મારા નામ સાથે જ છાપશો એવી આશા(વિનંતી નહી) સાથે હું આ બધામાંથી બહાર નીકળું છું.

  Like

 6. દર્શીતભાઈ,આભાર. થીમ તો બસ સમય ને મૂડ અનુસાર બદલાતી રહે. એક પ્રકારની ક્રીએટીવીટી જ છે આ પણ. મારો બ્લોગ મારું ઘર – એને શણગારવું તો મને ગમે જ ને..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s