ઉજળિયાત

 

Phoolchhab newspaper > 19-06-2014 > Navrash ni pal column evolution-of-change-management

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું,મહા હેતવાળી દયાળી જ મા તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી .
પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું !

-દલપતરામ

 

શીયાનું અત્યાધુનિક ઘર અત્યારે ૪૬ ડીગ્રીની ગરમીમાં એસીની ઘરઘરાટીથી ગૂંજી રહ્યું હતું. શીયાને એના ઘરમાં સિમ્પલ પણ રીચ લૂક જોઇતો હતો. એણે એના ઘરમાં માર્બલ અને વુડની મદદથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બીનેશનથી પોતાની આ ઇચ્છા સંતોષજનક રીતે પૂર્ણ કરી હતી. એના ઈન્ટીરીઅર ડેકોરેટરે ઘરમાં માર્બલની સિમ્પલીસીટી સાથે વુડન પેનલિંગથી રીચ લૂક આપ્યો હતો. સાદગીની સફેદાઈ અને વુડનનો બ્રાઉન કલર આખા ઘરને એક અલગ જ ચાર્મ આપતું હતું. શીયાને વાંચનનો ખૂબ શોખ હતો. ચોરસ કે લંબ ચોરસ ફ્રેમના બદલે જગ્યા અનુસાર બુકસના પેઇન્ટીંગ કટીંગ કરીને લગાવેલાં. ઘર અદભુત રીતે સુંદર અને સૌમ્ય લાગતું હતું.

શીયા સ્વભાવે પણ એવી જ હતી. પહેરવેશ, બોલ ચાલમાં અત્યાધુનિક પણ ભારતીય સ્ત્રીની મર્યાદા, સંકોચશીલ સ્વભાવ, નાજુકાઈ એનામાં ભારોભાર ભરેલી હતી. ટીવીનું રીમોટ હાથમાં લઈને હજુ તો એ પોતાનો મનપસંદ પ્રોગ્રામ જોતી હતી અને એના ટીનેજરી દીકરા આશિષે આવીને ફ..ટ…ટા..ક દઈને ચેનલ બદલી કાઢી. નોર્મલી તો શીયા આશિષને બહુ ટોકતી નહીં. બને ત્યાં સુધી એ ધીરજ રાખી અને આશિષને સોફ્ટ રીતે પોતાની વાત સમજાવતી પણ આજે એ બહુ કંટાળેલી હતી અને એને માઈન્ડ ડાયવર્ટ કરવા થોડી વાર ટીવી જોવું હતું. ધારત તો એ પોતાના બેડરુમમાં પણ ટીવી જોઇ શકત, મોબાઈલમાં ગેમ પણ રમી શકત, લેપટોપમાં મનપસંદ સાઈટ્સ સર્ફ કરી શકત, વીડીઓસ જોઇ શકત….પણ ના, આશિષે જે વ્યવહાર કર્યો એ શીયાને થોડો ઇન્સલટીંગ લાગ્યો.

‘આશુ, આ શું ? આમ બ્લન્ટલી ચેનલ કેમ બદલી કાઢી ? મારે ડીસ્કવરીનો આ પ્રોગ્રામ જોવો છે. રીમોટ લાવ.’

‘હે ય..ચીલ મોમ. આ શું પ્રાણીઓ અને કુદરતની વાતો જોયા કરો છે ? મારી ડબ્લ્યુ ડબ્લ્યુ એફની મેચ આવે છે એ જોવા દો.’

‘આશુ, મમ્મી સાથે વાત કરવાની આ રીત છે ? અમે તમારી ઉંમરના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા સામે એક અક્ષર પણ ઉંચા અવાજે નહતાં બોલી શકતાં. અમે તમને ફ્રીડમ -સ્પેસ આપીએ એનો મતલબ એમ નહીં કે તમારે મનમાની કરતાં શીખવાનું’

‘મોમ પ્લીઝ, તમારો જમાનો અલગ હતો અને આ અલગ છે. આવી જૂનવાણી વાતો થકી આપણી બે ય પેઢી વચ્ચેનું અંતર ઘટાડવાના બદલે તમે વધારો છો. અત્યારે તો મા બાપ પોતાના સંતાનોના મિત્ર બનીને રહે છે જ્યારે તમે આ નક્કામી વાતો…હુમ્મ્મ..’ આશિષે નારાજગીનો એક સૂર કાઢ્યો.

‘આશિષ, તું સૌપ્રથમ મારું સંતાન છે એ પછી મિત્ર…અમારા જમાનામાં તો…’

‘મોમ પ્લીઝ…અમારા જમાનામાં તો આમ ને તેમ ના કર્યા કરો. તમારો જમાનો આટલો એડવાન્સ નહતો તો અમારો પ્રોબ્લેમ નથી. આમ નાની નાની વાતોને મોટું સ્વરુપ ના આપો. જમાનાની સાથે બદલાતા શીખો.’

અને આઘાતની મારી શીયા બે પળ સૂન્ન થઈ ગઈ. દીકરાને મિત્ર માન્યો હતો પણ એથી દીકરો થોડો મટી જતો હતો. જ્યાં જરુર પડે ત્યાં સલાહ તો આપવી જ પડે અને આશિષે એ સલાહનું માન રાખતાં શીખવું જ જોઇએ. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઇએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ?

‘આશિષ, પરિવર્તન ઇચ્છનીય છે બેટા પણ દરેક પરિવર્તન સારા જ હોય એવું જરુરી નથી. પરિવર્તનના નામે આંધળૂકીયા ના કરાય. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક સુંદર વાતો છે, રિવાજો છે જેનાથી આપણે ઉજળિયાત છીએ. પરિવર્તનના નામે એ બધા સામે આંખ આડા કાન કરીને મનસ્વી વર્તન કરવું એ સહેજ પણ હિતાવહ નથી. નવા અને જૂના જમાનામાંથી જે સારી વાતો હોય એટલી વીણી લેવાની અને બાકીની વાતો ઘઉંના કાંકરાની જેમ જીવનમાંથી ફેંકી દેવાની. ગમે એટલો તેજીલો ઘોડો હોય પણ એના મોઢામાં નકેલ જોવા મળશે જ. બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઇ્ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જ…’

અને શીયાની આંખમાં આંસુ ધસી આવ્યાં , આગળ કશું ના બોલી શકી.

મા ની આંખમાં આંસુ જોઇને આશિષ પીગળી ગયો આખરે એનામાં પણ ઉંડે ઉંડે શીયા જેવી મમતાળુ મા ના અંશ ધબકતા હતાં.’સોરી મમ્મા’ બોલીને આગળ વધીને એણે શીયાને પોતાની બાહુમાં સમાવી લીધી.

અનબીટેબલ : પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.

4 comments on “ઉજળિયાત

  1. લગભગ દરેક ગુજરાતી પરીવારના જે બાળકો નો જન્મ અને ઉછેર અમેરીકામાં થયો છે તેની પીડા સરસ રીતે દર્શાવેલ છે.પરંતુ આ બાળકોની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેમની સમજમાં માંબાપની આમન્યા પાળવાની શરુઆત થાય છે તેવું મારુંતો માનવું છે.

    Like

  2. આ તો પહેલેથી આવતી દરેક પેઢીની સમસ્યા છે….!!!! લગભગ દરેક ગુજરાતીજ શા માટે, ગુજરાતી, મરાઠી, તામીલ, તેલુગુ, બંગાળી હોય કે કોઈ પણ ભાષાના હોય, આ બધા પરીવારના જે બાળકોનો જન્મ અને ઉછેર અમેરીકામાં થયો છે તેની પીડા બાળકો અને સાથે માબાપની પણ સરસ રીતે દર્શાવેલ છે. કારણકે અમેરીકન બાળકો થોડા મોટા થયા પછી, માબાપ સાથે રહેતાં નથી, એટલે તેમનું માબાપ સાથેનું એટેચમેન્ટ માત્ર મધર્સ ડે કે ફાધર્સ ડે પુરતું રહી જાય છે અને તેની દેખાદેખીથી આપણા બાળકો પણ અમેરીકન સંસ્કૃતિને રવાડે ચડી જાય છે. પરંતુ આપણા બાળકોની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કુટુંબ સાથે રહેતાં હોવાથી મોટા ભાગનાની તેમની સમજમાં માબાપની આમન્યા પાળવાની શરુઆત થાય છે તેવું મારુંતો માનવું છે.

    Like

  3. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઇએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ? ,,,,,,,,,,,,,,,, so true.
    બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઇ્ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જ…’ avi samajan… jaroori che,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s