નેટ ઉપર સર્ફીંગ કરી માહિતીઓ ભેગી કરવાની અને અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરી કરીને( આને ક્રીએટીવીટી કહી શકાય !) આર્ટીકલો લખે રાખવાના આને જ લેખક કહેવાતા હોય તો મૌલિક અને વિચારશીલ લેખકનું શું ?
દુભાષિયાઓને લેખ લખવાના ઢગલો પૈસા મળી રહે છે જ્યારે મૌલિક અને વિચારીને મગજનું દહીં કરી કરીને ક્રીએટીવીટીથી ભરપૂર લેખ લખનારા લેખકોની કોઇ ખાસ કદર નહીં. ક્વોલીટીનું ધોરણ તો કોઇ પણ લેખકે જાળવવું જ જોઇએ એમાં છૂટછાટને કોઇ સ્થાન ના જ હોય પણ કોપી પેસ્ટરીયા – ટ્રાન્સલેટરીયા લખાણ કરતા મૌલિક વિચારોને વધારે માનથી આવકારવા જોઇએ અને પુરસ્કારના ધોરણો પણ વધુ સારા હોવા જોઇએ.
આજ કાલના સ્માર્ટ વાંચકો તો નેટ પર પોતે જ સાઈટ્સ શોધી શોધીને મનગમતું વાંચી લેતા – યુ ટ્યુબ વીડીઓ જોઇ લેતા દેખાય છે. વળી સમાચારો વાંચીને સોશિયલ સાઈટ્સ પર એની ચર્ચાઓ કરતાં પણ દેખાય છે જે મૂળ લેખકો, પત્રકારો કરતાં ય વધુ સારી હોય છે.
મૌલિકતાને પ્રોત્સાહન ના મળતાં એ ધીમે ધીમે મરતી જશે અને ભવિષ્યમાં કદાચ સમાચાર પત્રો કે મેગેઝિનની જરુર જ નહીં રહે.
-સ્નેહા પટેલ.
વિકિપેડિયા નું સામાન્ય જ્ઞાન સર્વ ગુજરાતીઓને પહોચાડવું એજ મૌલિકતા છે. બધાજ આધુનિક લેખકો અન્ય ભાષાના વાંચન ના સહારે આર્ટીકલ લખતા હોયછે.
આઓ મિલકર સંકલ્પ કરે,
જન-જન તક ગુજનાગરી લીપી પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
ગુજરાતી કા માન બઢ઼ાએંગે.
બોલો હિન્દી પણ લખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં !
LikeLike