phoolchhab newspaper > Navrash ni pal column > 23-04-2014.
ગુલાબ સાથે રહીને ય રહ્યો એ કંટક,
કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે ?
-અમીન આઝાદ.
શરદપૂનમની અજવાળી રાત હતી . દિશાને પૂનમનો ચંદ્ર જોતાં જ એના ગમતીલાં કૃષ્ણ ભગવાન યાદ આવી ગયાં અને સાથે એના મમ્મીએ સંભળાવેલી વાત યાદ આવી ગઈ,
‘ કાનુડાં કામણગારાએ ગોપીઓ સાથે રાસક્રીડા રચેલી અને આનંદનો પર્વ ઉજવેલો ત્યારથી આ પૂનમ રાસપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે, વળી આ રાતે ચંદ્રમાં અમૃતનો વાસ થાય છે એથી એના કિરણો દિવ્ય હોય છે.’
તરત દિશા બારી આગળ જઈને ઉભી રહી ગઈ. બારીમાંથી ચળાઈને આવતા ચંદ્રના કિરણો એના તન પર ઝીલવા લાગી. અનાયાસે એની આંખો બંધ થઈ ગઈ. ચંદ્રની ચાંદનીમાં તરબતોળ થતી દિશાને જાણે પરમાત્મા સાથે ધ્યાન લાગી ગયું હતું. દિવ્ય સમય શીતળ પવન સંગાથે વહી રહ્યો હતો અને દિશાના કર્ણપટલ ઉપર એના મોબાઈલની રીંગ અથડાઈ. સમાધિ તૂટયાનો શોક પાળતી દિશાએ પલંગ પર પડેલાં મોબાઈલમાં જોયું તો એ ‘વોટસઅપ’ના મેસેજની રીંગ હતી. જમણી બાજુના ખૂણામાં લીલા કલરની નાનકડી લાઈટ સળગી રહી હતી.
દિશાએ સ્ક્રીનલોક ખોલીને જોયું તો એના પરિણીત બોસ જયનો એક ‘નોનવેજ’ મેસેજ હતો.
આજના જમાનામાં લોકોને આવા ‘સેક્સટિંગ’ની કોઇ નવાઈ નથી રહી. પર્સનલી દિશાને આવા મેસેજીસ ના ગમે પણ સામે બોસ હતાં, રીપ્લાય તો આપવો પડે ને… બીજું કંઇ ના સૂઝતાં એણે સામે મેસેજ વિન્કીંગ યાને કે ‘આંખ મારતું સ્માઈલી’ મોકલ્યું ને ગુડનાઈટ કહીને ફોન બંધ કર્યો.’ આ ફ્રી મેસેજીસે તો લોકોના જીવનની વાટ લગાવી દીધી છે.છેલ્લાં મહિનાથી પરિણીત અને પચાસ વર્ષના જયસરને આવા મેસેજીસ મોકલવાની ટેવ પડી ગઈ છે, આ બધું આગળ વધે એ પહેલાં એનું કંઇક કરવું પડશે, કોઇક રસ્તો શોધવો પડશે…’ વિચારતાં વિચારતાં દિશાની આંખો ઘેરાવા લાગી અને ક્યારે બંધ થઈ ગઈ એ પણ ખ્યાલ ના રહ્યો.
બીજા દિવસની સવારે રાબેતા મુજબ પરવારી અને દિશા ઓફિસે જવા ઉપડી.ઓફિસે પહોંચીને હજી તો એ પોતાનું ટેબલ સરખું કરતી હતી ત્યાં જયસરનો ફોન આવ્યો.
‘દિશા..અંદર આવજે તો..’
અને દિશા જયસરની ઓફિસમાં ગઈ.
‘આજે વાતાવરણ બહુ સરસ છે નહીં દિશા ?’
અને જય સર દિશાના કાળા સ્લીવલેસ અને ઢીંચણથી લગભગ પા વેંત ઉંચા ડ્રેસમાંથી દેખાતાં ગોરા ગોરા બદન ઉપર એક લાલસાભરી નજર નાંખવા લાગ્યાં. દિશા બહુ જ સુંદર હતી અને એને એ વાત બરાબર ખબર હતી. વળી એની ડ્રેસિંગ સેન્સ પણ સારી હતી જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી હતી. એને પુરુષોની આવી નજરનો બહુ અનુભવ હતો. એટલે એણે આ નજરને બહુ મહત્વ ના આપ્યું અને લાગલી જ નજર બારીમાંથી બહાર નાંખીને સાવ સામાન્ય લાગતા વાતાવરણને જોઈને મનમાં ઢગલો ગાળો દઈને ‘બોઝ ઇઝ ઓલવેઝ રાઈટ’ મંત્ર યાદ કરીને જયસરની ‘હા’ માં ‘હા’ મિલાવી.
જય સર ખુરશીમાંથી ઉભા થયા અને દિશાની એકદમ નજીક આવી ગયાં. દિશા પોતાની જાતને થોડી અનકમફર્ટેબલ અનુભવવા લાગી, પણ કશું ના બોલી. એની ચુપકીદીથી જયની હિંમત વધી અને એણે દિશાનો હાથ પકડી લીધો,
‘દિશા, યુ આર સો બ્યુટીફુલ..આજે લંચમાં બહાર જઇશું ?’
દિશા થોડી ચમકી, જય સરની નિયત વિશે એને કોઇ જ શંકા ન રહી. ‘વાતને અહીંથી જ સુધારી લેવી હિતાવહ છે’ વિચારતા જવાબ વાળ્યો,
‘સર, મારો હાથ છોડશો પ્લીઝ..બાકી લંચ લેવામાં મને કોઇ વાંધો નથી.’
‘દિશા, આ સંગેમરમરમાંથી તરાશેલો નાજુક હાથ છોડવાનું મન નથી થતું ‘ અને બેશરમીથી દિશાને આંખ મારી.
હવે દિશા બરાબર અકળાઈ.
‘સર, મને લાગે છે કે તમને કોઇક ગેરસમજણ થઈ રહી છે.તમે સમજો છો એવી છોકરી નથી હું.’
‘હું તને બરાબર જાણું છું દિશા, છેલ્લાં છ મહિનાથી તું અહીં કામ કરે છે, ચાર મહિનાથી આપણે મેસેજીસમાં રાતોની રાતો વાત કરીએ છીએ..આનાથી વધુ શું બાકી હોય ? તું એક બ્રોડમાઇન્ડેડ આધુનિક , સુંદર છોકરી છું. તારી બોલવાની છટા, લેટેસ્ટ ડિઝાઈનના કપડાં, બ્રાન્ડેડ પરફ્યુમ, સીધા લીસા વાળ, ગોરી ત્વચા…આહ, હું તારો આશિક થઈ ગયો છું ! ‘
‘સર, તમે આ શું બકવાસ કરો છો ? તમે મેસેજીસ મોકલ્યાં અને મેં બે ઘડીની ગમ્મત સમજીને વાંચ્યા એનો મતલબ એમ નહીં કે…છી..છી..છી..! વળી મારી પોસ્ટ છે એ પ્રમાણે મારે આ રીતે સજીધજીને કાયમ ફ્રેશલુક રાખવો જ પડે આ મારી નોકરીની માંગ છે અને મારો સ્વભાવ. તમે પણ ઇન્ટરવ્યુ વખતે આ લુક જોઇને જ મને નોકરી આપી હતી ને… આ બધી તો બહુ કોમન ટોક છે. આનો મતલબ એવો નહીં કે ઓફિસના કામ સિવાયની તમારી દરેક માંગણીઓ પૂરી કરવાને હું બંધાયેલી છું…તમારી દકિયાનૂસી વિચારસરણીના દાયરામાંથી બહાર આવો ‘
‘અરે, પણ તું તો મારા નોનવેજ જોકસના પણ જવાબો આપે જ છે ને..’
‘ઓહ, તમે મારી ઉદારતાનો આવો અર્થ કરશો એવી તો મને ખબર પણ નહતી ? નોકરી આપતી વખતે તમે મારી લાઇફસ્ટાઈલ અને આ જ એટીટ્યુડથી ઇમ્પ્રેસ થઈ ગયેલા, હવે મારા આ જ મોર્ડન વર્તનને તમે તમારી રીતે મૂલવો છો અને હું ગમે તે કરવા તૈયાર થઈ જઇશ જેવી માંદલી માનસિકતાને વરી બેઠા છો એમાં મારો શું વાંક ? તમારી વિચારસરણીના તમે ગુલામ હોઇ શકો હું તો નહીં જ ને… આજના જમાનામાં આવા જોકસની કોઇને નવાઈ નથી, પણ એનો મતલબ એવો નહી કે એ વાંચી લેનારી બધી ય સ્ત્રીઓ તમારી સાથે ડેટ પર આવવા તૈયાર થઈ જશે. તમારી સાથે બેસીને સેન્સુઅલ મૂવી જોઈ શકનારી કે ગમ્મતમાં ખભે ધબ્બો મારી દેતી સ્ત્રી તમારા ઘરે કે બિસ્તર સુધી આવવા માટે તૈયાર હોય એવું તો સહેજ પણ ના વિચારશો. આજની સ્ત્રીઓ ખૂબ જ સ્માર્ટ અને કોન્ફીડન્સ્ડ છે, વળી સ્ત્રીઓને તો ‘સિકસ સેન્સ’ની અદભુત ગોડ ગિફ્ટ વારસામાં જ મળી હોય છે. એથી એ સમય પ્રમાણે ચાકુ જેવી તેજતર્રાર, મધ જેવી મીઠી, મરચાં જેવી તીખી કે લીંબુ જેવી ખાટી પણ થઈ શકે છે. તમારી નોકરી માટે નેસેસરી મોર્ડન લુકની જરુરિયાત પૂરી કરતી સ્ત્રી કોલગર્લ તો નથી જ એ વાત ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી છે. અમારું ડ્રેસિંગ, અમારું લાઈકીંગ -ડિસલાઇકીંગ બધું ય અમારી મરજી..એનો આડો અવળો કે મનગમતો અર્થઘટન કરવાની તમને કોઇ સત્તા નથી. આજથી આટલી વાત ગાંઠ બાંધી લેશો તો તમારા માટે જ સારું રહેશે નહીં તો ભવિષ્યમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.ઓફિસનું કામ હોય તો કહો.. નહીં તો હું બહાર મારી જગ્યાએ જઉં છું…’
અને કોઇ જ્વાબની રાહ જોયા વગર જ જયને હક્કો બક્કો મૂકીને દિશા રુમમાંથી બહાર નીકળી ગઈ.
અનબીટેબલ : લાખો ફૂલોની હત્યા કરી શકાય પણ વસંતને આવતી તો ના જ રોકી શકાય.
-સ્નેહા પટેલ
કામના સમયે કામુકતાને વશ થનાર બોસને તેની મર્યાદા અપાવી યુવતી પોતાનાં ચારીત્ર્યનું સમય સર યોગ્ય રીતે રક્ષણ કર્યું આપનો લેખ પ્રેરક છે આજના સમય માટે જ્યારે નેટ નાં કલ્પતારુવાદમાં રાચતા સુખોને વિવેકની દૃષ્ટિ જગાવવા
LikeLike
કામના સમયે કામુકતાને વશ થનાર બોસને તેની મર્યાદા અપાવી યુવતી પોતાનાં ચારીત્ર્યનું સમય સર યોગ્ય રીતે રક્ષણ કરી શકે છે..આપનો લેખ પ્રેરક છે આજના સમય માટે જ્યારે નેટ નાં કલ્પતારુવાદમાં રાચતા સુખોને વિવેકની દૃષ્ટિ જગાડવા જેવો આપનો લેખ પ્રેરક બની રહેશે…..
LikeLike
તમારી વિચારસરણીના તમે ગુલામ હોઇ શકો હું તો નહીં જ ને… \
આજની સ્ત્રીઓ ખૂબ જ સ્માર્ટ અને કોન્ફીડન્સ્ડ છે, વળી સ્ત્રીઓને તો ‘સિકસ સેન્સ’ની અદભુત ગોડ ગિફ્ટ વારસામાં જ મળી હોય છે. એથી એ સમય પ્રમાણે ચાકુ જેવી તેજતર્રાર, મધ જેવી મીઠી, મરચાં જેવી તીખી કે લીંબુ જેવી ખાટી પણ થઈ શકે છે. hmmmmm bahu jordar vat….. aaje aavu ghani khari jagyae bantu j hoy che.. ane avo sjjad javab… vah bahu gamyooo……….
@sneha …… dear…….tari aa j vat mane game che…….. loko pustako vanche tu manas vanche che…… ane atle j tu dil thi lakhi shake che… ane taru lakhan aamara dil ne poche che…. …… 🙂
LikeLike
બહુ સરસ.
LikeLike
jyare boos first time non veg joke ke vat kahe tyare j boli nakhvu joitu hatu. to vat tya thi j puri thai jat.
LikeLike