તું એવું બાળક છે !

Gazalvishwa-,march 2014

Gazalvishwa-,march 2014

IMG_20140329_135417

– તું એવું બાળક છે !

થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.

સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ.

8 comments on “તું એવું બાળક છે !

  1. સાવ સીધા સવાલના ઉત્તર.
    દઈ શકે છે તું એવું બાળક છે.
    -સ્નેહા પટેલ. Aaha… 🙂

    Like

  2. શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
    આ હવા પણ બહુ ભયાનક છે.

    સાવ સીધા સવાલના ઉત્તર.
    દઈ શકે છે તું એવું બાળક છે.
    Khub j sunder aasvadhya gazal..abhinandan.

    Like

  3. એકદમ સરળ, સહજ છતાં દમદાર અને અદ્‍ભુત ગઝલ, બિલકુલ સ્નેહા જેવી…થોડામાં ઘણું બધું કહી જાય છે…દરેક શેર લાજવાબ…આફ્રીન…
    (૧) “થોડો વરસાદ છે ને ઠંડક છે, બહાર ભીતર બધુંય માદક છે”…
    વરસાદ પડતો હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય ત્યારે એક પ્રેમિકાને પોતાનો પ્રેમી યાદ આવે ત્યારે તે તેના સાથ ની કલ્પનામાં સરી પડે છે આથી પ્રેમિકાને બધુ માદક લાગે છે”…
    (૨) “સૂર્ય આડે ધરી હથેળી તેં, એથી થોડી ઘણીય ટાઢક છે”…
    પ્રેમિકાના ચહેરા પર સૂર્યનો તડકો આવતો હોય ત્યારે પ્રેમી પોતાની હથેળીને સૂર્ય આડે ધરે છે જેથી પોતાની પ્રિયતમાને ટાઠક એટલે કે થોડીઘણી રાહત લાગે”…
    (૩) “જુઈની વેલ બારીએ આવી, એય જાણે કોઈની ચાહક છે” (અદ્‍ભુત અને આ ગઝલનો મારો ગમતો શેર)…
    ઘરમાં રાખેલા કુંડામાં કે ફળીયામાં વાવેલી જુઈની વેલ શિશુ અવસ્થામાંથી થઈને તરુણાવસ્થા તરફ આગળ વધતી વધતી યુવા અવસ્થામાં પગરવ માંડે અને બારીએ ડોકાયા કરતી હોય ત્યારે એમ લાગે કે જાણે કોઈ પ્રેમિકા પોતાના ઘર પાસેથી પસાર થતા પ્રેમીને જોવા બારીએ આવે, તેમ જાણે જુઈની વેલ પણ કોઈની ચાહક હોય તેમ બારીએ આવી, કવયિત્રીની કેટલી અદ્‍ભુત અને રોમેન્ટીક કલ્પના…
    (૪) “કેમ કહેવું છુટે નહીં લજ્જા, કંઈક ઈચ્છાઓ મનમાં નાહક છે”…
    જેમ કોઈ છોકરી કોઈ છોકરાના પ્રેમમાં હોય અને તે છોકરાને પોતાના મનમાં રહેલી ઈચ્છાઓ કહેવા માગતી હોય પણ શરમને લીધે ન કહી શકતી હોય તેનું સુંદર વર્ણન…
    (૫) “ઢોલ યાને કે એક મરેલી ત્વચા, ને વગાડે છે કેવો વાદક છે ?”
    એક મરેલા ઢોરનું ચામડું જેને પ્રોસેસ કરીને “ઢોલ” ઉપર ચડાવવામાં આવે છે તેને એક વાદક એટલે કે “વગાડનાર” વગાડે છે…મારા ખ્યાલથી અહીં કવયિત્રી એવું કહેવા માગે છે કે (I’m not sure, may be wrong) એક મરેલી ત્વચાના બનેલા ઢોલને પણ જો “સાજિંદો” વગાડે તો તેમાંથી પણ તાલ ઉદભવે છે ત્યારે તે સંગીતમાંથી નાચવાનું-ગાવાનું મન થઈ જાય છે તેવી જ રીતે પ્રેમ પણ નિરાશ-હતાશ વ્યક્તિને જીવન જીવવાનું જોમ અને નવજીવન બક્ષે છે…
    (૬) “શ્વાસ રૂંધાય ત્યારે લાગે કે, આ હવા પણ બહુ ભયાનક છે”
    (શ્વાસ રૂંધાવાના ઘણા કારણો હોઈ શકે, જેમ કે હવાનું પ્રદુષણ, દમનો રોગ હોય ત્યારે…) પણ અહીં આપણે કવયિત્રીની નજરથી જોવાનું છે માટે અહીં રોમેન્ટીક કલ્પના કરીયે તો, જે હવા લોકોને પ્રાણવાયુ પુરો પાડે છે, જીંદગી બક્ષે છે તેજ હવા અહીં શ્વાસને રૂંધે છે, કારણ કે એક પ્રેમિકાને પોતાના પ્રેમીની વિરહની વેદના સતત સતાવે છે માટે શ્વાસ રૂંધાતો હોય એવું ફિલ થાય છે…માટે અહીં કહ્યું છે કે “આ હવા પણ બહુ ભયાનક છે”…વાહ શું કવયિત્રીની કલ્પના…
    અને આ ગઝલનો છેલ્લો શેર છે,
    (૭) “સાવ સીધા સવાલના ઉત્તર, દઈ શકે છે તું એવું બાળક છે”…
    જેમ એક સીધા-સાદા સવાલનો જવાબ એક બાળક પણ દઈ શકે, એટલે કે બાળકને પ્રેમ આપો તો તે પણ બદલામાં પ્રેમ આપશે, નહીંતર બાળક તો દુનિયાદારી થી અલિપ્ત છે તેને શું સવાલ અને જવાબમાં ગતાગમ પડે, તેમ અહીં પ્રેમિકા પોતાના પ્રેમીને એક બાળક સાથે સરખાવે છે કે તું તો બાળક જેવો એકદમ નિર્દોષ, નિખાલસ, નિષ્કપટ, સરળ અને ભોળો છે, એટલે જ તું મને વધારે ગમે છે અને એથી જ તને પ્રેમ કરું છું – ચાહું છું…
    આ તો મેં આ ગઝલને મારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ યોગ્ય રીતે ન પણ સમજી શક્યો હોય, તો ક્ષમા કરશો…
    – અમિત બી. ગોરજીયા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s