કહેવાય છે

 

ધીમે ધીમે જે ખૂલે એને શરમ કહેવાય છે
બાકી સઘળા ભેદ છે અથવા ભરમ કહેવાય છે.

એ ન હો એવી ક્ષણોને માત્ર ગમ કહેવાય છે
પ્રિય છે એથી જ એને પ્રિયતમ કહેવાય છે.

એની ઋતુમાં જ વરસે તેને કહીએ વાદળા
સાદ દેતા ભીંજવે એને સનમ કહેવાય છે.

જન્મદિવસ જેમ નોંધી રાખવા જેવો જ છે
તું મળે ત્યારે થયેલો પણ જનમ કહેવાય છે.

રોજ મળીએ ને છૂટા પડીએ તો એવું થાય છે
કેટલું કહેવું હતું ને કેમ કમ કહેવાય છે !

હાથ પથ્થર પર મૂક્યો તો એને પણ ફુટી કૂંપળ
સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.

એને ચાહું છું અને પૂજા કરું છું એમની
પ્રિય જે કહેવાય છે તે પણ પરમ કહેવાય છે.

-સ્નેહા પટેલ.

11 comments on “કહેવાય છે

 1. સુંદર મુક્તક.. જો કે શરમ અને ભરમ જેવા કાફિયા મત્લામાં લીધા પછી મરમ, કરમ, નરમ જેવો કફિયો બિજા શે’ર્માં વાપરવો જોઇએ.. ‘જનમ’ શાસ્ત્રીય રીતે ના ચાલે…

  Like

 2. અતિ સુંદર …
  જન્મદિવસ જેમ નોંધી રાખવા જેવો જ છે
  તું મળે ત્યારે થયેલો પણ જનમ કહેવાય છે.

  તમારી રચના વાંચી …મનહરલાલ ચોક્સી ની એક પંક્તિ યાદ આવી ગયી ….

  ઉત્સવોની રાહ હું જોતો નથી,
  તું મળે છે એટલે તહેવાર છે

  Like

 3. હાથ પથ્થર પર મૂક્યો તો એને પણ ફુટી કૂંપળ
  સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.
  Khub j sunder pathan ane gazal…enjoyed.

  Like

 4. ધન્યવાદ પ્રવિણભાઈ, પદ્ય તો કેમનું ભૂલાય એ તો મારો આત્મા છે. બસ ગદ્યમાં થોડી બિઝી હતી એટલે પદ્ય પોસ્ટ નહતી કરતી. પદ્યની બુક બહાર પાડવાનો પ્લાન છે એની જ તૈયારીમાં છું. આપ સૌ મિત્રોની શુભેચ્છાઓ છે બસ. આભાર.

  Like

 5. એની ઋતુમાં જ વરસે તેને કહીએ વાદળા
  સાદ દેતા ભીંજવે એને સનમ કહેવાય છે.
  adbhut abhivyakti gazal..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s