-p-hoolchhab paper > navrash ni pal column > 18-07 – 2013 article.
કુછ ભી કાયમ નહીં હૈ, કુછ ભી નહીઁ
ઔર જો કાયમ હૈ, એક બસ મૈઁ હું મૈઁ.
જો પલ પલ બદલતા રહતા હું.
-ગુલઝાર.
સુરેશભાઈ બહારથી આવીને બે હાથમાં માથુ પકડીને ડ્રોઈગરુમના સોફા ઉપર ધબ દેતાંકને ફસડાઈ પડ્યાં. રમાબેન એમના પત્ની બે ઘડી એમને જોઇને ચક્કર ખાઈ ગયા. હજુ બે કલાક પહેલાં જ તો સુરેશભાઈ ચા પીને ફ્રેશમૂડમાં બહાર ગયેલા અને એકાએક આમ માથું પકડીને બેસી ગયા એની પાછળ શું કારણ હશે ? ફ્રીજ ખોલીને કાચ જેવી લાગતી પ્લાસ્ટીકની સુદર બોટલમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને સુરેશભાઈને આપ્યો. સુરેશભાઈએ ગ્લાસ લઈને એકીશ્વાસે એ ગટગટાવી દીધો અને ટ્રાઉઝરના પોકેટમાથી રુમાલ કાઢીને માથાનો પરસેવો લૂછ્યો. એમની હાલત જોઇને રમાબેનના હાથપગ ઢીલા પડવા લાગ્યાં હતાં પણ એ હજુ કશું બોલે એ પહેલાં તો સુરેશભાઈ જ બોલી ઉઠ્યાં.
‘રમા, ઠાકોરને એટેક આવ્યો.’
‘હેં…ક્યારે..કેવી રીતે..?’ રમાબેને articleલારા ચાવવા લાગ્યાં.
‘અડધો કલાક પહેલાં જ. એનો દીકરો અને વહુ એને લઈને હોસ્પિટલ લઈ જતા હતા ને મેં એમને જોયા એટલે હું પણ એમની સાથે જ ગાડીમાં બેસી ગયો. મારાથી ઠાકોરની હાલત જોવાતી નહતી. બહુ તડ્પતો હતો એ.’ અને સુરેશભાઈની આંખના ખૂણા ભીના થઈ ગયાં. ઠાકોરભાઈ એમના ખાસ લંગોટીયા મિત્ર હતાં. સુરેશભાઈ રમાબેન આગળ કોઇ વાત છુપાવી દે પણ ઠાકોરભાઈ સાથે એમનો શ્વાસ અને ધડકનનો સંબંધ. એટલે રમાબેન એમની હાલત સમજી શક્તાં હતાં. એમની પાસે બેસીને એમને શાબ્દિક સાંત્વના આપવા લાગ્યા.
ઠાકોરભાઈ ઉપર એન્જીઓગ્રાફી કરીને એન્જીઓપ્લાસ્ટી કરાઈ અને એમ છતાં હાલતમાં જોઇએ એવો સુધારો ના થતા મહિના પછી એમની ઓપન હાર્ટ સર્જરી કરવાનુ ડોકટરોએ વિચારેલું. ભવિષ્યની ઓપન હાર્ટ સર્જરીના માનસિક ભયના ઓથાર હેઠળ જીવતાં ઠાકોરભાઈ એન્જીઓપ્લાસ્ટના ઓપરેશન પછી પથારીમાં ઉભા જ ના થઈ શક્યાં. દિવસે દિવસે એમની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી.ડોકટરો દવા બદલી બદલીને -રિપોર્ટ કઢાવી કઢાવીને અને ઘરના સેવા કરી કરીને થાક્યાં હતાં. વળી આજની મોંઘવારીમાં માંડ બે ટંકના રોટલા નસીબ થતા કુટુંબની બચતના પૈસાનું પાણી થતું જતું હતું એ નફામાં. માનસિક, શારિરીક અને આર્થિક તકલીફોએ ઠાકુરભાઈની બોલતી સાવ બંધ કરી દીધી હતી. આખો દિવસ પથારીમાં પડ્યા પડ્યા ઉપરની છતને તાક્યાં કરતાં. ખાવાપીવા-જીવવાનો મોહ લગભગ છોડી દીધેલો.કાયમ જીવંત રહેતાં ઠાકોરભાઈના કટકે કટકે થતા મોતના સુરેશભાઈ સાક્ષી હતાં. એમની હાલત જોઇને એમને એમના ભાવિના કડવા વિચારો આવી જતાં.
એક રાત્રે ઠાકોરભાઈની તબિયત વધારે બગડી અને તરત જ એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં. ડોકટરોએ એમને વેન્ટીલેટર પર લઈ લીધાં અને ટ્રીટ્મેન્ટ ચાલુ કરી. એક ..બે…ત્રણ દિવસ અને ધીમે ધીમે દિવસો મહિનામાં ફેરવાઈ ગયાં. ઠાકોરભાઈની તબિયત નહતી વધારે બગડતી કે નહતી સુધરવાનું નામ લેતી. એમનો દીકરો, વહુ અને દોહિત્ર હવે એમની સેવા કરી કરીને થાક્યાં હતાં. એક દિવસ એમના પુત્ર રવિ એ સુરેશભાઈ સાથે બેસીને થોડી વાત કરવાની , માર્ગદર્શન લેવાની ઇચ્છા જતાવી .
‘કાકા, પપ્પાની તબિયત સુધરે એવા કોઇ જ અવકાશ નથી. મારા સગાંઓ અને મિત્રો હવે મને વેન્ટીલેટર કાઢીને એમને ઘરે લઈ જવાની સલાહો આપે છે. પણ ડોકટરો ચોખ્ખું કહે છે કે એક બાજુ વેન્ટીલેટર હટાવ્યું ને બીજી બાજુ એમની જીવનદોરી ખતમ..આમ હું જીવતા જાગતા માનવીને કેમનો…’ આગળનું વાક્ય રવિના ગળામાંથી નીકળ્યું જ નહીં અને ડૂસકાંમાં ફેરવાઈ ગયું.
બે પળ તો સુરેશભાઈનું દિલ ધક્ક રહી ગયું. ઠાકોરભાઈના સારા થવા વિશે તો જોકે એમણે પણ આશા છોડી દીધેલી હતી પણ આમ વેન્ટીલેટર કાઢી નાંખવાની વાત તો એમની કલ્પના બહાર હતી. રવિનો વાંક પણ નહતો એ બિચારો એનાથી પૂરતા પ્રયત્નો કરતો હતો. સુરેશભાઈને રવિની જગ્યાએ એમનો પુત્ર અવિ અને પુત્ર્ર અમીના ચહેરા દેખાયા અને શરીરમાંથી એક ઠંડુ લખલખું પસાર થઈ ગયું. થોડીવારના આઘાતમાંથી બહાર આવીને થોડા પ્રેકટીકલ બનીને વિચારતા સુરેશભાઈને રવિની વાત ખોટી ના લાગી. એમણે રવિના ખભે હાથ મૂકીને માથું હલાવીને મૂક સંમતિ આપી અને એ સંમતિનો ભાર ના ઝીરવી શકતા હોય એમ આંખમાં ધસી આવેલ આસુઓને ખાળતા ત્યાંથી બહાર નીકળી ગયાં.
ઘરે જઈને તરત જ એ એક કાગળ અને પેન લઈને કંઈક લખવા લાગ્યાં. લગભગ અડધો કલાક રહીને એમની કલમ અટકી તો સામે બેઠેલા રમાબેન પર એમની નજર પડી.
‘ઓહ, તું અહી…ક્યારની બેઠી છે ?’
‘લગભગ વીસ મીનીટથી. શું લખો છો આટલું તલ્લ્લીનતાથી ?’
સુરેશભાઈએ ઠાકોરભાઈ અને રવિની બધી વાત કહીને રમાબેનને કહ્યું,
‘ના જાણ્યું જાનકીનાથે અને ભવિષ્યમાં આપણી સાથે શું હાલત આવીને ઉભા રહે એની કોઇ ખબર નથી એટલે આજે બેસીને મેં મારું વિલ લખી કાઢ્યું. એમાં સૌથી પહેલાં તો મેં ઠાકોરભાઈ જેવી હાલત હોય તો એક દિવસનો પણ વિલંબ કર્યા વગર મારું વેન્ટીલેટર કાઢી નાંખવાની વિનંતી કરી છે. મારા સંતાનોને મારા જીવન – મૃત્યુ વિશે કપરા નિરણ્યો લેવાની ભયંકર વેદનામાં મારે નથી મૂકવા. તું પણ મારી જે હાલત હોય હિંમત હાર્યા વગર તટસ્થતાથી નિર્ણય લેજે ખાસ કહું છું. જેટલું પણ જીવીએ સુખેથી જીવીશું આપણા નજીકનાઓ ના જીવન પર આપણા જીવનનો ભાર નાંખીને નહીં.હું મારા ડેથ સર્ટીફિકેટ પર જાતે જ સહી કરી રહ્યો છું આને ધ્યાનથી સાચવજે અને સમય આવ્યે ખચકાયા વિના આનો અમલ કરજે પ્લીઝ.’
રમાબેન આંખમાં આંસુ સાથે સુરેશભાઈનો હાથ પંપાળતા એમના નિર્ણય પર ગર્વ અનુભવીને પોતાની મૂક સંમતિ પૂરાવી રહ્યાં હતાં.
અનબીટેબલ: ઘણીવખત માનવીને મોત નહીઁ પણ જીવન ચૂપ કરી જાય છે.
-સ્નેહા પટેલ.
ભાવપૂર્ણ કથા…..સરસ રીતે ગુંથાઈ છે. ખૂબ ગમી. ધન્યવાદ.
(એક સૂચન : નિબંધો કે લેખોમાં છેલ્લે સૂત્ર મૂકી શકાય…તે લખાણનો ભાગ કે સ્વતંત્ર વિચારરૂપે સારું લાગે પણ સર્જનાત્મક સાહિત્યમાં અનબિટેબલ જેવું લખાણ વાર્તાને અંતે “વાર્તાના ભાગરૂપે” કે “સ્વતંત્રરૂપે” પણ ન હોઈ શકે.)
LikeLike
thank you jugalkaka.
LikeLike
સ્નેહાબેન, દરેક સીનીયર સીટીઝને વાચવા જેવી અને સમજવા જેવી ભાવપૂર્ણ વાર્તાના
સર્જન માટે ધન્યવાદ .
LikeLike
ખૂબજ સુંદર ! આવો જ અનુભવ બે માસ પહેલા હું ભારત -આપણા દેશમાં આવેલ ત્યારે મારા નાના ભાઈના મિત્ર નો મને થયેલ, તેમના પપ્પા લંડન થી ઇન્ડિયા પોતાનું બધું સંકેલો કરવા આવેલ, કારણ કે તેઓ લંડન સેટ થવા ઈચ્છતા હતા. દીકરો પોતાના પપ્પા ને મૂકી જોબ ને કારણે લંડન પરત ફર્યો અને પરંતુ બીજે જ દિવસે તેને ઇન્ડિયા પરત આવવું પડ્યું. જે પોતાનું સંકેલવા બાપ આવેલ, તેની કમનશીબી એ કૂદરતે તેનો જ અંત આપી દીધો. પરિસ્થિતિ તે સમયે ઉપર જણાવ્યા મુજબ ની જ હતી. અંતે માં-અને દીકરાએ સાથે મળીને નિર્ણય કર્યો કે વેન્ટીલેટર પરથી પતિ/ બાપ ને હટાવી લેવા, અને હટાવી લીધા બાદ ઘેર લઇ આવતા, એક જ અઠવાડિયામાં તેમનો પ્રાણ છૂટી ગયેલ. વીલ કરવાનું કદાચ રહી ગયેલ..તેઓ ઇન્ડિયાનું ..કશું જ પેક અપ કરી શકેલ નહિ.
LikeLike
અનબીટેબલ: ઘણીવખત માનવીને મોત નહીઁ પણ જીવન ચૂપ કરી જાય છે.
-સ્નેહા પટેલ D Aankh Ma aasu aavi gaya…
LikeLike
જેટલું પણ જીવીએ સુખેથી જીવીશું આપણા નજીકનાઓ ના જીવન પર આપણા જીવનનો ભાર નાંખીને નહીં.
LikeLike
An emotional but realistic Story. Congratulations Snehaben.
LikeLike
ખાસ કરીને સીનીયર સિટીઝને વિલમાં સમાવેશ કરવા જેવો મુદો છે.
LikeLike
ફિલ્મ આનંદનું ગીત જે તમારા લેખને બંધ બેસે છે…
ज़िन्दगी कैसी है पहेली हाए
कभी तो हँसाए, कभी ये रुलाये
कभी देखो मन नहीं जागे
पीछे-पीछे सपनों के भागे
एक दिन सपनों का राही
चला जाये सपनों से आगे कहाँ
जिन्होंने सजाये यहाँ मेले
सुख-दुःख संग-संग झेले
वही चुनकर खामोशी
यूँ चले जाएँ अकेले कहाँ
ज़िन्दगी कैसी है पहेली हाय
कभी तो हँसाए, कभी ये रुलाये…
LikeLike