લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે,
મંઝિલ હો હાથવેંત ને થાકી જવાય છે.
સદીઓનો થાક જાત ઉપર વીંટળાય છે,
આભૂષણો પીડાના ત્વચા ઉપર જડાય છે.
કાઢીને જાત બહાર ચરણમાં ધરી દઈ,
એમ જ હંમેશ પ્રેમની પૂજા કરાય છે.
આંસુનો સ્વાદ પણ કદી મીઠો જ હોય છે,
ખુશીઓમાં કોઇ વાર રડી પણ પડાય છે.
ચૂપચાપ રોજ ચાલ્યાં કરું એ દિશા તરફ,
કોને ખબર કે કેટલો રસ્તો કપાય છે ?
-સ્નેહા પટેલ
મઝલ લાં ……..બી હોય કે ટૂંકી કાપવી તો પડે જ છે .
પગમાં જોર અને હૈયામાં હામ ધરીને બસ ચાલ્યા ….. જ કરો , મઝલ કપાતી
જશે અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવાશે
સરસ મજાનું પ્રેરક કાવ્ય-ગીત ગમ્યું . ધન્યવાદ સ્નેહાબેન .
LikeLike
વાહ સ્નેહાબેન વાહ તમને મારા અભિનંદન તમે કવિઓની દુનિયામાં નામ કાઢશો ,અને તમારી ગજલ મારા સુધી પહોંચાડવા બદલ વિનોદભાઈ પટેલનો આભાર
LikeLike
લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે,
મંઝિલ હો હાથવેંત ને થાકી જવાય છે.
સ રસ ગઝલનો મઝાનો મત્લા
યાદ
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
LikeLike
Saras bhav ane avi j sundar abhivyakti…
LikeLike
કાઢીને જાત બહાર ચરણમાં ધરી દઈ,
એમ જ હંમેશ પ્રેમની પૂજા કરાય છે.khub sundar
LikeLike
મજાની ગઝલ… છંદ પણ લગભગ સાચો થયો છે… વાહ, દોસ્ત…
LikeLike
બહુ સુંદર સ્નેહા બહેન
________________________________
LikeLike
Pingback: ગુજરાતી બ્લોગજગતના કાવ્યપુષ્પો | sneha patel - akshitarak