પોતાના ફીલ્ડમાં (ક્ષેત્ર) થોડા આગળ વધ્યા પછી ઘણાબધાના મગજમાં રાઈ ભરાઈ જાય છે. પોતે એ ફીલ્ડના કર્તા – ધર્તા બનીને એ ફીલ્ડનો કબ્જો જમાવીને બેસી જાય છે. એ ફીલ્ડમાં પ્રવેશ કરવાને ઇચ્છુક દરેક વ્યક્તિએ એમની સંમતિની તીક્ષ્ણ – કડક ગતિવિધીઓ, એમની બાંધેલી વાડની વિચારધારાઓમાંથી પસાર થવું પડે તો જ એમનું કાર્ય માન્ય ગણાશે. વળી પોતે તો ‘ધ બેસ્ટ’ જ છે એવું સાબિત કરવા એડી-ચોટીનું જોર લગાવીને પણ શિખર પર ઉભા રહેવા માટેના ફાંફા મારતા દેખાય છે. એમની મનાસિકતાનું તો કંઇ ના થઈ શકે..
પણ મારા દોસ્તો તમને લોકોને એક વાત જરુર કહીશ..તમે દરેક જણ તમારા પોતાનામાં અનન્ય છો. તમારી સફળતા તમારા કામ, આત્મવિશ્વાસ, લગન અને પ્રામાણિકતાથી નક્કી થાય છે નહીંકે આવા બની બેઠેલા ઠેકેદારોથી. સો કીપ ઈટ અપ. . . . એવી કોઇની સાડાબારી રાખવાની જરુર નથી.
આમ તો કોઇને ખાસ ઉદ્દેશીને નથી લખ્યું..પણ જેને પણ બંધબેસતી હોય કે એવી પાગડીઓ પહેરવાનો શોખ ધરાવતા હોય એ આરામથી આ પાઘડી પહેરી શકે છે.
-સ્નેહા પટેલ.
Snehaben,
You are absolutely right in your assessment about the so called laureates.I think your suggested cap of common size will fit most of them.
LikeLike
નવું જન્મતું બાળક તો શું શેરીમાં રખડતા ગલુડીયાઓ, પશુ પક્ષીઓએ આ દુનિયામાં અવતરતા પહેલા કોઈની મંજુરી લઈને આવતા નથી.
આવડું લાંબુ અનબીટેબલ લખ્યું? 🙂
LikeLike
એક વિચાર છે આમાં…જે મારા રેફરંસ માટે લઈ શકાય કોઇ પણ વાર્તામાં..એટલે જ ખાલી અનબીટેબલ લખ્યું..નંબર નથી આપ્યો. મારો બ્લોગ મિત્રોને કદાચ ના સમજાય પણ મારીલખવાની વિચિત્ર સ્ટાઈલ ને સપોર્ટ કરે એ રીતે અપડેટ કરું છુઁ..અને એ માટે મિત્રોને પડતી તકલીફની માફી પણ માંગુ છુઁ.
LikeLike
.તમે દરેક જણ તમારા પોતાનામાં અનન્ય છો. તમારી સફળતા તમારા કામ, આત્મવિશ્વાસ, લગન અને પ્રામાણિકતાથી નક્કી થાય છે નહીંકે આવા બની બેઠેલા ઠેકેદારોથી… aa rahyo taro vichar 🙂
LikeLike