મિત્રો, મારી ‘નવરાશની પળ કોલમ’ ના આવનારા પુસ્તક માટે આપના અભિપ્રાય માંગવાનો છેલ્લો પ્રયાસ. આગળ જે પણ મિત્રોએ એમની શુભેચ્છાઓ અને અભિપ્રાયો આપ્યાં છે એ બધાં હું મારી પુસ્તકમાં સમાવવાની કોશિશ કરું છું. આપ પણ આપની વાત નિષ્પક્ષ રીતે અને બેધડક કહી શકો છો. એ જ શબ્દો અને એ જ સ્ટાઈલમાં બુકમાં છપાશે.
મારા પહેલાં પુસ્તક સાથે આપ સૌ મિત્રોની યાદ વણી લેવાનો જ હેતુ છે. હંમેશાથી આપ સૌએ મને પ્રોત્સાહન આપ્યું છે એમ જ ભવિષ્યમાં પણ આપતા રહેશો એવી આશા સહ,
ગુડનાઈટ.
-sneha patel.
તમારી વેબસાઈટ બહુ સુંદર છે.
M.D.Gandhi, U.S.A.
LikeLike
પુસ્તક માટે , અત્યારથી જ મસ્ત શુભકામનાઓ 🙂
LikeLike
so sweet 🙂
LikeLike
અગાઉ થી ખુબ ખૂબ અભિનન્દન અને શુભેચ્છા સહ ,આપ, આપનુ , પુસ્તક [પ્રથમ પુસ્તક છપાસેતે] આપ્ની વેબ, બ્લોગ્ંન્સ્ વિગેરે વિગેરે પણ કોઈએ પ્ર્ર્થમ પુસ્તક અને સાથે કોઈ સાહિત્ય આપ્યુ હોય તેનો અભ્યાસ અભ્યાસી તરીકે વાચી પછી તમારાબીજા પુસ્તક રુપે ગીત,કે ગજ્જલ. કે ???!!!{[ એક ભાઈ p,h,d પદવી લીધી તેના બહુમાન માટે એના નાના ગામ સમારભ્થ ગોથવાયો ગામના ભણેલા વડિલને આમ્ંત્રણ્ણ આપવા ગયો…..!!!Phd વાળા ભાઈના મિત્રને ફોન આવ્યો સાહેબે હાલ પુર્તો મોકુફ રાખ્યો છે આભાર ભાર વગરર્નો ]}
LikeLike
I am very happy that Your book…‘નવરાશની પળ: is going to publish in short time. Good luck…I have confidance in you that your book will get great response in our Gujarati literature…I can not wait to see your book..
LikeLike
’નવરાશની પળ’ મારી પ્રિય કોલમ છે. દરુ ગુરુવારે હું આપના બ્લોગ પર તે પ્રકાશીત થાય તે માટે રાહ જોતો હોઉ છું. મને ખબર છે કે આ કોલમ ફુલછાબમાં દર બુધવારે પ્રકાશીત થાય છે પણ સ્વાભાવિક છે કે કોઈ પણ લેખક કે લેખીકા જે દિવસે અખબારમાં કે અન્ય પ્રીન્ટ માધ્યમોમાં તેમના લેખ છપાય તેના તે દિવસે નેટ પર પ્રસિદ્ધ ન કરે. પ્રીન્ટ મીડીયાની એટલી વ્યાજબી અપેક્ષા લગભગ બધા કોલમીસ્ટો પુરી કરતાં હોય છે.
આ કોલમમાં આપ સાંપ્રત સમયની એકાદ સમસ્યા, ગુંચવણ કે ઉલઝન ને આધુનીક શૈલીમાં પ્રવાહી રીતે રજુ કરો છો અને છેવટે વાચકને તે કશાક પરીવર્તન માટે, કશુંક નવી દીશામાં વિચારવા માટે કે ઘરેડીયા જીવનમાંથી સહેજ હટકે નવી રીતે જીવન જીવવા માટે વિચાર કરતો કરી મુકે છે. આપની ભાષા સાંપ્રત સમયમાં બોલચાલમાં ઉપયોગમાં લેવાતી હોય તેવી તથા વાચકને પહેલેથી અંત સુધી વાંચન સાથે જકડી રાખે તેવી છે. હજુએ આપની કલમને વધારે કસવાની આવશ્યકતા છે પણ સતત લેખનના અભ્યાસથી આપ એક પ્રસિદ્ધ લેખીકા તરીકે નામના પ્રાપ્ત કરી શકો અને વર્તમાન પેઢીને આપના લેખો પ્રેરણાદાઈ બની રહે તેવી શુભેચ્છા સાથે પ્રથમ પુસ્તક પ્રકાશન માટે ખૂબ ખૂબ અભીનંદન..
અતુલ
એક વાચક
LikeLike
thank you very much Vishwadeepji !
LikeLike
તમે ખરેખર નિષ્પક્ષ અભિપ્રાય આપ્યો છે અતુલભાઈ. કોલમની ડેડલાઈન સાચવવી બહુ અઘરી હોય છે એમાઁ પણ હુઁ સતત 4-5 કોલમ એક સાથે લખતી હતી.એ જ કારણથી બે કોલમ તો છોડી દીધી. મારું વાંચન બહુ જ કંગાળ છે. આ જે પણ લોકપ્રિયતા મળી છે એ મારી કોઈ પણ ઘટનાને અલગ જ એઁગલથી જોઈ શકવાની કુદરતી બક્ષિસના કારણે જ મળી છે જેમાઁ મેં મારી અપૂર્વ મહેનત જ કામે લગાડી છે. પુસ્તક પ્રસિધ્ધ થાય પછી થોડો વિરામ લઈ લઈશ….બહુ બધું વાંચીશ અને હા લખવાનો મહાવરો તો નહી જ છોડું એ પછી થોડા સમય બાદ એક મજબૂત કસાયેલી કલમ સાથે પાછી આવીશ. આ નેટ્ની દુનિયા છોડવી છે પણ તમારા જેવા વાંચક કમ સમજુ મિત્રો જેમની ઘણી ખરી કોમેંટ્સ મારી વાર્તા કરતાં પણ વધુ સરસ હોય છે એ લાલચ છૂટતી નથી. હરિ ઇચ્છા બળવાન !
LikeLike
આ નેટ્ની દુનિયા છોડવી છે.
જ્યાં સુધી છોડવું છે તેવો ભાવ છે ત્યાં સુધી વળગણ રહે. જ્યારે વળગણ છુટી જાય ત્યારે છોડવું સહજ બને. ફળ જ્યારે પરીપક્વ બને ત્યારે તે ખરી પડે કાચું હોય તો તેને તોડવું પડે. નેટની દુનિયા છોડશો નહીં, છુટી જાય ત્યારે પકડવા ન મથશો.
પુસ્તક અને અન્ય વાંચન ઉપયોગી છે તેમ છતાં વધારે જ્ઞાન રોજબરોજની ઘટનાઓમાંથી અને જીવંત મનુષ્યોના એક બીજા સાથેના વ્યવહારો પરથી મળે છે. વાંચનારો કોઈ અન્યના વિચારો ટાંક્શે જ્યારે તમે તમારા વિચારો ટાંકો છો એટલે તે ફ્રેશ લાગે છે…
LikeLike
Congratulations for your first book. 🙂
LikeLike
thnx preeti !
LikeLike
લખવાની ખંજવાળ તો આ હાથ ને ભી બૌ છે… પણ હાથ ભીના બૌ રહ્યાં કરે છે…
છતાં આટલું તો જરૂરથી કહીશ કે…
“તમારી સફળતા ની સીડી માં આમારી શુભેચ્છા ઓ નું એક પગથીયું..
તમે વધતા જ રહો આગળ ને છાપ સાથે રહીજાય ત્યાજ એ પગથીયું…
મસ્તક જૂકાવી એ છાપ પર સફળતા ની સીડી હું પણ બનાવું…
જીવન ના આ ધ્યેય ને પામવા ઈચ્છા છે કે ગુરુ આપ ને બનાવું.”
આ લખવા માં કદાચ ભૂલચૂક હશે પણ હ્રદય ના ઊંડાણ થી આપેલી શુભેચ્છા ઓ માં કોઈ ભૂલચૂક નથી જેની નોંધ લેવા વિનંતી… 🙂 આપ ના પ્રકાશીત થઇ રહેલા નવા પુસ્તક માટે.. આપ ને ખુબ ખુબ શુભકામના ઓ અને અભિનંદન…
મેં તમને FB પર એક message કર્યો છે આશા છે કે તમે એનો ભી reply આપશો… ધન્યવાદ..
લી.આપ નો તાજો.. અને (હજુસુધી)એકતરફી શિષ્ય…
LikeLike