કહેવી છે એ વાત બાકી રહે,
અને એક શરુઆત બાકી રહે.
હજારો વખત વાતચીત થાય છે,
કરોડો સવાલાત બાકી રહે.
તને ચાહવામાં જ હું વ્યસ્ત છું,
ગુનાની વકીલાત બાકી રહે.
હું સમજું છું સમજાવી શકતી નથી,
ને મારી રજૂઆત બાકી રહે.
રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે.
-સ્નેહા પટેલ.
hmmm….
LikeLike
રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે.
બધા પ્રેમીઓની આ જ હોય છે અનુભૂતિ .
પ્રેમ ભરી નજર વાણીની જગ્યા લઇ લે છે .
LikeLike
હું સમજું છું સમજાવી શકતી નથી,
ને મારી રજૂઆત બાકી રહે.
રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે. DIL NE VAAT AKDAM SARAS CHE
LikeLike
વાહ.. મસ્ત ગઝલ…..
LikeLike