નથી…

હેત છે કે હૈયામાં માતુ નથી,

એ ય સાચું છે કે છલકાતું નથી.

 

સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,

રાગ જાણીતો કોઈ ગાતું નથી.

 

હેમથી શણગારી છે આ પાંખને,

ઉડવું છે પણ ક્યાંય ઉડાતું નથી.

 

જેની ચાહતમાં રગેરગ રિકત થઈ,

પ્રેમનું અમૃત તે પાતું નથી.

 

માર્ગ પણ કેવો મળ્યો અચરજ ભર્યો

ચાલવા માટે ય થોભાતું નથી.

-સ્નેહા પટેલ.

5 comments on “નથી…

  1. अपना काम है सिर्फ मोहब्बत बाक़ी उस का काम,
    जब चाहे वो रूठे हम से जब चाहे मन जाए.

    Like

  2. સ્નેહાબેન, સરસ ગઝલ બની છે – અભિનંદન.
    જનરલી ગઝલનાં બે શેર વચ્ચે એક સ્પેસ હોવી જોઇએ,જે અહી મીસીંગ છે પ્લિઝ મેઇન્ટેઇન કરી લેશો.
    મારી ગઝલો માણવા અનુકૂળતાએ મારી વેબસાઇટ http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ…..

    Like

  3. પહેલો અને છેલ્લો શેર ખૂબ સરસ થયા છે.. છંદ પણ બરાબર જળવાયો છે…

    અભિનંદન અને શુભકામનાઓ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s