http://www.gujaratguardian.in/E-Paper/02-03-2013Suppliment/index.html
Gujarat guardian paper > Take it easy column > article no : 28. Date :03-2-2013
સામાન્યતઃ આપણે જાણીએ જ છીએ કે વિ-જ્ઞાન એટલે ઊંડું – ઉચ્ચ પ્રકારનું – સવિશેષ- શાસ્ત્રીય કે કોઈ પણ પ્રકારનું ભણતરનું જ્ઞાન. અંગ્રેજીમાં જે વિષયોને `સાયન્સ` કહેવામાં આવે છે તેને માટે ગુજરાતીમાં હવે ‘વિજ્ઞાન’ શબ્દ રૂઢ થઈ ગયો છે. ‘સાયન્સ’ શબ્દનો મૂળ અર્થ ‘જ્ઞાન’ થાય છે, તેને બદલે ગુજરાતીમાં ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવા પાછળ ખાસ પ્રયોજન છે. જ્ઞાન ધ્યાન અને ચિંતનથી પ્રાપ્ત થાય છે જ્યારે વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવથી સાક્ષાત્કાર કરી શકાય. આમ વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે પ્રત્યક્ષ અનુભવ અને નિરીક્ષણથી રચાયેલું છે. પણ વિજ્ઞાન ઘણીવાર મારા જેવા વ્યક્તિ માટે ચિંતાનું સર્જન કરે જેને અમુક મહાનુભાવો ‘ ચિંતન’ કહી મારી ચિંતાનું ચીરહરણ કરી નાંખે છે.
સાચું કહું તો મને કદી કોઈ ઉપકરણની એવી તાતી જરૂર નથી લાગતી કે એના વગર જીવી જ ના શકાય. થોડો ખુદ્દાર સ્વભાવ ધરાવતી એવી હું દ્રઢપણે એમ માનું કે આપણી ‘ક્ષમતા’ ઓછી હોય તો જ ઇશ્વરદ્ત્ત મેઘાવી બુધ્ધિ -શક્તિ ઉપરાંત વિવિધ ઉપકરણોની આપણને જરૂર પડે. જેમ કે સરવાળા -બાદબાકી આવડતા ન હોય તો ‘કેલ્કયુલેટર’ની જરુર પડે’ પોતાની જાત પર વિશ્વાસ ના હોય અને હરપળ કોઇના ને કોઇના સંપર્કમાં રહેવાની જરુરિયાત લાગતી હોય કે કોઇની મદદની જરુર લાગતી હોય કે ટાઈમ મેનેજમેન્ટમાં કાચા હોવ તો ચોવીસ કલાક ‘મોબાઈલ’ની જરુર પડે. આ લખતી હતી ને મારા દીકરાએ એના મિત્રો સાથે મૂવીના પ્રોગ્રામમાં જતા જતા મારી પાસે મારા મોબાઈલની માંગણી કરી.’
‘મમ્મી, તમારો મોબાઈલ આપી રાખોને કંઈ કામ હોય તો સારું પડે !’
લાડકવાયાની માંગણી કઈ મા નકારી શકી છે કે હું નકારું..આજકાલ તો આમે દરેક મા – બાપ સામેથી એમના સંતાનોને કહે છે કે મોબાઈલ સાથે રાખજો જેથી અમને ધરપત રહે કે તમે ‘સેફ’ છો ! મેં પણ એક પળના વિલંબ વગર જ એને મારો મોબાઈલ આપી દીધો અને એને વિદાય કર્યો. એ પછી મારા મનમાં વિચાર આવ્યો કે અમે જયારે ૯-૧૦ વર્ષના હતા ત્યારે અમારા મમ્મી પપ્પાને અમારી કોઇ જ ચિંતા નહી થતી હોય. ? એ વખતે તો કાળાફોનના ડબલા પણ અમુક જ ઘરે જોવા મળે. મોટાભાગે તો અમે જે સમયે મમ્મીને કહીને ગયા હોઇએ એ સમયે પાછા આવી જ જઈએ.ના આવીએ એવું કોકાદ દિવસ જ બને ..પણ એમાં એ લોકો હાંફળા ફાંફળા થઈ ગયા હોય ને પોલીસ સ્ટેશને દોડી જાય કે રડવા બેઠા હોય એવી કોઇ મહાન ઘટનાઓ ના બની જાય. અડધો – પોણો કલાકની ગ્રાન્ટ વિશ્વાસના જોરે ચાલી જ જતી..આ રીતે તો અમે આજના છોકરાઓ કરતા વધારે જીમ્મેદાર અને હિંમતવાન હતા એમ કહી શકાય. આજે તો મલ્ટીપ્લેક્ષમાં મૂવી જોવા ભેગા થવા માટે પણ મોબાઈલનો સહારો લેવાય, જ્યારે અમે તો ભગવાને આપેલી સુંદર મજાની દ્રષ્ટિનો બરાબર ઉપયોગ કરતા અને જે વાતચીત થઈ હોય એ બરાબર યાદ રાખી ને નક્કી કરેલ રોડસાઈનો શોધીને મિત્રોને શોધી લેતા અને ભેગા થઈ જતા. આમ તો મોબાઈલ આપણને થોડા અંશે આળસુ, બેજવાબદાર અને લાપરવાહ બનાવી દે છે એમ જ લાગ્યું. ત્યાં તો મારા માંહ્યલાએ ‘ઓપ્ટીમીસ્ટીક’ મને ઠપકો આપ્યો અને ખખડાવી…
‘પરિવર્તનનો પ્રવાહ એની સાથે થોડો કૂડો કચરો તો લાવે જ ને, જે સારું હોય એ સમજણ અને અનુભવોની ચાળણીથી ચાળી ચાળીને ગ્રહણ કરી લેવાનું.તું વળી ક્યાંથી આમ ‘નેગેટીવ’ વિચારતી થઈ ગઈ !’
આમે પણ પ્રગતિની ઓથે એની સાઈડ ઇફેક્ટ જેવી ડેવલોપ થતી આત્મવિશ્વાસની ઉણપની વાતો કરીને એને દુનિયાના ગળે ઉતારવાના મને કોઇ મહાન અભરખા પણ નથી..આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવન સહૂલિયતભર્યુ બનાવવાને બદલે એના ગુલામ થઈ જઈએ છીએ અને કોઇ એના ગેરફાયદા સમજાવે તો ઉલ્ટાના એને ગળે જ પડીએ અને સાવ જૂનવાણી કહીને એમનો કચરો કરી નાંખીએ છીએ…દુનિયાવાલે તો બોલેગે હી …ઉનકા તો કામ હી હૈ બોલના..! એ ક્યારેય ‘મેઘાવી પ્રતિભા’ ધરાવતા વ્યક્તિત્વ સાથે ન્યાય નથી કરી શકી એ જાણું છું. બને એટલા ટેકનોલોજીના ફાયદા ઉઠાવવા અને મક્કમતાથી એના ગેરફાયદાનો સામનો કરવાનો નિર્ધાર કરીને ટેકનોલોજીના સુપરસ્ટાર જેવું કોમ્પ્યુટર છેવટે ખરીદી જ લીધું.
કશુંક શોધવા કે શીખવા નીકળીએ તો અમુક મહાન શોધો અનાયાસે જ થઈ જાય અને થઇ પણ છે. વિશ્વાસ ના આવતો હોય તો આપણો ઇતિહાસ તપાસી લેવો. જોકે ઈતિહાસમાંથી વાંચીને ‘રેડીમેડ’ અનુભવવાણી કે પ્રસંગો જાણીને એના પરથી શીખવાનું -સ્વીકારવાનું આપણને માનવજાતિને કદી નથી ફાવ્યું એ વાત અલગ છે. કોમ્પ્યુટર ખરીદ્યા પછી મેં પણ અમુક ગંભીર ભૂલોની શોધ કરી. પહેલીજ નજરે લાગ્યું કે આ ઉપકરણની અમુક ભૂલો તો માણસનું કામ ઓછું કરવાને બદલે ઉલ્ટાનું વધારી મૂકે એવી છે. મને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે સુધારાય તો માનવજાતનું આવનાર ભવિષ્ય ઉજ્જવળ બનશે એવા મહાન ઉદેશ સાથે બિલભાઈનું ધ્યાન દોરવાનું મન થયું. એ મહાન વિચારો હંમેશની જેમ તમારી સાથે શેર કરું છું.
1. કમ્પ્યુટરમાં ‘START’ બટન છે પણ ‘STOP’ બટન નથી. હવે આ ગાડું ચાલુ થયા પછી અટકે જ નહીં તો ઇલેક્ટ્રીકસીટીના બીલનું શું… આવા વિચારોમાં આપણે ગાંડા થઈ જઈએ કે નહી…!
2. મને મેનુબારમાં ‘RUN’ બટન જોવા મળ્યું. એ ‘RUN’ બટન દબાવ્યું…મને એમ કે હવે રન કરવાનું એટલે એમાંથી ઉતપન્ન્ન થતી ઉર્જાથી કોમ્પ્યુટર વર્ક કરતું હશે..એમ માનીને મારા ટ્રેડમિલ પર અડધો કલાક સ્પીડમાં એક્સરસાઈઝ કરી..નિરર્થક અડધો કલાકનો પરસેવો વહાવ્યા પછી પણ કોઇ રીઝલ્ટ ના મળતા મને થયું કે આ ‘RUN’ બટન કાઢી ‘SIT’ બટન રાખવું જોઇએ . એમના અંગ્રેજી ભાષાના અધૂરા નોલેજના કારણે અમારા જેવાએ કેટલી તકલીફ વેઠવી પડી..કમ સે કમ ‘SIT’ જેવો સાચો શબ્દ વાપર્યો હોય તો મારા જેવા સાચો અર્થ સમજી શકે અને શાંતિથી બેસીને કોમ્પ્યુટર વાપરી શકે – સમયસર ઇચ્છિત કામ પતાવી શકે.
3. એક મોટી મુશ્કેલી. ભલા માણસો તમને કમ્પ્યુટરમાં ક્યાય ‘RE-CAR’ જેવું ઓપ્શન ધ્યાનમાં છે? એમાં એવું છે કે મને ફક્ત ‘RE-CYCLE’ ઓપ્શન જોવા મળ્યું, પણ મારા ઘરે ‘CYCLE’ નથી ફક્ત એક જૂની પુરાણી ‘CAR’ જ છે. તો શું કરવાનું ?
4. કોમ્પ્યુટરમાં ‘FIND’ બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ! એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી ઘરની ‘કી’ ખોવાઈ ગઈ અને મે ‘FIND’ કી થકી એ ‘ ઘરની કી’ શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન તાત્કાલિક ધોરણે થવું જોઈએ એવું નથી લાગતું. જે ‘ફેસીલીટી’ હોય એ કામ જ ન કરે તો એ વપરાશકર્તા અને સમગ્ર માનવજાતનો કેટલો બધો સમય ખોટી કરે..!
5. ‘MICROSOFT WORD’ તો આરામથી શીખી ગઈ પણ હવે ‘MICROSOFT SENTENCE’ ક્યાંથી -કેવી રીતે શીખવું અને આગળ કેમ વધવું એ નથી સમજાતું ?
6. મે કોમ્પ્યુટર, સીપીયુ ,માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત ‘MY COMPUTER’ આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે? આ ગંભીર ભૂલ છે કે પછી કોઇ જાતની મોટી છેતરપીંડી !
7. મને ‘MY PICTURE’ ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી તો પછી આ ફોલ્ડર કેમનું બનાવ્યું ?
8. આમાં ‘MICROSOFT OFFICE’ એપ્લીકેશન છે, પણ હું તો કોમ્પ્યુટર ઘરેથી વાપરું છું.. હવે ઘરેથી કોમ્પ્યુટર વાપરવા માટે ક્યાય ‘MICROSOFT HOME’ એપ્લીકેશન જ નથી. અત્યારે ઓફિસોના તોતિંગ ભાવના જમાનામાં આ કોમ્પ્યુટર વાપરવા માટે મારે કોઇ ઓફિસ ખરીદવી પડશે કે કેમ એનું ભયંકર ટેન્શન થઈ ગયું. આનો ઉપાય તો યુધ્ધના ધોરણે શોધાવો જોઇએ.
9. ફિલોસોફી મગજે ઉથલો મારતા ‘MY RECENT DOCUMENTS’ શબ્દ મને ખૂંચ્યો..કે આમાં ‘MY PAST DOCUMENTS’ કેમ નથી બતાવતા ? ભૂતકાળ ઉપર ધ્યાન ન આપીએ તો વર્તમાનમાં નિર્ણય લઈને ભવિષ્યનો પાયો કઈ રીતે મજબુત બનાવી શકાય? આ વાત પર ઊંડા શ્વાસ લઈને, ઉંડા મનન-ચિંતન -વિચાર વિમર્શની જરુર છે !
હજુ તો મારા પ્રશ્નોના સંતોષજનક ઉત્તરો નહતા મળતા ત્યાં મારી પાડોશીની ટીનેજર દીકરી મારા નવા નવા કોમ્પ્યુટરને જોવા આવી અને ‘માય નેટવર્ક પ્લેસીસ’ની સુવિધા પર એની આંખો અટકી ગઈ ને બોલી
‘આ લોકો ‘MY NETWORK PLACES’ સુવિધા આપે છે એવી જ રીતે ‘MY SECRET PLACES’ની સુવિધા ક્યાંય નજરે ચઢે છે ? મેં આઘાતથી એની સામે જોયું તો એ બોલી: ‘એમાં એવું છે ને કે આવી કોઇ સુવિધા હોય અને મને ખ્યાલ ના હોય તો ગરબડ- ગોટાળા થઈ જાય ને..હું કોલેજમાંથી બંક મારીને ક્યાં – કયાં જઊં છું એ મારા પપ્પા મારા કોમ્પ્યુટરમાં આ સુવિધા દ્વારા જાણી જાય. માટે પ્લીઝ..મારું આટલું કામ કરી આપો..શોધી આપો…’
હું પણ નવી નિશાળીયણ…એને ‘ઓલ ધ બેસ્ટ’ કહીને વિદાય કરી અને મારું સંશોધન આગળ ધપાવ્યું તો હજુ એક પ્રશ્ન રહી ગયેલો જણાયો કે
આ બિલસાહેબનું નામ ‘GATES’ છે તો પછી એ ‘WINDOWS કેમ વેચે છે ? સર્જન સાથે સર્જકના નામનો અર્થ જોડાયેલ હોય અને એ જ મહાન ઉપકરણ ગણાય એવી લોકોની સામાન્ય માન્યતાને શા માટે એ તોડવાના યત્નો કરે છે !
તકલીફો તો બહુ છે પણ સોલ્યુશન શોધવા માટે પહેલાં એ તકલીફો ખરેખર તકલીફો છે એમ સ્વીકારાવી તો જોઇએ ને.. અમુક હાર્ડવેર ‘ડોઝબેઝ’ હોય છે છે જે ‘વિન્ડોઝ-૮’ના મગજની વાતો એક્સેપ્ટ કરી શકતા નથી!
‘સબ કો સન્મતિ દે ભગવાન’ !
તો ઓલ ધ બેસ્ટ મિત્રો, કોમ્પ્યુટર વાપરતી વેળા મારા જેવી વિચિત્ર તકલીફો તમને પણ જરુરથી પડતી હશે..એવું હોય તો ‘ આવ ભાઈ હરખા…આપણ બે ય સરખા’ જેવું વલણ રાખીને મને ચોકકસથી જણાવજો.
-સ્નેહા પટેલ.
અમારા એક ક્લાયન્ટને ત્યાં સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા ગયો હતો. ભાઈ મોટા વેપારી પણ પોતે કે છોકરાવ કોઈને ભણતર નહીં માત્ર રુપીયા કમાવાનું ગણતર આપેલું.
થોડા દિવસ પછી ફોન આવ્યો કે તમે ઈન્સ્ટોલ કરેલું સોફ્ટવેર નથી ચાલતું. મેં કહ્યું કે ડેસ્કટોપ પરનો આઈકોન Re-Cycle Bin માં ચાલ્યો ગયો હશે જરાક જોઈ જુવો.
તો મને કહે કે સાયકલ બીન ઈ વળી શું?
મેં કહ્યું કે એક Dust Bin નું ચિત્ર હશે તેમાં ડબલ ક્લિક કરીને જોઈ જુવો.
તો કહે કે કસરા ટોપલી કહોને આવા અઘરા શબ્દો શું કામ કહો છો.
LikeLike
hahaa…emne icon shabd khyaal aavyo e pan bahu moti vaat kahevaay ne !
LikeLike
આઈ કોન એટલે કદાચ આઈસ્ક્રીમનો કોન સમજ્યો હોય તો યે કોને ખબર? 🙂
LikeLike
😀
LikeLike
‘સબ કો સન્મતિ દે ભગવાન’ ! jai shree krishna mam
With warm regards, NARENDRASINH CHAUHAN SHUBHAM CHEMICALS & SOLVENTS LTD CHEMICAL CONNECTION 35 PATEL OWNERS ASSOCIATION BULIDING PLOT NO. 41 SECTOR NO. 9 GANDHIDHAM KUTCH (370201) MOB. NO. 98 79 51 9545 “Araise Awake& Stop not till the GoalisReached”
>________________________________ > From: sneha patel-akshitarak >To: shubhamkandla@yahoo.com >Sent: Saturday, 2 February 2013 10:36 PM >Subject: [New post] તમારી જોડે પણ આવું થાય છે કે..? > > > WordPress.com >sneha patel – akshitarak posted: ” http://www.gujaratguardian.in/E-Paper/02-03-2013Suppliment/index.html Gujarat guardian paper > Take it easy column > article no : સામાન્યતઃ આપણે જાણીએ જ છીએ કે વિ-જ્ઞાન એટલે ઊંડું – ઉચ્ચ પ્રકારનું – સવિશેષ- શાસ્ત્રીય કે કોઈ પણ પ્રકારન” >
LikeLike
http://bigadda.in/joke.php?jokeid=581
સરસ ભાષાંતર !!! 🙂
LikeLike
🙂
LikeLike
પ્રિય મિત્રો,
નીચેની લિન્ક પર કે પત્ર છે જે બંતા સિંહે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સને લખ્યો છે. આ પત્ર Dec 19, 2008ના એક સાઈટ પર પ્રસિદ્ધ થયો હતો ત્યારથી નેટ પર ફરે છે.
હમણાં એક ગુજરાતી છાપામાં આ પત્ર જોયો એટલે થયું, ચાલો એક ક્વિઝ બનાવીએ. આ પત્રનો ગુજરાતી અનુવાદ કયા છાપામાં કોના નામે છપાયું છે? લખાનારે આ લખાણ મૌલિક છે એવું ઠસાવવાનો પ્રયત્ન (plagiarism) કર્યો છે કે સ્પષ્ટતા કરી છે કે આ લખાણ પોતાનું નથી?
ચાલો તૈયાર છો ને?
This letter is from Banta Singh of Punjab to Mr. Bill Gates of Microsoft
Subject: Problems with my new computer
Dear Mr. Bill Gates,
We have bought a computer for our home and we have found some problems, which I want to bring to your notice.
1. There is a button ‘start’ but there is no ‘stop’ button. We request you to check this.
આગળ વાંચવા નીચેની લિન્ક ક્લિક કરો…
http://bigadda.in/joke.php?jokeid=581
વિનય ખત્રી
વાનવડી, પુણે (મહારાષ્ટ્ર)
ફનએનગ્યાન.કોમ | ગુજરાતી બ્લૉગવિશ્વ । ગુજબ્લૉગ ગ્રૂપ
—
LikeLike
my rep.
પ્રિય મિત્રો,
સૌપ્રથમ તો મારે આવી રીતે આ ‘પ્લેઝરીઝમ’ના પાંજરામાં આવવું પડશે એવો સપનામાં પણ ખ્યાલ નહતો. પણ આ હકીકત છે કે મારી સામે આંગળી ચિંધાઈ છે અને મારે એનો જવાબ આપવો જ રહ્યો..ભલે અહીંના ગ્રુપના મિત્રોના ધ્યાનમાં મારી આ ભૂલ આવી હોય કે ના આવી હોય પણ મારાથી ભૂલથી ભૂલ થઈ છે એ હકીકત/આરોપ હું સ્વીકારું છું.
આ ભૂલની પાછળ બહુ બધા કારણો કારણભૂત છે પણ એ અહીં જરુર નથી લખવાની. એક લેખકના પર્સનલ કારણોની વાંચકોને કોઇ અહેમિયત ના હોય એમને તો લેખકના લખાણથી જ સીધો મતલબ હોય. એમ છતાં હું એટલું ચોકકસથી કહીશ કે આ લેખ માટે મને મારા એક નેટ મિત્રએ મને પોઈંટ્સ આપેલા અને એના પરથી મેં લેખ લખેલો. વિનયભાઈની આજની આ પોસ્ટ ના હોત તો કદાચ આખી જીંદગી મારા ધ્યાનમાં ના આવત કે આવો કોઇ લેખ પહેલાં લખાઈ ગયો છે..મને તો આજની તારીખમાં પણ આ વિચારો મારા મિત્રના જ મૌલિક છે એમ જ લાગત. હું વર્ષોથી બ્લોગ પર લખું છું અને મારા સ્વભાવથી મારા મિત્રો માહિતગાર છે જ એટલે મારે મારા પ્રામાણિક કે મૌલિક લખાણ વિશે લાંબુ લચક લખીને મિત્રોની હમદર્દીની જરુર નથી જણાતી.
આમે વિશ્વાસ મેળવવા માટે પ્રામાણિક વર્તન જોઇએ જેની ગરજ શબ્દોથી પૂરી ના થાય..
મને અહીંથી બહુ જ ઇજ્જત અને પ્રેમ મળ્યાં છે એ ઇજજતને કારણે આજે મારી ફરજ થઈ પડે છે કે મારે આ ઇમેઈલનો રીપ્લાય કરવો જ રહયો..આની પાછળ ભૂલ સ્વીકાર વગર કશું જ સાબિત કરવાની વૃતિ નથી…મારી ભૂલ એ જ કે મેં મારા મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને જ્યારે લેખ છપાયો ત્યારે એ વાતની સ્પ્ષ્ટતા ના કરી કારણ હું પણ ઘણીવાર મારા મિત્રોને આમ મિત્રતાભાવે થોડા પોઈટ્સ લખી આપતી હોવું છું અને એમાં મારું નામ લખાવું જોઇએ એવો આગ્રહ નથી રાખતી..મારા માટે આ બધી એક મિત્રતાભાવે થતી આપ-લે હતી..મારા મિત્રએ પણ એનું નામ લખવાની મને ચોખ્ખી ના પાડેલી નહીં તો હું જરુરથી એની મદદ લીધી છે એમ લખત. મારી એની જોડેની લાંબી લચક ચેટ એ આ બધી વાતની સાક્ષી છે પણ મારે એ ચેટ કોપી પેસ્ટ કરીને વાતને બહુ લાંબી નથી કરવી. એનાથી જે થઈ ગયું એ નથી થયું એવું નહી બને…આ એક મિત્ર પર મૂકાયેલ આંધળા વિશ્વાસની ભૂલ છે બસ.
આજની આ ઘટનાએ ખાસ તો વિનયભાઈએ મને સમજાવ્યું કે અહીં મિત્રોની મદદ ભરપૂર કરો પણ એમની મદદ લેતા પહેલાં સો ટકા વિચારો.
સૌપ્રથમ તો આ ભૂલનો ‘શૉક’ એવો ખતરનાક લાગ્યો કે મને એમ થયું કે આ પોસ્ટ જ ડીલીટ કરી દઉં પણ પછી થયું કે ના…આ તો બીજા જે સાચે સાચ આખો દિવસ પ્લેઝરિઝમ કરતા ફરે છે એમના જેવી ભાગેડુ વૃતિ થઈ.મને આ ના પોસાય..વિનયભાઈની આ જ કામગીરીએ મારા જેવા નવા નવા લખતા લોકોને બહુ જ હેલ્પ કરી છે અને મેં હંમેશા એમના કામને આદરપૂર્વક નિહાળ્યું છે. આ જ વિનયભાઈ હંમેશા મને કહેતા આવ્યાં છે કે સ્નેહાબેન તમારી રચનાની અહીંઆ કોપી થઈ છે છે…અને એ વખતે મેં હંમેશા એમ જ વિચાર્યુ છે કે મારી રચનાઓની કોપી થાય એમને હું નથી રોકી શકવાની પણ મારે આવી ભૂલ ક્યારેય નથી કરવાની.પણ આજે મારાથી ભૂલથી એ ભૂલ થઈ છે એ હકીકત છે.
આ એ લેખની લિંક છે.
https://akshitarak.wordpress.com/2013/02/03/tamari-jode-pan-aavu-thaay-chhe-k/
તમે વાંચકમિત્રો જે કહેશો એ સજા મંજૂર.
આજની ઘટના પર ભવિષ્યમાં એક હાસ્યલેખ લઈને જરુરથી મળીશ એ મારું પ્રોમિસ દોસ્તો..તમારો દિવસ શુભ રહે એવી કામના અને વિનયભાઈએ મારું ધ્યાન દોર્યુ એના બદલ ખૂબ ખૂબ આભાર.
-સ્નેહા.
LikeLike
સુધારો = “આજની આ ઘટનાએ ખાસ તો વિનયભાઈએ મને સમજાવ્યું કે અહીં મિત્રોની મદદ ભરપૂર કરો પણ એમની મદદ લેતા પહેલાં સો ટકા વિચારો.”
સ્નેહાબેન સાથે થયેલી ટેલિફોનિક વાતચિતમાં મેં ઉપર પ્રમાણેનું વાક્ય નથી કહ્યું પણ એમ કહ્યું છે કે મિત્રોની મદદ લીધી હોય ત્યાં તેમના નામનો ઉલ્લેખ કરો. જેથી ભવિષ્યમાં ‘આવી’ પરિસ્થિતિમાં ન મૂકાવું પડે!
LikeLike
વણમાંગી સલાહ: મિત્રોની ટીપ્સના આધારે લેખ લખવા કરતાં મૌલિક લેખ લખવા હિતાવહ ગણાય. તેવે વખતે તો વધારે સાવધ રહેવું જોઈએ જ્યારે લેખક કે લેખીકા તરીકેની ઓળખ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચુકી હોય…
સજા: હવેથી આવું ન થાય તેનું ધ્યાન રાખશો..
આનંદના સમાચાર: આ ઘટનામાંથી એક નવો મૌલિક લેખ મળશે 🙂
LikeLike
:-0
LikeLike