ઝંખના.

આંગણું શોભાવવાની ઝંખના
હોય તારા આવવાની ઝંખના.

ભીડની વચ્ચે હું બેઠી છું, તને
નામ દઈ બોલાવવાની ઝંખના.

છે અનેકો કામ, પડતાં મૂકશું
તારી પાસે બેસવાની ઝંખના.

સાવ હું લોઢું ને તું પારસમણી
પાસ આવી  સ્પર્શવાની ઝંખના.

થાય નહી ક્યારેય પોતાથી અલગ
હાથ એવો થામવાની ઝંખના.

ઝંખનાઓ તારી પૂરી થાય એ
જોઇને રાજી થવાની ઝંખના.

-સ્નેહા પટેલ.

4 comments on “ઝંખના.

 1. સાવ હું લોઢું ને તું પારસમણી
  પાસ આવી સ્પર્શવાની ઝંખના…..wah.

  Like

 2. થાય નહી ક્યારેય પોતાથી અલગ
  હાથ એવો થામવાની ઝંખના.
  ઝંખનાઓ તારી પૂરી થાય એ
  જોઇને રાજી થવાની ઝંખના.
  મુસલસલ ગઝલ..એક્દમ મસ્ત ને પ્રવાહિત વિષય પણ સરસ જળવાયો..
  પ્રતિભાનું ચમકતું પાણીદાર પાસું…

  Like

 3. ^ dilipbhai..guruji…bas..tamaro prataap – krupa chhe.. haju to bahu badhu sikhvanu chhe mare..pane ek vaat che…chhand sikhi ne pan lakhish to achhandas rachna o j..ena jevi maja aama nathi…jo k haju chhand aatmasaat nahi thayaa hoy etle em laage ..pan achhandas mari pratham pasandgi j rahese…ema pan haju bahu badhu sikhvanu che mare…haju vadhaare dhaardaar banaavvana chhe ene,,,sikhishu..kya utaval chhe..shu kaho chho..:-)

  newys thnx. all frnds

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s