રણમાં વસંત


મારી છાતી્માં રોજ તારી પ્રતીક્ષાનો તાપ ભેગો કરું છું
અને ધીમે ધીમે મારી અંદર એક રણ ભેગું થાય છે.
લાચારી – અકળામણમાં
પ્રતીક્ષા ફાટી પડે ત્યારે
રણમાં ચોમાસાની ઋતુ બેસે છે.
સફેદ લીસ્સી ચળકતી એ રેતમાં
જળબંબાકાર થઈ જાય છે
પણ રણ તો સદીઓનું તરસ્યું છે
બધું ય ચોમાસું એકીશ્વાસે ગટ ગટ પી જાય છે
હુ ય ઘેલી…
રણમાં વસંત લાવવાની સપના જોતી જોતી
ફરીથી છાતીમાં તાપ એકઠો કરવા તરફ વળું છું.

-સ્નેહા પટેલ