રમત


તમે કહ્યું કે
‘ હું બહુ ખાનદાન… રમત હોય તો પણ બહુ ખાનદાનીથી રમું !’
અને હું અભિભૂત થઈ ગઈ
દિલમાં તમારા માટે ‘વાહ -વાહ’ થઈ ગઈ.
ત્યાં તો તમે કહ્યું,
‘ચાલો હવે તમારો વારો, તમે પણ ખાનદાની દાખવજો હોં કે’
ચોકક્સ…
હરખની મારી ઘેલી ઘેલી થઈને મેં રમત પર નજર નાખી..
ઓહ, આ તો…
આ તો ..
આ તો ‘પ્રેમ’ની રમત હતી.
તમે તો પ્રેમને જ રમત બનાવી દીધી
અને મને રમવાનું ઇજન આપ્યું.
પણ મારાથી એ રમતને પ્રેમ કેમ થાય… !

-સ્નેહા પટેલ.