પ્રસિધ્ધિ

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 7-11-2012નો લેખ.

 

કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
– રઈશ મનીઆર

ગૌતમ એક નિર્ભય અને આખાબોલો પત્રકાર હતો. એની કલમમાં હંમેશા શાહીના બદલે કાયમ અગ્નિ ભરેલો હોય એમ એના શબ્દો સળગતા જ નીકળે. આ કારણોથી એનો વાંચક-ચાહક વર્ગની સંખ્યામાં કાયમ જુવાનીયાઓ વધારે રહેતા. એના એક એક શબ્દોને જન્મઘુટ્ટીની જેમ પી જવા,પચાવી જવા તત્પર રહેતા. જે વિચારતો એ જ પ્રામાણિકપણે શબ્દોમાં વહાવી દેતો આ પત્રકાર પોતાના સ્ફોટક લખાણ દ્વારા સતત પોતાની જાતને જુવાન અનુભવ કરતો.સતત એ કોલેજીઅનોના ટોળાઓમાં જ ઉઠતો બેસતો દેખાતો. ધીમે ધીમે ઘડપણ તરફ પ્રયાણ કરી રહેલ અવસ્થાને એ યુવાનીમાં કરાતી ભૂલો,નાદાનીયત કરી કરીને સતત જુવાનીના અમી સીંચવાના  ફીફાં ખાંડતો દેખાતો. પોતાના પ્રિય લેખકને પણ પોતાના જેવી ભૂલોમાં ડૂબેલો રહેતો જોઇને જુવાનીયાઓની હિંમત ધીમે ધીમે ખૂલવા લાગેલી. એ લેખક કરી શકે તો આપણે પણ કરી જ શકીએ. આ લેવલની બુધ્ધિ-પ્રતિભા ધરાવતો લેખક ખોટો તો ના જ હોય ને…! ‘જોઇતુ હોય ને ઢાળ મળી ગયા’ જેવા એના લેખોથી પ્રેરાઈને જુવાનીયાઓ ધીરેધીર સ્વતંત્રતાના નામે સ્વછંદતાની કેડી પર ડગ માંડવા લાગેલા.

‘ફેનકોલોની’નો વધતો જતો આંકડો એ ગૌતમનો નશો બનતો જતો હતો.એને ટકાવી રાખવા માટે એ પોતાની ધારદાર કલમ, તીવ્ર બુધ્ધિ અને બેજોડ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરી કરીને  સડેલા સમાજના નીતિનિયમોને ફગાવી દેવા જોઇએ, સારું સંતોષજનક પાત્ર ના મળે ત્યાં સુધી ગર્લફ્રેંડસ બદલ્યા કરવી, લીવ- ઇન – રીલેશનશીપ્સ તો આધુનિક જમાનાને ભગવાનનું વરદાન છે એને અપનાવવામાં કંઇ ખોટુ નથી. જૂની માનસિકતાઓ એ બદલાવી જ જોઇએ જેવા તેજાબી લખાણો દ્વારા એણે પોતાની બધી કળા ફક્ત સ્ત્રી – પુરુષ – સેક્સ  ધીરેધીરે એનું લખાણ એના વિચારો એના વર્તનમાં ઘૂસવા માંડયા..એ પણ ભૂલો કરવા લાગ્યોએનુંઘડપણ એનો કાન મચડીને એ તરફ ધ્યાનદોરતું તો બે ઘડી એ સમસમી જતો…જાહેરમાં પોતેઆવી આવી ભૂલો કરી બેસે છે એમ સ્વીકારી પણ લેતો અને ગિલ્ટની ભાવનાથી મુકત થઈ જતો. એ બરાબર સમજી રહેલોકે પોતે શું કરી રહ્યો છે. પોતાની આવડત, ભગવાને આપેલી બેનમૂન કળાથી નવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યો હતો પણ હવે એને પોતાને ઉનમુક્ત –ઉરછૃખંલ વિચાર-વર્તનની ટેવ પડવા લાગેલી. ભારતમાં રહીને એને ફોરેનીયું કલ્ચર સતત આકર્ષતું રહેતું. જીંદગીતોએક જ છે …તળીયા સુધી જીવી – માણી લેવી જોઇએ. એમાંને એમાંવળી પાછી કોઇ ભૂલો કરતો…પાછું જાહેરમાં સ્વીકારીને પોતાની જાતને પ્રામાણિક અને બહાદુર સાબિત કરી દેતો….જે કંઇ કરું છું એ ડંકેની ચોટ પર કરનારો બાંકો શૂરવીર છું…છિપકલી નહી કે કોઇના બાપથી ડરીને જીવું કે કોઇના કોઇ પણ ઉલટા સૂલટા પ્રશ્નોના ઉત્તરો આપતો ફરું.એ એકલો જ ખોટા રસ્તા પર પ્રયાણ કરતો હોય તો કોઇ વાંધો નહતો..તકલીફ તો એની પાછ્ળ આંખ-કાન-મગજ બંધ કરીને ક્ષણિક આવેશમાં બે પળના સુખ માટે ફાંફા મારતી સેંકડો યુવાની ગુમરાહ થતી જતી હતી એની હતી.

કોઇ પણ ભૂલનો પ્રામાણિકતાથી સ્વીકાર કરી લેવાથી તમને ફરીથી એની એ જ ભૂલ કરવાનો પરવાનો નથી મળી જતો. વળી પોતાની સર્જનાત્મકતાનો આવો દૂરઉપયોગ કરીને લાખો કરોડો પોતાને બેહદ પ્રેમ કરતા લોકોના ભવિષ્ય જોડે પણ એ રમત રહી રહ્યો હતો. આવી વાસ્તવિકતા એને કોણ સમજાવે? જે બદલાવા તૈયાર હોય, સમજવા તૈયાર હોય ભૂલોનો સ્વીકાર કરવાની સાથે એ ભૂલ છે તો બીજી વાર નહી થાય એવી માનસિકતા સાથે કટિબધ્ધ થાય તો એનો કોઇ સમજુ, નજીકનો હિતેરછ્ક કાને બે શબ્દો પણ નાંખે. પણ આ તો પ્રસિધ્ધિની ટોચ પર બેઠેલા મહારાજ..! તળેટીમાંથી ગમે એટલા બરાડા પાડો પાછા જ આવે.

‘સમયની લપડાક’ વગર આનો કોઇ રસ્તો નહતો.

અનબીટેબલ : પ્રસિધ્ધિ ના પચે તો ઝેર સમાન હોય છે.

-સ્નેહા પટેલ.

4 comments on “પ્રસિધ્ધિ

 1. જૂની માનસિકતાઓ એ બદલાવી જ જોઇએ જેવા તેજાબી લખાણો દ્વારા એણે પોતાની બધી કળા ફક્ત સ્ત્રી – પુરુષ – સેક્સ ધીરેધીરે એનું લખાણ એના વિચારો એના વર્તનમાં ઘૂસવા માંડયા.. ભારતમાં રહીને એને ફોરેનીયું કલ્ચર સતત આકર્ષતું રહેતું. જે કંઇ કરું છું એ ડંકેની ચોટ પર કરનારો બાંકો શૂરવીર છું…છિપકલી નહી કે કોઇના બાપથી ડરીને જીવું….વળી પોતાની સર્જનાત્મકતાનો આવો દૂરઉપયોગ કરીને લાખો કરોડો પોતાને બેહદ પ્રેમ કરતા લોકોના ભવિષ્ય જોડે પણ એ રમત રહી રહ્યો હતો. ક્લાસ…એકદમ નવો વિષય…તમે જે પાત્ર આલેખ્યું એ કોઈ વાસ્તવીકતા પરથી કદાચ ઉતરી આવ્યું છે…તર્ક એક ખતરનાક શસ્ત્ર છે જેના દ્વારા સારી બાબતને ખરાબ અને ખરાબ બાબતને સારી સાબિત કરી શકાય..તમે જે કહો છો એવું જ બનતું હું જોઉં છું….જુનું કાયમ કથીર અને નવું કાયમ કંચન એવું હોતું નથી ..આ બુદ્ધિખોર લોકો છે..જો તમારે પાસે કોઈ સ્થિર માપદંડો ના હોય તો તમારી બુદ્ધિ ગણિકાથી વિશેષ કોઈ શ્રેણીની ના હોય એમ હું માનું…બેન જે જ્ઞાન લોકોને અને ખુદને ડુબાડે સમાજને નુકશાન કરે એ બુદ્ધિ જ નથી!!એકદમ સરસ લેખ અભિનંદન!

  Like

 2. અભિગમની વાત છે કે એક પોતાની નીજી જિંદગી પાત્ર-વત જીવી જવા ની વાત છે …
  આ તો “હદ-સે-ગુજર-જાને-કી-બાત-હૈ” … જીવતા હોય છે ઘણા જીવન ને તીક્ષ્ણ ધાર ઉપર જ જીવનને ઢાળી ને જીવતા હોય છે … જ્યાં સુધી તેવા તીવ્ર-આવેગને આપણે નાં અનુસરીએ / અનુભવીએ ત્યાં સુધી તે આવેગ ને સમય-કર્મ-નો નિયમ કહેવાવાળા આપણે કોણ … એમનો અભિગમ એમ પણ હોય કે, ” જિંદગી કેટલી લાંબી નહિ કેવી મજબુત જીવ્યા એ મહત્વ નું છે” … આ બાબતમાં બીજાનાં અભિગમને મૂલવવો કેટલો યોગ્ય રહેશે?

  Like

 3. પણ આ તો પ્રસિધ્ધિની ટોચ પર બેઠેલા મહારાજ..! તળેટીમાંથી ગમે એટલા બરાડા પાડો પાછા જ આવે.
  યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદમેવ ઇતરે જનાઃ..પોતાની જવાબદારી અને મૂલ્યવાન ફરજને પ્રકર્ષેણ સિધ્ધ ઇતિ પ્રસિધ્ધિ.. યથાર્થ સમજીને જ લખાણ વર્તવુ ઘટે..આપનો લેખ ગમ્યો..શેર કરવા બદલ આભાર.

  Like

 4. પ્રસિધ્ધિ ના પચે તો ઝેર સમાન હોય છે.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,આ શબ્દો જ આખા લેખનો સાર છે.

  આજે આવા ઘણા લેખકો છે,જે પોતાને “અહંમ બ્રહ્માસ્મિ” માને છે,બીજાની ટીકાને સકારાત્મક લેવાને બદલે,બીજાને ઉતારી પાડે છે.,,,,,,,,,,,,,,ગ્રેટ લેખ અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s