જીવનમાં ઘણા લોકો એવા મળ્યાં છે કે જેમના વિશે મને પાક્કી ખાત્રી છે કે એ ક્યારેય મારા વિશે બે સારા શબ્દો બોલવાના નથી, કે ક્યારેય કોઇ જ પરિસ્થિતીમાં મને મદદરૂપ નથી થવાના..સામે એટલી જ પાક્કી રીતે એ પણ ખાત્રી છે કે એ લોકો મારા વિશે ક્યારેય ખરાબ પણ નહી બોલે કે મને કદી નુકશાન કરવાના પ્રયત્નો પણ નહી કરે. આવા લોકોને પણ હું ‘મિત્ર’ જ માનું છું. 🙂
-સ્નેહા પટેલ