તૂટીને એક્વાર ચાહેલો તને
એ પ્રેમ મને આજે
તારાથી નફરત નથી થવા દેતો.
તારાથી નફરત થશે તો
હું દુનિયામાં કોઇને ક્યારેય પ્રેમ નહી કરી શકું..
તારાથી નફરત થાય..આ તો શક્ય જ નથી.
આ જ કારણે
તારા પ્રત્યેનો મારો પ્રેમ એની ટેવવશ વધતો જાય છે.
તારી બેવફાઈ પછી
તારા તરફ પ્રેમ વધે…
એ તો કેમ પોષાય ?
નફરત…પ્રેમ…
પ્રેમ…નફરતના આ ચક્કરો…
જીવ લઈને જ જપશે કે ?
– સ્નેહા પટેલ.