ખોબો


હું
સતત વહેતી નદી !
તું  મારા વહેણમાં આમ ખોબો ધરીને કાં ઉભો..?
મહેરબાની કરીને
મને મારા સ્વભાવ મુજબ વર્તવા દે.
ખળખળ ..ઉછ્ળકૂદ કરતી વહેવા દે.
તારા ખોબામાં મને સમાવી લેવાના
તારા ઓરતા અર્થહીન છે
આમ તો ના તને સંતોષ મળી શકશે
કે
ના તારું દિલ દુખાવ્યાની લાગણી મને
શાંતિનો શ્વાસ લેવા દેશે.
કુદરતના  નિયમો સાદર, પ્રેમથી સ્વીકારી લે.
-સ્નેહા પટેલ