શોપિંગનો મહિમા-ભાગ : 1

http://www.gujaratguardian.in/E-Paper/10-14-2012Suppliment/index.html

 

ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઇટ ઇઝી કોલમ > લેખ નંબર-13.

ઘણા લોકોના નસીબમાં પૈસા હોતા જ નથી , ઘણાને એ વાપરવાની જરુર જ નથી પડતી-કરકસરીયા ક્યાંયના ! જ્યારે ઘણા લોકો વિચિત્ર હોય છે મારા જેવા જેને પૈસો હોય, જરુર પણ હોય પણ એમને વાપરી શકવાનું વરદાન નથી મળેલું હોતું..!

આમ જોવા જઈએ તો ત્રણેય પરિસ્થીતીમાં મહદઅંશે પરિણામ તો એકસરખું જ આવે કે પૈસો તો  વપરાય જ નહી. એક રહસ્યની વાત કહું તો જેની પાસે પૈસો હોય અને એ છૂટા હાથે વાપરી પણ શકે એવા નસીબદારોની મને સખ્ખત ઇર્ષ્યા આવે.  જોકે જરુર હોય અને પૈસા ના હોય એવા લોકોને તો બધા જ જાણતા હોય છે.એમાં હું કંઈ નવું લખીને કશું જ નથી ઉકાળી શકવાની.એટલે એની રામાયણ અહીં નથી માંડતી.

જસ્ટ ફોર ચેન્જ..રુટીન એક્ધારી ચાલતી જીન્દગીમાં નાવીન્ય લાવવા માટે મન મક્ક્મ કરી કરીને હું મારી આજુબાજુની જીવાતી જીંદગીઓને જોઇ જોઇને એમની રહેણી કરણીના આકર્ષક રંગોની કોપી કરી મારા જીવનમાં ‘પેસ્ટ’ કરવાનો પ્રયત્ન કરી લઉં.શું થયું મિત્રો.. મેં બહુ અઘરું ઢસડી માર્યુ કે? અરે બાપા, કંઇ ખાસ નહીં –બસ આ તો થોડી પંચાત. મૂડ ફ્રેશ કરવા માટે ‘હર એક પંચાત જરુરી હોતી હૈ !’ જેમ કે ફલાણીનો ડ્રેસ મારા ડ્રેસ કરતા સુંદર કેમ? મારી બહેનપણીને ત્યાં ‘એલઈડી’ આવી ગયુંઅને અમારે લમણે હજુ ‘એલસીડી’ નું ડબલું જ કેમ ? પાડોશીની કામવાળી મારી કામવાળી કરતાં વધારે નિયમીત અને ચોખ્ખી કેમ ? વગેરે વગેરે. આખરે હું પણ માણસ છું.મારે પણ બે હાથ-બે પગ-એક નાક- બે આંખ-બે કાન છે. મને ય સામાન્ય માણસ તરીકેના આવા ‘પંચાતીયા હક્ક’ હોવા જ ઘટે.

એકવાર મૂડમાં આવી ગયેલ વરજીએ પ્રસ્તાવ મૂક્યો : ’ચાલ આજે તને શોપિંગ કરાવું. તું પણ શું યાદ કરીશ !’ મેં પણ ‘જસ્ટ ફોર ચેન્જ’ ના મૂડ હેઠળ એને ઝીલી લીધો અને કોઇ જ પ્લાનીંગ વગર અમે નીકળી પડ્યાં શોપિંગમાં. મને ‘મારા રામ તમે સીતાજીની તોલે ના આવો’ ગીત યાદ આવી ગયું. આ કવિઓ, ગીતકારો ખાલી ખાલી જ ‘રામો’ ને બદનામ કરતા ફરતા રહે છે !

બહાર વરસાદ ધોધમાર વરસતો હતો આ વર્ષે મેઘરાજાને. બહુ માન આપી આપીને બોલાવેલા એટલે હવે એમને તો એક અક્ષર બોલી શકવાની હાલતમાં નહતી. આને કહેવાય: ‘તમાચો મારીને ગાલ લાલ રાખવો.’ વરજીનો મૂડ આ વરસાદને જોઇને થોડો ઢચુપચુ થવા લાગ્યો:

‘રહેવા દે..પ્રોગ્રામ પોસ્ટપોન્ડ રાખીએ, ફરી ક્યારેક’

મને ધ્રાસ્કો પડ્યો..જેના રીએક્શનરુપે ભાથામાંથી અચૂક નિશાનવેધી શબ્દ-બાણ નીકળી ગયું..

‘અરે, આવો વરસાદ,આવુ ‘રોમાંટીક’ વાતાવરણ ક્યાં મળવાનું ?  ’ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં’ કહીને માંડ સમજાવ્યા અને ઉપડયા શોપિંગમાં. વરજીને ‘ શાદી કી હૈ તો નિભાની તો પડેગી હી ના’ જેવી હાલતમાં મૂકવાની મને બહુ મજા આવે. આને એક નિર્દોષ – નિર્મળ આનંદ જ કહેવાય. ( ‘નિર્મળ’ નો મતલબ ‘નિર્મળ’ પણ થાય !)

વરસાદ – રવિવારનો ભીડ્ભાડ્નો દિવસ અને માંડ માંડ સમજાવીને સાથે લાવવામાં આવેલા પતિદેવ એટલે બહુ બધી જગ્યા ફરવાના અખતરા કરવાના રીસ્ક ના જ લેવાય એટલે તરત શહેરનો એક સારામાં સારો ‘સુપરમોલ’ નક્કી કરી દીધો.

‘મોલ’ના એન્ટરન્સ આગળ જ એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. એક કાકા દાદરો ઉતરવાની ભરપૂર કોશિશમાં હતા પણ ઉતરી જ નહતા શકતા ! પરસેવે રેબઝેબ કાકાને દૂરથી મેં ઇશારો કરી કરીને એમની સમસ્યાનો ઉપાય બતાવ્યો કે એ જ્યાંથી દાદર ઉતરવાની કોશિશમાં લાગેલા હતા એ તો ખરેખર ચડવાની સીડીઓ (એસ્કલેટર) હતી. ઉતરવા માટેની સીડીઓ તો ત્યાંથી જમણી બાજુ પર હતી.સાચી હકીકત સમજાતા કાકા ભોંઠપ અનુભવતા ‘જૈસે થે ની હાલતમાં ઉભા રહી ગયા. ઉપર તો એમ જ પહોચી જવાયું.‘,માનવીએ ઉપર ચડીને નીચે ઉતરવું જ પડે છે’ ના સિધ્ધાંતને અનુસરતા એ જમણી બાજુની સીડી પર જઈને ઘઉંના બોરાની માફક ઉભા રહી ગયા અને બે મિનીટમાં નીચે… નજરોથી જ ‘થેંક્સ’ અને ‘વેલકમ’ જેવી વિધીઓની -સ્માઈલની આપ લે કરાયા ત્યાં પતિદેવે જરા હાથ ખેંચ્યો એટલે ‘મુખ્ય કામ’ યાદ આવ્યું અને સિક્યોરીટી ચેકીંગ કરાવીને અંદર દાખલ થયા.

કોઇ જ રુપરેખા વગર કામ કરવાનું કામ આમ તો બહુ અઘરું હોય પણ ‘વીંડો શોપિંગ’ને આવા ટેન્શનો ‘ઇંકી પીંકી પોંકી’ કરીને સ્વભાવ  મુજબ જે દુકાન આવી એનાથી વિરુધ્ધની દુકાન પસંદ કરી. તકલીફ એ થઈ કે એ પીંકીપીંકી દુકાન ‘મેન્સ વેર’ની હતી. હકીકતનું ભાન થતા જ પતિદેવ સામે જોયું. એ કોઇ બિઝનેસ ફોન કોલ રીસીવ કરવાની ભાંજગડમાં પડેલા એટલે ‘ઇંકી પીંકી’ વાળા નિર્ણયને ગોળી મારીને એક નિર્ણયનું નિર્દોષ ખૂન કરી નાંખ્યું.

કરિયાણું, મેટ્રેસીસ, હોમ ડેકોર..ના, આજે આવા શોપિંગનો તો સહેજ પણ મૂડ નહતો. થોડી સજાગ થતા મનના એક ખૂણે છૂપા-છુપી રમતું  ‘કપડા-એસેસરીસ-કોસ્મેટીક’ નું તીવ્ર આકર્ષણ ધ્યાનમાં આવ્યું. લગભગ બે  મહિના જેવું  થઈ ગયું હશે આવું ‘રુપાળુ શોપિંગ’ કર્યે. છેવટે ‘દિલની વાત જ હંમેશા માનવી ભલે એ ‘લેફ્ટસાઈડ’ આવેલુ હોય પણ એ હંમેશા એ ‘રાઈટ’જ હોય’ ની બહુ પ્રચલિત વાતને અનુસરી એવા શોપિંગનો આઈડીઆ જ મનોમન નક્કી કર્યો. એક ફેમસ –બ્રાન્ડેડ રેડીમેડ ગારમેંટ્સની દુકાન ધ્યાનમાં આવી. બહાર ‘50% ફલેટ સેલ’ના લાલ લાલ મોટા અક્ષરો જોઇને મારો સ્ત્રીસ્વભાવ સળવળ્યો.. ધ્યાન બહાર જ મારા પગ આપોઆપ એ દુકાન તરફ વળી ગયા.

ક્રમશ:

2 comments on “શોપિંગનો મહિમા-ભાગ : 1

  1. જેની પાસે પૈસો હોય અને એ છૂટા હાથે વાપરી પણ શકે એવા નસીબદારોની મને સખ્ખત ઇર્ષ્યા આવે. …………ઉપર તો એમ જ પહોચી જવાયું.‘,માનવીએ ઉપર ચડીને નીચે ઉતરવું જ પડે છે ………… છેવટે ‘દિલની વાત જ હંમેશા માનવી ભલે એ ‘લેફ્ટસાઈડ’ આવેલુ હોય પણ એ હંમેશા એ ‘રાઈટ’જ હોય’ ……. aa badha sanatan satya jeva vakya,.. gamya…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s