સૌંદર્ય અને બુધ્ધિ.

phoolchhab paper > Navrash ni paL colum > 17-10-2012’s artical

લોક માલિકને ભૂલી બેસે,

સંત તું એટલી કમાલ ન કર.
*અદમ ટંકારવી.

ધારિણી એક સુંદર સ્ત્રી હતી. નાનપણથી જ એને પોતાની માનું અદભુત સૌંદર્ય વારસામાં મળેલું હતું જેની માવજતપૂર્વક જાળવણી કરીને ધારિણીએ એને વધુ દેદિપ્યમાન બનાવેલું. પેઈંન્ટીંગ, મ્યુઝિક જેવા શોખના વિષયોમાં મહેનત કરીને મહારત હાસિલ કરેલી હ્તી.એની પોતાની નાની એવી ઇંટીરીઅર ડિઝાઈનની ઓફિસ પણ હતી. જેમાં 7 જણનો સ્ટાફ હતો. આ બધું એ પોતાની આવડતથી મેનેજ કરતી હતી. બે દીકરાની મા ધારિણીને ઘરના સદસ્યોની તબિયતની ચિંતા હોવાથી અઠવાડીઆના એક જ દિવસ બહારનું ખાવાનો આગ્રહ રાખતી.જેના કારણે રોજ નવી નવી રેસીપી શોધી શોધીને નવી નવી જાતની ડિશીઝ ઘરે જ બનાવતી. ધારિણી બહુ જ સારી ‘કુક’ હતી. ઇન શોર્ટ- ધારિણી સૌંદર્ય, ઉત્સાહ અને બુધ્ધિનો અદભુત સંગમ ધરાવતી આકર્ષક વ્યક્તિત્વની માલિક હતી.

પોતાના પતિ ધ્રુમિલના અને સાસરી – પીયર બધે ધારિણીના લેટેસ્ટફેશનના કપડાંની- આકર્ષક હેયરસ્ટાઈલની વાતો સતત ચર્ચાતી રહેતી અને ધારિણી એ બધાથી એક અનોખો સંતોષ મેળવતી હતી.

પણ છેલ્લાં થોડા સમયથી એની અંદર કોઇ વિચિત્ર જાતની લાગણી જન્મ લેતી હતી. શું ? એ તો એને ખ્યાલ નહતો આવતો. પણ કંઈક હતું જે એને અંદરથી ખોતરતું હતું. ત્યાં તો બહારના રુમમાંથી ધ્રુમિલનો અવાજ આવ્યો,

‘ધારુ ડીઅર,તારો મોબાઈલ રણકે છે.’

ધારિણીએ વિચારોને ખંખેરીને રુમની બહાર જઈને મોબાઈલ લીધો. એક પાર્ટીનો ફોન હતો. છેલ્લા 6 મહિનાથી એનું કામકાજ ચાલતું હતું તે હવે પત્યું હતું. સંતોષજનક કામ મળતા એ પાર્ટીએ ખુશ થઈને નક્કી કરેલ રકમ કરતાં 10% વધુ ફી ધારિણીને ચૂકવવાની તૈયારી બતાવી અને એમના એક સંબંધીના ઘરનું રીનોવેશન કરાવવાનું હતું એ કામ પણ ધારિણી જ કરે એવી એમની ઇચ્છા હતી.ધારિણી તો  ખુશ ખુશ થઈ ગઈ. જલ્દીથી આ સમાચાર એણે ધ્રુમિલને આપ્યાં. પણ ધ્રુમિલ અભિનંદન આપવાને બદલે એની સામે વિચિત્ર નજરથી નિહાળી રહ્યો.

‘શું થયું..કેમ આમ વિચિત્ર નજરથી જોઈ રહયો છે?’

‘તમે યુવાન અને રુપાળા બૈરાઓ કામમાં થોડી આઘાપાછી કરો તો પણ ચાલે.પેમેંટ સમયસર મળી જાય પણ અમે પુરુષો અહીં દિવસ રાત એક કરીને ધાર્યા કરતા પણ સારા પરિણામો આપીએ તો પણ અમને પેમેંટ કઢાવતા નાકે દમ આવી જાય છે.’

ધારિણી સમજી ગઈ કે આજકાલ રોજ માથાકૂટ થતી હતી એ પાર્ટીએ આજે ફરીથી ધ્રુમિલને ટોપી પહેરાવી હશે એટલે સાહેબનો મૂડ બરાબર નહતો અને એની અકળામણમાં એને ધારિણીની ખુશી પણ નહોતી દેખાતી.ત્યાં તો ધ્રુમિલનો બબડાટ કાને પડ્યો. એણે કાન સરવા કર્યા,

‘આ સ્ત્રીઓને કેવી શાંતિ !  સુંદરતા આપીને ભગવાન એની બધી કમીઓ ઢાંકી દે છે. ઓછી મહેનત, ઓછી બુધ્ધિ અને ઢગલો પૈસા ચપટી વગાડતા’કને હાથમાં.હમણા  અમારી જેમ તકલીફોનો સામનો કરવાનો આવે ત્યારે ખબર પડે કે કેટલા વીસે સો થાય ? બધે રુપને નમસ્કાર છે ભાઈ..!’

અને ધ્રુમિલ ઘરની બહાર નીકળી ગયો પાછ્ળ છોડતો ગયો શ્વાસ રુંધી નાંખતી શાંતિ.ધારિણી સ્તબ્ધ થઈ ગઈ હતી. શું પોતે જે કમાય છે એમાં ફક્ત પોતાના રુપનો જ હાથ છે ? પોતાની આવડત, એક સાથે આટલા મોરચે લડવાની કુશળતા, પોતાની સ્માર્ટનેસ કશાની કોઇ જ કિંમત નહીં. બધે પોતાના રુપના ઢગલો વખાણ થાય છે પણ પોતાની તીવ્ર બુધ્ધિને કોઇ કેમ સ્વીકારી નથી શકતું ? કાર્યકુશળતા, ડેડીકેશન એ બધાંનું શું કંઈ મૂલ્ય જ નથી પોતાના આ વિકાસમાં ? કોઇ પણ સફળતા મળે એની પાછ્ળ ‘રુપ’નામની આંગળી કેમ ચીંઘાય છે ? પોતે સુંદર ના હોત તો કોઇ કામમાં સફળ જ ના થઈ શકત. સ્ત્રીઓની સુંદરતા આટલી બધી મહત્વની કે બુધ્ધિની તીવ્રતાને ઢાંકી દે ?પોતે તો કદી પોતાની સુંદરતાના જોરે કામ પૂરા કરવા –કરાવવાના ઓરતા નથી રાખ્યા.પોતાના સ્ટાફ – કસ્ટમર બધાની ‘સાયકોલોજી’સમજીને એમની પાસેથી કેવી રીતે કામ લેવું, કેવી રીતે વાત કરવી એ બધાં પર પૂરતું ધ્યાન આપે છે. પોતાના પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવની લોકોને ખબર છે અને એને માન પણ આપે છે. કેટકેટલી દિમાગી મગજમારીઓ – આટીઘૂંટીઓ પાર કરે ત્યારે એક પ્રોજેક્ટ સુંદર રીતે પૂર્ણ થાય છે અને છેલ્લે સાંભળવાનું શું..તમે’રુપાળી સ્ત્રી’ છો એટલે બધું ઇઝી..! લોકો એ વાત કેમ નથી સમજતી કે સ્ત્રી છીએ એમાંય રુપાળી એટલે અમારા કામમાં વધારે સાવચેત રહેવું પડે છે. નાની શી વાતનો આ પુરુષ જાત બતંગડ બનાવી દેતા વાર નથી લગાડતી. એક એક શબ્દસાચવી સાચવીને બોલવો પડે અને આ કહે છે કે સ્ત્રી છો એટલે બધું સરળ..શું હું લોકોને કહેવા જાઉ છુ કે તમે મારા કામની મૂલવણી ‘સ્ત્રી જાતિ’ ધ્યાનમાં રાખીને કરો, મારા માટે સોફ્ટ કોર્નર રાખો, મારી ભૂલોને સુંદર હોવાના કારણે નજરઅંદાજ કરો ? ધારોકે મેં આમ કહ્યું પણ હોય તો કયો માઈનો લાલ ભળતી –સળતી શરતો વિના મારી આ વાત માનવાનો ! પુરુષો એમની જાતે જ મારી પાસે આવે છે, કામ કરાવે છે અને હું પૈસા કમાઉ છું આ બધામાં મારી સ્માર્ટનેસ, મહેનત સિવાય સુંદરતા જેવા પ્રશ્નો ઉભા કરવાથી આખરે શું અર્થ સરવાનો એ જ નથી સમજાતું ?

બધીય મૂંઝવણ ધારિણીએ પોતાની સખી વિજયતા આગળ રજૂ કરી. વિજયતા પણ નોકરી કરતી સુંદર સ્ત્રી હતી. મંદ મંદ હાસ્ય ફરકાવતા એ બોલી,

‘ધારી,આ પુરુષપ્રધાન સમાજ સ્ત્રીઓની સુંદરતાનો  જ પૂજારી રહ્યો છે. વર્ષોથી સ્ત્રીઓને એક સુંદર મજાની ઢીંગલી સમજીને એને શણગારવાની, સાચવવાની વાતો કરી કરીને સ્ત્રીઓને રુપના પૂતળા બનાવવા-સમજવા સિવાય એમને કંઇ નથી દેખાતું. વળી આપણા જેવી સ્માર્ટ સ્ત્રીઓ એમના કરતા વધારે પૈસા કમાઈ જાય એ તો કેમનુ પોસાય ? એમનુ પૌરુષત્વ લાજે એટલે છેલ્લે તેં કહ્યું એમ કે:’તમે સ્ત્રી છો એટલે બધું ય આસાન’ જેવી વાતોની ડંફાસો મારે. હકીકતે પુરુષો સ્ત્રીઓની સુંદરતાથી આકર્ષાઈને આસાનીથી સ્વીકારી શકે છે..અરે એકાંતમાં એના પગ ધોઇને પીવા માટે પણ તૈયાર થઈ શકે છે,પણ જેવી એ રુપાળી ઢીંગલીની બુધ્ધિને કે શારિરીક શક્તિને સ્વીકારવાની વાત આવે ત્યારે આ સમાજ હંમેશા પાછી પાની કરતો આવ્યો છે. આશા રાખીએ આવનારી પેઢીની સ્ત્રીઓને તંદુરસ્ત ભાવિ મળે. જ્યાં એના સૌંદર્ય સિવાયના અન્ય ગુણોનો પણ સમાજ આદર-પ્રેમથી સ્વીકાર કરી શકે.

અનબીટેબલ:- A mistake which is not corrected immediately, is another mistake.

5 comments on “સૌંદર્ય અને બુધ્ધિ.

 1. સરસ લેખ અભિનંદન સ્‍નેહાજી

  Like

 2. sorry 2 say purush ni prakruti ni aa maryada chhe ….change thata varsho jashe .(good article )

  Like

 3. Saro lekh chhe..mahatvano point kahi jaay..સ્ત્રી કે પુરુષ જે કાર્ય કરવા તન મન બુધ્ધિ કામે લગાડવા પડે જ..કાર્ય કે વ્યક્તિની સફળતામાં ઘણાં પાસા જવાબદાર,આત્ર સૌન્દ્રય નહીં..પણ આપે સાચુ ચિત્રણ આજના સમયમાં પુરુષપ્રધાનતા હજી વકરે છે.
  Thanks for sharing

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s