રમતા જોગી


તારે લખવું હોય ત્યારે
અમારે તારી કલમમાં સમાઈ જવાનું એમ કે..?
અમે કંઈ નવરા છીએ..
તું વિચારે અને
અમે શબ્દો એમાં પૂરોવાઈ જઈએ
ગૂંથાઈ જઈએ..
કવિતા નામની માળા બની જઈએ.
અમે તો રહ્યાં ‘રમતા જોગી
મન થાય ત્યાં અને એ જ સમયે
ધૂણી ધખાવી દઈએ

ધૂણી લઈએ
તું અમારા સમય, મૂડની રાહ જો
બાકી આમ અમને સમય – વિચાર – લાગણીઓના પ્રવાહમાં
ઝકડવાની જીદ સાથે તું લખવા બેસીશ
તો ચોક્કસ ગોથા ખાઈશ..
રામ…રામ….!

-સ્નેહા.

3