નાજુક નમણી પ્રિયતમા – 3

 

ખેતીની વાત મેગેઝિન > મારી હયાતી તારી આસ-પાસ કોલમ > ઓક્ટોબર મહિનાનો લેખ.

**નાજુક નમણી પ્રિયતમા ભાગ -1 વાંચવા લિંક ક્લીક કરો..

https://akshitarak.wordpress.com/2012/08/08/namani-rupani-priyatama-1/

**નાજુક નમણી પ્રિયતમા ભાગ -2 વાંચવા લિંક ક્લીક કરો..

https://akshitarak.wordpress.com/2012/09/11/najuk-namni-priyatama-2/

ભાગ -3 અને છેલ્લો.

આખો રસ્તો ક્યાં પતી ગયો ખબર જ ના પડી.સાવ બે ચાર શ્વાસનો જ રસ્તો……! આખા રસ્તે સખીઓએ શું ધમાલ મસ્તી કરી એ કંઇ જ સમજ નહતી…તનની હાજરીને આપણી દુન્યવી દુનિયામાં હાજરી ભલે ગણાતી હોય પણ મનથી તો હુ મારા આશુ જોડે…એમની વચ્ચે રહીને પણ ‘હું- સુગંધી’  ત્યાં ક્યાં  હતી ?  આ પ્રેમજગતની વાતો જ નિરાળી હોય છે.

ત્યાં તો ચર્રર્રર…બ્રેક સાથે ગાડી ઉભી રહી ગઈ. સામે જ આસોપાલવ અને રંગબિરંગી ફૂલોથી મહેંકતો લગ્નના હોલનો ગેટ દેખાયો. ગેટની ડાબી બાજુ પર ફુલોની સુંદર મજાની ગોઠવણી કરીને વર-વધૂના નામ લખેલા .મનોમન એ જગ્યાએ ‘મારા અને આશુ – સુગંધી અને આશુ’ ના નામની કલ્પના થઈ ગઈ. નજર ગેટ પર ગઈ તો ત્યાં મહેમાનોને આવકારવા માટે આશુ અને એના મમ્મી ઉભેલા હતા.

હૈયું એક ધબકાર ચૂકી ગયું. ..ઓફ્ફવ્હાઈટ કુર્તો, નાજુક રેશમી દોરાનું વર્ક અને ગળામાં મરુન દુપટ્ટો…જાણીને કે અજાણતાં જ  ખુલ્લા રખાયેલા કુર્તાના પહેલા બે બટનમાંથી થોડા વાળ એના સ્વભાવની જેમ જ બેપરવાઈથી હવામાં ફરફરતા હતા. છ ફૂટની હાઈટ, રેગ્યુલર કસરતની ચાડી ખાતું આશુનું સપ્રમાણ સ્નાયુબધ્ધ શરીર.. પહોળી છાતી-પતલી કમર ..આશુ ઉપર આ ટ્રેડીશનલ ડ્રેસ ગજબનો ઓપતો હતો.

જે આશુને મારા સૌંદર્યથી અભિભૂત કરવાના સપના સેવતી બેઠેલી એ આશુને જોઇને હું પોતે જ બેહોશ થવાની તૈયારીમાં હતી..

ત્યાં મારી સખીએ મને હાથ પર હળ્વેથી ચૂંટીયો ખણ્યો અને હું ભાનમાં આવી. બધાની હાજરી વિસરીને જે રીતે ‘આશુમય ‘ થઈ ગયેલી એ વિચારીને મનોમન શરમાઈ ગઈ. આશુએ એક ભરપૂર નજર મારી તરફ નાંખી ને તરત ફેરવી કાઢી. એની ઇચછાને માન આપીને મેં આજે સાડી પહેરી..સોળ શણગાર સજયા અને  એ સાવ જ અલિપ્ત..મેં એના મોઢા પર જે ‘એક્ષપ્રેશન’ની આશા રાખેલી એમાંથી એક પણ ના દેખાયું. બધી મહેનત પાણીમાં..!!  પ્રસંશાનો એક ભાવ પણ પ્રિયાને અર્પણ નહીં..!

પુરુષોની જાત જ આવી હોય..સાવ નિર્મમ..! નજરની આ સંતાકૂકડી કોઇના ધ્યાનમાં ના આવી હોય એવી આશા રાખતી રાખતી ફટાફટ હોલમાં અંદર જતી રહી.

એરકંડીશન હોલ પણ મારા ધખધખતા ગુસ્સાને ઠંડો નહતો કરી શકતો. લગ્નની ચોરી આગળ ગોઢવાયેલી ખુરશીમાં સખીઓ સાથે ગોઠવાઈ ગઈ..

‘એ મારી સામે ના જુવે તો મને પણ એની કંઇ પરવા નથી,  હું પણ એની સામે નહી જોઊં..એ સમજે છે શું એના મનમાં..’

ઘૂઘવાટ-અકળામણ-

ત્યાંતો આશુનો અવાજ કાને પડ્યો…

’કોલ્ડડ્રીંક….’

અને એક જ મીનીટ પહેલાં લીધેલો દ્રઢ નિર્ણય પાણી થઈને વહી ગયો. નજર ઉઠાવી તો આશુના ચેહરા પર જઈને જ અટકી ગઈ. આના ઉપર તો ગુસ્સે ય  કેમનું થવાય..કેવું નિર્દોષ – નિર્મળ મુખડું છે આનું !’ હું  ખોવાયેલી ખોવાયેલી હતી , આશુની આંગળીઓ એ મોબાઈલમાં કંઇક હરકત કરી ..થોડો ગુસ્સો આવ્યો..આવા વખતે પણ મોબાઈલ છૂટતો નથી એનાથી…ત્યાં તો મારા મોબાઈલમાં મેસેજ ટૉન રણકી ઉઠ્યો.

’ઈડીયટ…જલ્દીથી કોલ્ડડ્રીંક લે અને હોલની પાછ્ળ એક રુમ છે..ત્યાં આવ…જલ્દી…હું રાહ જોવુ છું..’

મંત્રમુગ્ધ જેવી અવસ્થામાં જ ગ્લાસ લીધો અને એક જ ઘૂંટ્માં ગટગટાવી ગઈ. બહેનપણીઓને ‘એક મીનીટમાં આવી’ કહીને બને એટલી ત્વરાથી હોલની પાછ્ળ આવેલા રુમ તરફ ભાગી.

જ્યાં આશુ મારી રાહ જોઇને ઉભો હતો નવવધૂને તૈયાર થવા માટેનો રુમ હતો .  રુમમાં આશુ એકલો હતો એ જોઇને જેટલી અધીરાઈથી દોડતી- દોડતી રુમમાં ગઈ એનાથી બમણી સ્પીડમાં પગમાં બ્રેક પણ વાગી ગઈ. હૈયું કલ્પનાના આકાશમાંથી વાસ્તવિકતાની ધરતી પર પટકાયું..’વિચાર અને હકીકત’ બેયનો ભેદ પાણી અને દૂધની જેમ અલગ થઈને ઊભો રહ્યો.વિચારોમાં એકદમ ‘બોલ્ડ’ એવી હું હકીકતમાં શરમની મારી કોકડું વળી ગઈ. હોઠ ધ્રુજીને રહી ગયા પણ કોઇ શબ્દો બહાર ના નીકળ્યા..આશુ મારી આ હાલતનો દૂર ઊભો ઊભો મજાથી આનંદ માણી રહેલો.ધીરેથી એણે રુમનો દરવાજો અંદરથી બંધ કર્યો .

‘આશુ…આમ….કોઇ આવશે તો કેવું લાગશે…આ થોડું રીસ્કી નથી કે..?’’

‘ના…મારો એક મિત્ર બહારથી રુમ લોક કરીને ત્યાં જ ઓટલા પર બેઠો છે..હું  મોબાઈલથી એને જાણ કરીશ એટલે એ ખોલશે. તું  એ બધી ચિંતા ના કર. ‘ઇનફેક્ટ’  તું કશું જ ના કર..બસ ચૂપ ચાપ મારી સામે ઊભી રહે અને એ ધીમેથી મારી નજીક સરકયો…શરમથી મારી નજર ઊંચી જ નહોતી થતી. આશુએ મારી હડપચી પર એની તર્જની ગોઠવી મારું મોઢુ ઊંચુ કર્યુ. પણ મારામાં હિઁમત નહોતી એની આંખોમાં આંખ નાંખીને જોવાની. અમે આમ સાવ જ એકાંતમાં પહેલી વાર મળતા હતા.

આટલી નજીક…! થોડી બીક લાગતી હતી..કોની…આશુ ની…ના ના..એના પર તો પૂરો વિશ્વાસ હતો….તો શું મને મારી બીક લાગતી હતી કે..?

આશુએ ધીરેથી એનો હાથ મારી ખુલ્લી કમર પર મૂક્યો અને હું આખે આખી ધ્રૂજી ઊઠી…

‘સુગંધી..તું અદભુત લાગે છે આજે..મારી સપનાની પરી…રાજકુમારી…કેટલા વખતથી મારે તને આમ સાડીમાં એક ‘ભારતીય નારી’ના રુપમાં જોવી હતી. મારે જોવું હતું કે મારી દુલ્હન બનીશ ત્યારે તું કેવી લાગીશ. સાચું કહું તો તો તું મારી કલ્પનાથી પણ વધુ સુંદર લાગે છે મારા રુપકડા ચાંદ. ’ આટલું બોલતા તો એનો હાથ મારી કમર પરથી મારી પીઠ પર સરક્યો. મારામાંની પેલી બીક વધુ તીવ્ર બનતી જતી હતી.મારો મારા પર કાબૂ નહી રહે તો..? આવું જોખમ મેં કેમ લીધું..મનો મન જાતને થોડી કોસી પણ ખરી..આ સહેજ પણ હિતાવહ ફેંસલો નહતો..પણ હવે શું….?

’સુગંધી.. તારી આ બેદાગ લીસી લીસી ગોરી ત્વચાવાળી પીઠ, બે મુઠ્ઠીમાં સમાઈ જતી કમર…આ બધું મારું છે..મારું પોતાનું..આ વિચારથી જ હું મારી જાતને આખી દુનિયાનો ધનવાન માણસ સમજુ છું  અને એનો હાથ ચોલીમાંથી ખુલ્લી પડતી પીઠ પર સરક્યો…

‘આશુ…પ્લીઝ…આમ ના કર..’

આશુ મારી વાત સાંભળવાના મૂડમાં જ ક્યાં હતો. એના બાહુપાશમાં મને ચસોચસ જકડી લીધેલી..જેમાં શ્વાસ લેવા માટેની હવા પણ માંડ આવી શકે.. આટલી અધીરાઈ..

અને મનોમન બોલાઇ ગયું

‘તારા બે હાથની વચ્ચે હું..ફક્ત હું.

આનાથી વધુ ના માંગુ કદી હું..’

‘તારા વાળમાંથી એક અનોખી સુગંધ પ્રસરી રહી છે…મારા બધા દુ:ખ – દર્દ એમાં ઓગળી જાય છે’ અને આશુએ એનું  મોઢું મારા રેશમી ખુલ્લા વાળમાં છુપાવી દીધું.

‘આ તારી બિંદી-તારા કાનના ઝુમ્મર..ગળાનો હાર..કમર પર ઝુમતો આ કમરબંધ..તારા પગની પાયલ….જાતને શણગારતી વેળએ મને યાદ કરેલો ને…? સો ટકા કર્યો જ હશે…ખબર છે..પણ બસ..તારા મોઢેથી સાંભળવું છે કે આ બધા શણગાર તેં ફક્ત મારા માટે જ કર્યા છે…  તું અદભુત છે..તારી આ માછ્લી જેવી ઊંડી અને પાણીદાર આંખો…તારું નાજુક અને અત્યારે લાલચોળ  ટેરવાવાળું  નાજુક નાક…એની નીચે બે પરવાળા જેવા હોઠ…તારી લાંબી  પતલી ગ્રીવા..સુગંધી તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છું..અને એ પાગલની જેમ મને ચૂમવા માંડ્યો…હું નખશીખ ભીંજાવા માંડી…તીવ્ર ધડકનો વચ્ચે મારા દિલની ગતિ પર કાબૂ રાખવાના સજાગ પ્રયત્નોની કસરત સતત ચાલતી જ હતી…આખરે હું પણ એક સામાન્ય માણસ જ હતી…ઢગલો એષણાઓથી ભરેલી…

‘તારા હોઠ

મારું કપાળ…ગાલ….હોઠ….ડોક…

પછીની વાત મને ના પૂછ..

નશાની ચરમસીમાએ અમથું ય કોને કંઇ યાદ રહે છે…!!’

વાતાવરણ બરાબર ઘેરાઈ ગયેલું..વરસાદ ગમે ત્યારે પડી શકે એવી સંભાવના હતી..અને ત્યાં જ બારણે ટકોરા પડ્યાં,

’સોરી ટુ ડીસ્ટર્બ યુ..પણ આશુ – સુગંધી ભાભી…થોડા લોકો તૈયાર થવા માટે આ બાજુ આવી રહ્યાં છે…’

અને બધો નશો એક ઝાટકે તૂટી ગયો. પળ ભરમાં જાતને સંભાળી લીધી અને વળતી પળે અમે બહાર. સામે ઉભા રહેલા મિત્રની સામે જોવાની મારી હિઁમત નહોતી..આશુને પણ કશું જ કહ્યાં વગર ત્યાંથી ભાગી અને સીધી બહેનપણીઓની જોડે જઈ પહોંચી.

હવેથી આવા એકાંતના રીસ્ક ક્યારેય નહીં લઊં જેવો મનોમન પાક્કો નિર્ધાર કરી લીધો..ભલું થજો પેલા સમયસર આવી પહોંચનારા આશુના સંબંધીઓ અને એના મિત્રનું.

તે રાતે  દિલના એક ખૂણે છાની છ્પની કોઇ ચિનગારી એનો પ્રભાવ બતાવી રહી હતી અને હું એ આગમાં સળગતી જતી હતી..રોમાંચથી ભરપૂર સાંજ હૃદયંગમ હતી..કંઈક અલૌકિક શકયતાના કોમળ ઇશારાઓથી ભરપૂર સાંજ ..એક કાવ્યમય – દિવ્ય ઐક્યનો ગુનો થતાં થતાં રહી ગયો !! આખી રાત એ અતૃપ્તિની જલનમાં પડખાં ઘસી ઘસીને જ વીતી.

-સંપૂર્ણ..

સ્નેહા પટેલ.

8 comments on “નાજુક નમણી પ્રિયતમા – 3

 1. આપના સરસ વર્ણન બદલ અભિનંદન

  Like

 2. hey madam thats very very gud story
  bcoz same my situation n that reality 1st touch in l……

  Like

 3. મનોભાવો નું અદ્ભુત વર્ણન કર્યું છે। નીચે ટાંકેલા વાક્યો ‘માણવાની’ બહુ મઝા આવી। મારી મઝા ની સરખામણી કરું! તો તમને લખવામાં જેટલી મઝા આવી હશે એટલી મને વાંચવા માં આવી

  એમની વચ્ચે રહીને પણ ‘હું- સુગંધી’ ત્યાં ક્યાં હતી ?[ પ્રેમ સાચે જ અસ્તિત્વ ને ભુલાડી દે છે]
  હૈયું એક ધબકાર ચૂકી ગયું.]પ્રીતમની સામે ધબકાર ન ચુકે તો જ નવાઈ]
  જે આશુને મારા સૌંદર્યથી અભિભૂત કરવાના સપના સેવતી બેઠેલી એ આશુને જોઇને હું પોતે જ બેહોશ થવાની તૈયારીમાં હતી..[શિકાર કરને કો આયે શિકાર હો કે ચલે]
  બધાની હાજરી વિસરીને જે રીતે ‘આશુમય ‘ થઈ ગયેલી એ વિચારીને મનોમન શરમાઈ ગઈ.[અદ્ભુત નાર્સિસસ ભાવ]
  પ્રસંશાનો એક ભાવ પણ પ્રિયાને અર્પણ નહીં..![ વાહ]

  ’કોલ્ડડ્રીંક….’
  અને એક જ મીનીટ પહેલાં લીધેલો દ્રઢ નિર્ણય પાણી થઈને વહી ગયો.[ પ્રેમશક્તિ સામે ઋષિઓ નિષ્ફળ થઇ ગયા। સુગંધીની શી વિસાત]
  ‘આ તારી બિંદી-તારા કાનના ઝુમ્મર..ગળાનો હાર..કમર પર ઝુમતો આ કમરબંધ..તારા પગની પાયલ….જાતને શણગારતી વેળએ મને યાદ કરેલો ને…? સો ટકા કર્યો જ હશે…ખબર છે..પણ બસ..તારા મોઢેથી સાંભળવું છે કે આ બધા શણગાર તેં ફક્ત મારા માટે જ કર્યા છે… તું અદભુત છે..તારી આ માછ્લી જેવી ઊંડી અને પાણીદાર આંખો…તારું નાજુક અને અત્યારે લાલચોળ ટેરવાવાળું નાજુક નાક…એની નીચે બે પરવાળા જેવા હોઠ…તારી લાંબી પતલી ગ્રીવા..સુગંધી તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છું..અને એ પાગલની જેમ મને ચૂમવા માંડ્યો…હું નખશીખ ભીંજાવા માંડી…તીવ્ર ધડકનો વચ્ચે મારા દિલની ગતિ પર કાબૂ રાખવાના સજાગ પ્રયત્નોની કસરત સતત ચાલતી જ હતી…આખરે હું પણ એક સામાન્ય માણસ જ હતી…ઢગલો એષણાઓથી ભરેલી…
  નશાની ચરમસીમાએ અમથું ય કોને કંઇ યાદ રહે છે…!!’[શૃંગાર રસ ભરપુર રસસભર ફકરો, બાય દ વે ફકરો શબ્દ યાદ છે ને? જસ્ટ ગમ્મત]
  દિવ્ય ઐક્યનો ગુનો થતાં થતાં રહી ગયો !! આખી રાત એ અતૃપ્તિની જલનમાં પડખાં ઘસી ઘસીને જ વીતી.[ ‘દિવ્ય ઐક્યનો ગુનો’ ખુબ જ ઉચ્ચ સ્તરનો શબ્દ ‘કુંવારી પ્રેમ પ્રક્રિયા’ માટે છે]

  હેટ્સ ઓફ ટુ યુ સ્નેહા જી

  Like

 4. અદ્‍ભુત…અદ્‍ભુત…અદ્‍ભુત લેખ…આફ્રીન…આફ્રીન…આફ્રીન…શૃંગાર રસનું અદ્‍ભુત વર્ણન…જાણે કે નજર સામે રોમેન્ટીક ફિલ્મ ચાલતી હોય એવું લાગે, જે તમારા સબળ લેખન કાર્યને આભારી છે…એક પ્રેમિકાના અંતરંગ મનનાં તરંગો એક પ્રબળ ઘેરી છાપ પ્રેમી પર તો મુકી જ જાય છે, સાથોસાથ એક વાચકનાં દિલો-દિમાગ પર પણ એક છાપ છોડી જાય છે…અને આ લેખ જ્યારે એક વાચક વાંચતો હોય ત્યારે પ્રેમી-પ્રેમિકાના જે હચમચાવી મુકે એવા પ્રેમ આવેગ છે, તેવો જ પ્રેમ આવેગ વાંચક પોતાના દિલો-દિમાગમાં અનુભુતી કરે છે, જે તમારી શ્રેષ્ઠ લેખન કળાને ઉજાગર કરે છે…જ્યારે એક મોર ત્રણ ઢેલોને જે રીતે કળા અને ડાન્સ કરીને વશીભુત કે આકર્ષિત કરે છે તે પ્રણય દ્રશ્ય વર્ણનની અદ્‍ભુત છટા તમે વર્ણવી તે રોચક, સુખદ, દિલકશ અને પ્રેમમય અનુભવાયુ…એક માતાના કપડા જ્યારે પોતાની દિકરીને ફિટ આવી જાય છે, ત્યારે એક સ્ત્રીએ સંતાનની માતા બની ગયા પછી કે મોટી ઉંમરે પણ ફિટનેસ જાળવવાનો તમે જે લેખમાં ઉલ્લેખ કર્યો તે કાબીલેતારીફ છે, જે આજના જમાનામાં બેઠાડુ જીવન જીવતા લોકોને માટે એક ફિટનેસ મેસેજ પણ આપી જાય છે (Bravo Sneha)…અને લેખનાં અંતિમ ભાગમાં તમે જે પ્રેમી-પ્રેમિકા એકબીજામાં ખોવાય જાય/મગ્ન બની જાય છે, પ્રેમમય બની જાય છે, દુનિયાનું ભાન ભુલી જાય છે અને લાગણીવશ થઈ જાય છે તેનું અવિસ્મરણીય વર્ણન…તમે દરેક બાબતને ખુબ જ ઊંડાણ પૂર્વક વર્ણવી છે, પછી તે મેકઅપ હોય કે વસ્ત્ર પરિધાન હોય કે ફિટનેસની બાબત હોય કે પ્રેમિકાના મનમાં ઉઠતા પ્રેમ તરંગો હોય કે પ્રણય રસમાં એકલીન બની જવાની પ્રેમી-પ્રેમિકાની બાબત હોય…આ લેખનાં ત્રણેય ભાગ ખુબ જ સરસ…હજુ પણ આ લેખ ભાગ-૪ અને ભાગ-૫ માં લખાયેલો હોત તો પણ વાંચવાનો કંટાળો ન આવત એવો જાદુમય લેખ…આ લેખ માટે તમને ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્‍સ આપવાનું મન થઈ આવે…Congratulations & thanks…
  બસ એ જ તમારો મિત્ર – અમિત બી. ગોરજીયા

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s