તરસ અને સંતોષ

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ દૈનિકપેપર > નવરાશની પળ કોલમ > 3-10-2012નો  લેખ.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.
– ખલિલ ધનતેજવી.

આજે ઉપાસના અદ્વૈત – એના 9 વર્ષના દીકરા ઉપર બરાબર અકળાયેલી હતી.આટઆટલી સગવડો સાચવીએ, કોઇ જ પાબંદી વગર એને સારામાં સારું અને મનગમતું ખવડાવીએ – પીવડાવીએ તો પણ અદ્વૈત આવો કેમ ?

વાતમાં એવું હતું કે અદ્વૈતને લઈને આજે ઉપાસના પોતાના મામાજીના ઘરે બેસવા ગયેલી. મામાજીનું ઘર એમના ઘર કરતાં પ્રમાણમાં ખાસું એવું પૈસાદાર. વળી એમના ઘરમાં ‘શૉ-બાજી’નું પ્રમાણ પણ ખાસ્સું રહેતું. એમના ઘરમાં પહેરવાના કપડાં સુધ્ધાં ઉપાસનાના કોઇ લગ્નપ્રસંગના કપડાંથી વધારે સારા અને કિંમતી રહેતા. આડકતરી રીતે મામીજીની વાતોમાં આ અભિમાન ડોકાઈ જ આવતું. 5-6 નોકર-ચાકરોવાળા ઘરની મબલખ ચકાચોંધથી ઉપાસના પોતે પણ અસ્વસ્થ થઈ જતી, લઘુતાગ્રંથિનો અનુભવ પણ કરી લેતી. વળતી જ પળે એ ખુદ્દાર સ્ત્રી પોતાની જાતને સંભાળી લેતી. સમજદાર હતી ને પણ એની સાથેના માસૂમ – અણસમજુ ફૂલનો શું વાંક ? એને આવી બધી સમજદારીની શું ખબર પડે? એ આજે ત્યાં ધરાયેલા આવતા નાસ્તા અને કોલ્ડ-ડ્રીંકીયા દેખાડાની માયાજાળમાં ફસાઈ ગયો ‘આ ખાઉં કે પેલું ખાઉં ?’ ની દ્વિધામાં અંતે બધા પર હાથ સાફ કરી દીધો. ઉપાસનાએ એને આંખોથી ઇશારા કરી કરીને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ અદ્વૈતનું માસૂમ બાળમાનસ એ બધું ય જોઇને પણ વણજોયું કરી ગયું અને પોતાની મનમાની કરીને જ જંપ્યું. મામીજીનો અહમ છૂપી રીતે સંતોષાઈ ગયો અને ઉપાસનાનું સ્વમાન એ જોઇને થોડું ઘવાઈ ગયું. આમે મધ્યમવર્ગીય માણસોના સ્વમાન બહુ જ સંવેદનશીલ હોય છે અને એને એ લોકો જીવની જેમ સાચવતા હોય છે.

સાંજે ગૌરવ એનો પતિ ઘરે આવ્યો ત્યારે ઉપાસનાએ પોતાના મનને કોરી ખાતી આ વાત એની સમક્ષ રજૂ કરી.

ગૌરવ પણ બે ક્ષણ વિમાસણમાં પડી ગયૉ. એ સાયકોલોજી ભણેલો નહતો પણ થોડે દૂર સુધી વિચારતા એને ઉપાસનાની બાળઉછેરની એક નાનકડી ભૂલ નજરે પડી જે એને સમજાવવા જતા કદાચ એ બે ની વચ્ચે ખટરાગ થઈ જવાની સંભાવનાઓ હતી.એમ છતાં વાત કરવાની હિંમત કરીને એ બોલ્યો,

‘ઉપાસના, અદ્વૈતની દરેક યોગ્ય માંગ તું પૂરી કરે છે ?’

‘હાસ્તો વળી.’

‘તારા મતે જે વાત અયોગ્ય હોય એ એના બાળમાનસ માટે જરુરિયાત હોય એમ તને કદી લાગ્યું છે?’

‘મતલબ..?’

‘મતલબ એ જ કે તને એની અમુક માંગણી ઠીક નથી લાગતી તો તું એનો ધરાર વિરોધ કરે છે અને એની એક પણ વાત સાંભળ્યા વગર ‘એ કોઇ કાળે પૂરી નહી જ કરાય’નું હુકમનામુ જાહેર કરી દે છે.’

‘ગૌરવ, તમે એમ માનો છો કે હું એની જરુરિયાત સમજવામાં ઉણી ઉતરું છું? વળી એની અમુક જીદ હું ના-ના કરતા પણ લાગણીમાં ખેંચાઈને પૂરી નથી કરતી !’

‘ના. સવાલ ઉણી ઉતરવાનો નથી પણ તું જે ના – ના કરીને પછી એની વાત માને છે એનો છે.’

‘એટલે ..?’

‘જો ઉપાસના, એ નાનું બચ્ચું છે. તું એને આવી કંટ્રોલ –જરુરિયાત જેવી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે એની બહુ સમજ ના પડે. એની સમજશક્તિ એટલી ડેવલોપ જ ના થઈ હોય.’

‘તો એ બોલે એ બધી વાતો મારે માની લેવાની એમ ? ‘

‘હા અને ના બેય.’

‘તું આજે શું ખાઈને બેઠો છે..આ કેવી વાતો કરે છે?’

‘ઉપાસના, આ કુમળાજીવને આમ ધાકધમકીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ તો એ ક્યારેય નહી સમજે. અમુક સમયે એમના મગજ પર આવી ભૌતિક ચીજોનું આકર્ષણ હદપાર વગરનું હશે.જેની સામે તમારી એક પણ ડાહી ડાહી વાતોનું જોર નહી ચાલે. વળી એને તરસાવી તરસાવીને અમુક ચીજો અપાવશો તો એના માટે એ વસ્તુનો આનંદ પણ એટલો નહી રહે. અમુક સમયે બધી સમજદારી બાજુમાં મૂકીને વાતને એના દ્રષ્ટિકોણ થી જોવી પડે છે. એક ધડાકે કોઇ ઇચ્છા થાય અને બીજી જ પળે એ પૂરી થઈ જાય એનો આનંદ અદભુત હોય છે. જ્યાં જરુર ના જ હોય ત્યાં થોડા ‘ફ્લેક્સીબલ’ બનીને એ વસ્તુ એને અપાવી દેવાથી એના સંતોષનું લેવલ વધશે.જે એને અંદરથી શાંત કરશે. બાકી દર વખતે ‘એ માંગે ને એમ તરત જ કોઇ વસ્તુ એને અપાવી ના જ દેવાય’ જેવી નીતિ રાખવાથી-એને થોડો તરસાવવાથી આવા અસંતોષો એનામાં ઘર કરતા જશે. નાનપણની બધી ટેવો મોટા થતા – સમજ આવતા ચોકકસપણે સુધરી શકે છે. બસ એના માટે એ બાળમાનસને એક તંદુરસ્ત વાતાવરણ આપવાની જરુર હોય છે. હા, આપણી તાકાત ના જ હોય એ વાત અલગ છે પણ એ વખતે એને ધમકાવવાને બદલે હળવેથી એ વાત પરથી ડાયવર્ટ કરી દેવાનો. કાલે ઉઠીને એણે પણ જવાબદારીઓના ઢગલામાં દબાવાનું જ છે. જાતે ખરીદવાનું આવશે તો એ પણ આવી વાતો પર વિચાર કરશે જ પણ ત્યાંસુધી તો એને બેફિકરાઈનો આનંદ – સંતોષ માણી લેવા દે.

અને ઉપાસના વિચારે ચઢી ગઈ, ‘ બની શકે વાત આમ પણ હોઇ શકે. આ દિશામાં એક પ્રયત્ન તો કરવો જ રહ્યો.’

અનબીટેબલ :-  ‘ There are two lasting assets we can hope to give our children. One is  Roots- the other is wings

 

 

3 comments on “તરસ અને સંતોષ

  1. . અમુક સમયે બધી સમજદારી બાજુમાં મૂકીને વાતને એના દ્રષ્ટિકોણ થી જોવી પડે છે. એક ધડાકે કોઇ ઇચ્છા થાય અને બીજી જ પળે એ પૂરી થઈ જાય એનો આનંદ અદભુત હોય છે………….. sav sachu balako to shu .. apdi sathe pan avu bantu j hoy che! .. right?
    જ્યાં જરુર ના જ હોય ત્યાં થોડા ‘ફ્લેક્સીબલ’ બનીને એ વસ્તુ એને અપાવી દેવાથી એના સંતોષનું લેવલ વધશે.જે એને અંદરથી શાંત કરશે. બાકી દર વખતે ‘એ માંગે ને એમ તરત જ કોઇ વસ્તુ એને અપાવી ના જ દેવાય’ જેવી નીતિ રાખવાથી-એને થોડો તરસાવવાથી આવા અસંતોષો એનામાં ઘર કરતા જશે. નાનપણની બધી ટેવો મોટા થતા – સમજ આવતા ચોકકસપણે સુધરી શકે છે. બસ એના માટે એ બાળમાનસને એક તંદુરસ્ત વાતાવરણ આપવાની જરુર હોય છે. હા, આપણી તાકાત ના જ હોય એ વાત અલગ છે પણ એ વખતે એને ધમકાવવાને બદલે હળવેથી એ વાત પરથી ડાયવર્ટ કરી દેવાનો. કાલે ઉઠીને એણે પણ જવાબદારીઓના ઢગલામાં દબાવાનું જ છે. જાતે ખરીદવાનું આવશે તો એ પણ આવી વાતો પર વિચાર કરશે જ પણ ત્યાંસુધી તો એને બેફિકરાઈનો આનંદ – સંતોષ માણી લેવા દે.

    Like

  2. આમે મધ્યમવર્ગીય માણસોના સ્વમાન બહુ જ સંવેદનશીલ હોય છે અને એને એ લોકો જીવની જેમ સાચવતા હોય છે. – superb sneha 🙂 so true and touchy . Should understand deeply 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s