વાતમાં કંઈ જ નહોતું

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૧૭-૦૯-૨૦૧૨નો લેખ.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

કાંઈ ખોયું નથી :

તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.

-મકરંદ દવે

‘ના, હું નથી જવાની એના લગ્ન – પ્રસંગમાં. મને એવા દેખાડાના સંબંધોમાં કોઇ જ રસ નથી. કોઇ જાતની લાગણી તો છે નહી સંબંધમાં, બસ પ્રસંગ આવે એટલે ભીડભાડના દેખાડા કરવાની ગરજે એક ફોન કરીને બે મીઠા શબ્દો બોલી ‘ઇનવાઈટ’ કરી દેવાના અને આપણે એ ચાસણીમાં ઝબોળાઈને હરખપદુડા થઈને એમના પ્રસંગો સાચવવા દોટ મૂકવાની. બસ , બહુ થયા હવે આ દેખાડા બધા ‘

આજે ભૂમિનો પારો સાતમા આસમાને પહોંચેલો હતો.વાતમાં એમ હતું કે રોમીના ‘કઝીન’-એના દીયર ‘વિપુલ’ના છોકરાની બર્થડે હતી અને એમણે રોમી અને ભૂમિને એમાં આવવા માટે આમંત્રણ આપેલું. આ  એ જ કઝીન હતો કે જેણે રોમીને ગયા મહિને ધંધામાં 50,00 રુપિયાની સખ્ખત જરુર હતી અને એ સમયે ‘સોરી’ કહીને મોઢું ફેરવી લીધેલું. ભૂમિનો ગુસ્સો અસ્થાને નહતો. વિપુલની આર્થિક સ્થિતી પ્રમાણમાં ઘણી સારી હતી. એ ઇચ્છત તો 50,000 રુપિયા તો એના માટે ચણા – મમરા ફાંકવા જેવી સામાન્ય બાબત હતી. પણ એણે અણીના સમયે જ મોઢું ફેરવી લીધું હતું

ભૂમિ નિષ્કપટ –નિખાલસ અને ભડભડીયણ સ્ત્રી હતી. ‘ઇસ હાથ દે ઉસ હાથ લે’ જીવન જીવવાની એક્દમ સિમ્પલ ફોર્મ્યુલા.પ્ણ જીંદગી એમ કદી સીધી ને સટ ક્યાં હોય છે ? દર બીજા દિવસે ભૂમિને આ સંબંધોની લેતી –દેતીના સમીકરણો ઉકેલવાનો વારો આવે. ગૂંચો કાઢે જ રાખે…કાઢે જ રાખે, જરુર પડે તો દોર કાપી પણ નાંખે. સંબંધોની આ સુલઝામણીની પ્રક્રિયાઓમાં જ એની અડધી જીંદગીસમાપ્ત થઈ ગયેલી. હદ વગરની નીચોવાઈ જતી એ. રોમી એની આ બધી મથામણો સમજતો હતો એટલે સમય સાચવીને એ એકલા હાથે અમુક પ્રસંગ સાચવી લેતો. એ વખતે પણ ભૂમિને તકલીફ. વિપુલ પાછો આવે એટલે એજગ્યા-પ્રસંગની ઝીણામાં ઝીણી વિગતો પૂછી પૂછીને રોમીનું માથુ ખાઈ જતી. રોમીનાજવાબો પરથીએને એમ લાગતું કે એના વગર તો પ્રસંગમાં કોઇ જ જાતની કમી ના રહી. પ્રસંગ તો રંગે ચંગે પતી જ ગયો. આ તો વળી ઓર દુ:ખદ વાત. વળી પાછી ભૂમિ હેરાન થતી.

ચિત્ત ભી દુ:ખ – પટ્ટ ભી દુ:ખની એની આ સ્થિતીનો કોઇ જ ઉપાય નહતો.

આજે રોમીએ વિપુલના પ્રસંગમા જવા માટે તૈયારી કરવા માંડી અને ભૂમિ અંદરો અંદર અકળાતી હતી.

‘તને તો કયાં કંઈ ફરક પડે જ છે મારા આવવા – ના આવવાથી ? ખાટલે મોટી ખોટ તો આપણા માણસને જ આપણી કદર ના હોય તો દુનિયાની શુ ચિંતા? વળી એણે પૈસા ના આપીને તારું કહેણ નહોતુ રાખ્યું પણ તને તો ક્યાં એની કોઇ જ ખબર પડે છે’ અને અકળામણના ચરમ શિખરે એ રડી પડી.

રોમી બે પળ ચૂપચાપ એને જોઇ રહ્યો. પાણીનો ગ્લાસ લઈને એને આપ્યો અને બોલ્યો,

’ભૂમિ, એકચ્યુઅલી તું વાતને સમજતી જ નથી. વાતમાં ‘ઇશ્યુ’કરવા જેવું ખાસ કોઇ તત્વ જ નથી. સંબંધો માનવી પોતાના શુકુન, પોતાની શાંતિ માટે નિભાવતો હોય છે. હું ત્યાં જઈને મારા બીજા બે સંબંધીઓને મળીશ, વાત-ચીત કરીશ તો મારું મન હલકું થશે.મને સારું લાગશે.વળી મારા ત્યાં નહી જવાથી કોઇને કશું જ ફરક નથી પડવાનો.કોઇના વગર દુનિયા કદી અટકી નથી જતી. તું ત્યાં આવીને, એમનો સામનો કરીને હેરાન થતી હોય તો તું ના આવીશ. તારા સ્વભાવને એ માફક આવે છે. પણ મને લોકોને મળવુ ગમે છે. સાવ ‘આઈસોલેટેડ’થઈને આમ એક્લો એકલો હું ના જીવી શકું.બસ આ એક જ કારણ છે આ પ્રસંગમાં જવા માટે. તું ના કહીશ તો નહી જઊં. બોલ, શું કરું ?’

અને ભૂમિના મગજમાં બધી કાળાશ હટીને એક અજવાશ થઈ ગયો.

‘હા, રોમીની વાત તો સાચી છે. તો મારે એને રોકીને એને દુ:ખી કરવાનો શું મતલબ ?

‘ઓ.કે. તું જા રોમી. મને કોઇ વાંધો નથી. તું સાચો છે’

રોમી  સ્મિત કરતો’કને ભૂમિની પાસે આવ્યો અને એના ખભે હાથ મૂકીને બોલ્યો,

‘સાવ પાગલ જ છે મારી ‘વાઈફ’. ચાલ, હવે હું ભાગું. હાજરી પૂરાવીને જલ્દીથી પાછો આવી જઈશ અને હા, જમવાનું ના બનાવીશ આપણે બહાર સાથે ડીનર લઈશું’

અનબીટેબલ :- સંબંધો આપણે આપણી જરુરિયાત, ખુશી માટેનિભાવવાના હોય છે.

-sneha patel

4 comments on “વાતમાં કંઈ જ નહોતું

 1. સ્નેહાબેન, માનવીઓના સંબંધોની નાજુક્તા તરફ ધ્યાન દોરીને માર્ગ દર્શન આપતો આપનો આ સુંદર વાર્તા અને એને રજુ કરવાની રીત ગમી.અભિનંદન..

  સંબંધોના ગૂંચવાયેલા તાણાવાણાને ઉકેલવા મુશ્કેલ હોય છે.દ્વેષ, ઈર્ષ્યા, અહમ અને અજ્ઞાન
  મનુષ્યોના એક બીજા બીજા વચ્ચેના સંબંધોમાં ખાઈ રચી દેતાં હોય છે જે ખાઈને પુરવી ઘણીવાર મુશ્કેલ બની જતી હોય છે.સાચી સમજણ કેળવાય તો બહુ વાંધો આવતો નથી.આ વાર્તામાં એક પતી-પત્ની વચ્ચેના નાજુક સંબંધોની વાત તમોએ બાખૂબી રજુ કરી છે.

  આપની આ વાર્તાને મારા બ્લોગ વિનોદ વિહારની એક પોસ્ટમાં મુકવા ઈચ્છા છે, તો સંમતી
  આપવા વિનંતી છે.આપનો ઈ-મેલ સંપર્ક બ્લોગમાં ન મળતા અહી કોમેન્ટમાં લખું છું.

  વિનોદ પટેલ
  http://www.vinodvihar75.wordpress.com
  E-mail. vinodpatel63@yahoo.com

  Like

 2. સ્નેહાબહેન

  બુધવારની વાત છે…ક સોમવારે – આ તો સરાસર અન્યાય છે.

  બ્લોગ તમારો છે તમે ઈચ્છો ત્યારે લેખ મુકી શકો અમારે જ લેખના બંધાણી ન બનવું જોઈએ.

  કાઈ વાંધો નહીં – અભ્યાસથી ભલભલા વ્યસનો છુટી જાય છે તો વળી નવરાશની પળની શું
  મજાલ? 🙂

  Like

 3. અતુલભાઈ…હુ સામાજીક પ્રાણી..કોઇ મોટી તકલીફ હોય તો ઇરેગ્યુલર થઈ જવાય..આટલા નિયમીત બ્લોગીંગમાં અનિયમિતતા આવે ત્યારે વાતની બીજી સાઈડ કેમ નથી વિચારી શકતા એ જ નવાઈ લાગે છે..બ્લોગીંગ મારું સૌથી પ્રિય કામ છે. એ તો આ બ્લોગ જગતના દરેકે દરેક મિત્રો જાણે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s