જાત માટેના સમયની અછત

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 5-09-2012નો લેખ.

કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

– વિવેક મનહર ટેલર.

રોહિણીની આંગળી લેપટોપના કી-બોર્ડ પર ધડાધડ ચાલી રહી હતી. વર્ષોની પ્રેકટીસની છાંટ એની આંગળીઓની ઝડપ અને ચોકસાઈથી થતા ટાઈપીંગ પર ચોખ્ખી દેખાતી હતી. ડાબા હાથની છેલ્લી આંગળી ‘એ’ અને ‘એસ’ના મેક્સીમમ થતા વપરાશને કારણે દુ:ખતી હતી જેને એ વારંવાર ટચાકા ફોડીને થોડી ‘રીલેક્ષ’ કરી લેતી હતી. હવે તો એ ઉપાય પણ કારગત નહતો નીવડતો.અધૂરામાં પૂરું કામમાં ડૂબેલી હોવાથી લેપટોપ પગ પર રાખીને જ કામ કરતી હતી જેની ડોકટરે એને ચોખ્ખી ના પાડી હતી.આ રીતે એની કમર અને પગ બેયનું કચુંબર થઈ જતું હતું અને છેલ્લે કામ પતાવીને ઉભી થાય ત્યારે આખા શરીરને એ થાકેલા પગ અને કમર જોડે તાલમેલ મેળવતા ‘નવ નેજાં પાણી આવી જતાં’.

ત્યાં તો રસોડામાંથી કુકરની સીટી વાગી અને એને યાદ આવ્યું કે:

‘ઓહ, આ તો સાતમી વ્હીસલ…ના..ના..આઠમી !’

ધ્યાન થોડું બેધ્યાન થઈ ગયું હતું ઓફિસના કામમાં. હશે, જે થાય એ..ચણા નહી ચડ્યા હોય તો ફરીથી કુકર મૂકતા કયાં વાર લાગવાની છે એમ વિચારીને રસોડામાં જઈને કુકર ઉતારી એ જ ચાલુ ગેસ પર પોતાની અને અમરની કોફી બનાવવા માટે તપેલી મૂકી

અમર-એનો પતિ-એનો બેટર હાફ..હમણાંજ ઓફિસથી આવેલો.થાકેલો.આવીને બાથ લઈને ફ્રેશ થઈને સોફા પર પગ લંબાવીને ટીવી જોતો રીલેક્ષ થતો હતો.એમ તો પોતે પણ હમણાં જ ઓફિસેથી આવેલીને…

રોહિણીના મનમાં એક વિચારે ફેણ ઉઠાવી.પણ પોતાના નસીબમાં આવા પગ લંબાવીને બેસવાનું…

અને એક ઝાટકે એણે માથું ઝાટકીને એ વિચારને ઉગતો જ ડામી દીધો.બધી વાતમાં વિચારવિચાર કરવાની આ ટેવ જ ખોટી પડી ગયેલી.

અને કોફી ‘મગ’માં કાઢીને ટ્રેમાં મૂકીને બિસ્કીટ અને ખાખરા સાથે એ અમરની જોડે જઈને સોફા પર બેઠી

’હાય ડાર્લિંગ.કેવો રહ્યો દિવસ..?’ અમરે પૂછ્યું.

‘સરસ.પણ એક પ્રેઝંટેશન બાકી રહી ગયું.અર્જન્ટ છે..એટ્લે હવે રસોઇ કરીને જમીને પછી બનાવવા બેસવું પડશે.’

‘ઓહ,ઓકે..શાંતિ…શાંતિ…રીલેક્સ થા રોહિણી..અને હા…આમ બેઠા બેઠા કામ થાય છે તો તું જાડી થતી જાય છે.તારી કમર,પગ,પેટ…બધું જો,ચરબીના થર પર થર જામવા લાગ્યાં છે..’

‘મને ખબર છે.પણ શું કરું ?મને સમય જ નથી મળતો..’

‘એ બધા બહાના છે રોહુ…આ મને જો.મારે પણ આખો દિવસ બેઠા બેઠા જ કામ હોય છે ને.પણ હું કેવો જાત માટે સમય કાઢીને સવારે વોક..સાંજે જીમમાં વર્ક આઊટ કરી જ લઉં છું ને.જાત માટે થોડો સમય ચોરવો પડે.’

ત્યાં તો બાજુવાળા નીપાબેન આવ્યાં : ‘ રોહિણીબેન..તમારી કામવાળી ચાર દિવસની રજા પર છે.કંઇક અર્જન્ટ કામ આવી ગયું તો એ ગામડે ગઈ છે.મને આવીને તમને આ સમાચાર આપવાનું કહી ગયેલી.’

‘પત્યું..’એક આભચીરતો હાયકારો રોહિણીના દિલમાંથી નીકળી ગયો.

‘તમે આજકાલની સ્ત્રીઓ તો ભારે ડેલીકેટ.આ કામવાળીઓએ જ તમારો કચ્ચર ઘાણ વાળ્યો છે.બાકી પહેલાના જમાનામાં સ્ત્રીઓ કેવી ઘરના કામ જાતે કરીને પોતાની જાત અને ઘર બેય સઉવ્યવ્સ્થિત રાખતી હતી.ચાલ હું જીમમાં જઊં છું.’

‘અમર, એક મીનીટ. તમે મને કામમાં કંઇ હેલ્પ ના કરી શકો..?’

‘હું..હું…શુઁ મદદ કરુ અને મારે મોડું થાય છે..’

‘તમે મને હમણાં જ કહેતા હતા ને કે ઘરના કામકાજથી પણ એક્સરસાઈઝ જ થાય છે..તો આજે ઘરને જ જીમ માનીને વર્કઆઉટ કરી લો.કામનુઁ કામ અને કસરત પણ ખરી.મારો સમય પણ બચી જશે..’

’રોહુ..આવી આડી અવળી વાત ના કર તું..’

‘અમર,કમાવા આપણે બેય જણ જઈએ છીએ.મને તો કયારેય ઓફિસે જવાનું કામ ખોટું નથી લાગ્યું.વળી તું મને મારી ચરબી ઉપર ભાષણો સંભળાવે છે તો તેં ક્યારેય એમ વિચાર્યુ કે મારે બેઠા બેઠા કરવાના હોય કે ઉભા ઉભા..શારિરીક હોય કે માનસિક-કામના પાર જ નથી આવતા..બધું સમૂસુતરું હોય તો આ કામવાળીના ડખા તો ઉભા જ હોય.આ બધા નીપટાવતા નીપટાવતા તો હું થાકીને લોથપોથ થઈ જઊં છું.હવે આ થાકેલા મન – તન સાથે હું કઈ એકસરસાઈઝ કરુ કે જીમ જોઇન કરવાની ઇચ્છા રાખું એ કહે..તમારે ઓફિસથી નીકળ્યા પછી અરીસામાં તમારી જાતને જોઇને ચરબીના થરની કે સ્નાયુના શેઈપ જોવાનો સમય પણ નીકળે છે. જયારે મારે માટે તો એ પણ પોસીબલ નથી થતું.સવારના હાય હાય કરતાં વાળ ઓળતી વેળાએ જ મોઢું જોવાનું યાદ આવે છે.તને નથી લાગતું કે તું પણ થોડી મદદ કરે તો મને પણ પોતાની જાત માટે થોડો સમય મળે.હું પણ તારી જેમ જીમ કે એકસરસાઈઝ માટે સમય ફાળવી શકું. પ્રોબ્લેમ ક્યાં છે  ? જમાનો બદલાય છે,જરુરિયાતો બદલાય છે,પ્રાયોરીટીસ બદલાય છે..તો આપણી મેંન્ટાલીટી કેમ ના બદ્લાય ?’

અને અમર વિચારી રહ્યો : અત્યાર સુધી આટલી મોટી વાત પોતાના ધ્યાનમાં કેમ ના આવી ?આ તો પોતે રોહિણી સાથે સરાસર અન્યાય જ કરી રહેલો ને !

અનબીટેબલ :- When someone calls me ugly,I go up to them, smile tenderly and hug them. Because I know life is not easy when you have a seeing disability.

– સ્નેહા પટેલ

Advertisements

4 comments on “જાત માટેના સમયની અછત

 1. Dear Sneha,Jay shree krishna.wish u a happy n healthy day as it passes…yes…
  time is changing;it’s natural…we have to accept it n face it with smile!!!! like summer is passing through…n winter is coming soon..!! take care.

  Like

 2. મને લાગે છે ઘર સંભાળવા ઊપરાંત બીજુ કામ કરતી દરેક ભારતીય સ્ત્રીની આ સમસ્યા છે.
  ઘણી વાર અમુક ઘરોમાં કે બહાર પણ થોડે ઘણે અંશે ચર્ચાયેલો પણ પુરતું ધ્યાન નસીબે નહી પામેલો આ સનાતન પ્રશ્ન છે. મને ખુદને પણ ઘણી વાર એવો વિચાર આવે છે.

  મને લાગે છે કે હવે જ્યા પણ પુરુષ જાતે ના સમજે ત્યાં સ્ત્રીએ તેને સમજાવવો જ રહ્યો – અને હા, પોતાની જાતને હવે વધારે ઊપેક્ષિત કર્યા વિના જાતે પણ થોડા નિયમો ઘડી લેવા જરુરી છે; ક્યારેક બહુ થાક્યા હોય તો પતિને કે ઘરના અન્ય સભ્યોને મદદ કરવા કહેવું , તો ક્યારેક ‘ટેઈક આઉટ’ ઑર્ડર કરવું, સરળ ને જલ્દી થાય તેવી ડીશ બનાવી લેવી, કે ઈવન ‘ઈન્સ્ટન્ટ પેકેટ’ નો ઊપયોગ કરી લેવો. બધા આમાં સંમત થાય કે નહી, ખબર
  નહી, પણ ઘરના સભ્યોને પણ આ વાતનો ‘અહેસાસ’ કરાવવો જરુરી છે – કે હું પણ માણસ છું, મશીન નહીં અને સામાન્ય મશીન ને પણ થોડી સંભાળ, થોડો આરામ, થોડી માવજતની જરુર પડે છે, જેથી સારું કામ કરી શકે. તો સ્ત્રી એક માણસ(?!!!) છે, તેની શક્તિની પણ હદ હોય છે. હા, અભિગમ તો બધાએ જ બદલવો પડશે !

  છેલ્લે કંઈ ના થાય તો – બધાને કહી દેવું કે દુધ ને ‘સિરિયલ’ કે નાસ્તો, ફળ ખાઈ લો – ધરાઈને, આજે મારી પાસે સમય નથી!!!

  Like

 3. જમાનો બદલાય છે,જરુરિયાતો બદલાય છે,પ્રાયોરીટીસ બદલાય છે..તો આપણી મેંન્ટાલીટી કેમ ના બદ્લાય……. jarror aa badlavani j che,

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s