અબળા નારી.

fulchhab paper > Navrash ni pal column > 22-08-2012 artical

 

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

-મકરંદ મૂસળે

સુનિધિ એક બેંકમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતી હતી. હંમેશા પોતાના કામમાં રત..ઢગલો કામના ખડકલા વચ્ચે પણ એ હંમેશા હસતી ને હસતી જ દેખાય. લોકો એના હસમુખા ચહેરાના શુકન કરીને દિવસની શરુઆત કરે જેથી એમનો દિવસ પણ સરસ અને સુનિધિ જેવો હસતા રમતા વીતે.

ઓફિસમાં નવા જ અપોઈંટ થયેલા જીગરને સુનિધિની અસાધારણ કાર્યક્ષમતા જોઇને બેહદ આશ્રચર્ય થતું. નવો નવો હતો અને નોકરીમાં જલ્દીથી આગળ વધવાની મહેચ્છાઓનો સાગર દિલમા ઉછ્ળતો હતો.. એક દિવસ મસ્કા મારવાના પ્રયત્નરુપે એણે સુનિધિને કહી  જ દીધુ,’મેમ તમે સાચે અનોખી સ્ત્રી છો..આટલું બધું કામ…સાથે ઘરની સામાજીક જવાબદારીઓ …સંતાનોના ઉછેરની – ભણતરની જવાબદારી વધારાની…બહુ ‘હેક્ટીક’ શિડ્યુલ હશે કેમ તમારા…?અમારે પુરુષોને તો કમાવા સિવાયની વધારાની જવાબદારી ના હોય..પણ તમારે સ્ત્રીઓને એક સાથે કેટલા કામ..એમ છ્તાં તમે હસતા હસતા એ જવાબદારીઓ નિભાવો છો..સાચે ધન્ય છે તમને..!

સુનિધિ બે પળ એની પાણીદાર આંખોની ધારદાર નજરથી જીગરને તાકી રહી..બે જ પળમાં મન પર કાબૂ રાખીને વળતો જવાબ વાળ્યો,’ જીગર..આમ તો કોઇને મારી પર્સનલ વાતમાં દખલ દેવાનો અધિકાર મેં ક્યારેય નથી આપ્યો..પણ તમે વાત કાઢી જ છે તો કહી દઉં કે તમે માનો છો એવું કંઈ જ નથી..જવાબદારી મારા અને મારા વર – બેય ના માથે છે..એને પણ ધંધાના ટેંશનો હોય,,હરીફાઇમાઁ ટકી રહેવાની મથામણો હોય..મારી અને સંતાનોની આશાઓ પૂરા કરવાના કોડ હોય… પોતાની તબિયતની ચિંતા કર્યા વિના દિવસ રાત એની દોડાદોડ…આ બધું પણ મારા કામ જેટલું જ અઘરું છે…વળી આજના જમાનાના પુરુષો ઘરમાં કોઇ પણ કામ કરતા નાનમ નથી અનુભવતા..એ મને ઘરના- બહારના બધા કામમાં સમય ફાળવીને પૂરતી મદદ કરે છે..પ્રેમથી નિભાવાતી સહિયારી જવાબદારીમાં ક્યારેય થાક ના લાગે..તો મને નથી લાગતું કે હું કંઇ ધાડ મારવા જેવા કામ કરતી હોઉં…તમે પણ મારા વિશે એવા ખોટા ખ્યાલોમાં ના રહેશો.કે કોઇ અફવાઓ ના ફેલાવશો..એકવારમાં વાત સમજી જાઓ તો બેટર છે..પહેલીવાર છે એટલે માફ કર્યા જેને તમે છેલ્લી વાર ગણી લેજો..બાકી જે થાય એની જવાબદારી તમારી પોતાની રહેશે..હવે તમે જઈ શકો છો..’

જીગરના ચહેરા પર પારાવાર નિરાશા ઝળકી ગઈ…સુનિધિની કેબિનમાં બેઠેલી એની સખી રશ્મિ એને વિચિત્ર રીતે નિહાળી રહી..

’સુનિધિ..આમાં ખરેખર આટલા રુડ થવાની જરુર હતી કે..?’

અને હળવા સ્મિત સાથે સુનિધી બોલી: ‘ રશ્મિ..એ મને એ વાતનું આશ્વાસન આપવા માંગતો હતો જેની મારે જરુર જ નહોતી….દરેક સ્ત્રીને પોતાના વખાણ – હમદર્દી બહુ ગમે તો એમ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી શકાશે એવી માંદલી માનસિકતાથી એનું મગજ સડતું હતું અને મને એની ગઁધ આવી ગયેલી..મારા ખ્યાલથી પોતાનું સ્વમાન સાચવવા માટે દરેક સ્ત્રીએ વર્ષો જૂની માનસિકતા બદલવાની જરુરી છે.. પોતાની જાતની દયા ખાવાની કે પુરુષો જેવા કામ કરી એની બરોબરી કરવાના નક્કામા પ્રયાસો છોડીને પોતાની પૂરતી કાર્યક્ષમતા પોતાની જવાબદારીઓને સુપેરે નિભાવવામાં વાપરવી જોઇએ.. દરેક સ્ત્રીએ આ એટીટ્યુડ રાખવો જ જોઇએ તો એ નક્કામી હમદર્દીઓથી બચી જશે..બાકી આવો લાલચુ ‘પુરુષ-પ્રધાન ‘ સમાજ તો તૈયાર જ ઉભો છે સ્ત્રીઓને  અબળા, બિચારી, અસુરક્ષિત ગણીને એને ઓર નબળી બનાવવા.પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે સ્ત્રીઓએ પોતે જ પહેલ કરવાની રહે તો ભવિષ્યમાં પુરુષ-સમોવડી જેવા ‘અન્યાયી’ શબ્દો જ નામશેષ થઈ જશે..

અનબીટેબલ : જવાબદારી જવાબદારી હોય છે..એને નિભાવવામાં સ્ત્રી – પુરુષ જેવા ભેદભાવ ના હોય.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

સ્નેહા પટેલ

12 comments on “અબળા નારી.

 1. વર્ષો જુના કાટ ને જાણે એકજ જાતકે ખંખેરી નાખ્યું હોય એમ લાગ્યું…
  એકદમ સાચી વાત કહી છે..
  સ્ત્રી ને કોઈ ના વખાણ કે હમદર્દી ની જરૂર નથી..

  Like

 2. કાશ…સમાજમાંથી ધીરે ધીરે આમ બધો જ કાટ ખંખેરાઈ જાય ને મજબૂત લોખંડી મનોબળ મળે..

  Like

 3. નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે, શ્રધ્ધા જાત ઉપર રાખી છે. એકજ લીટી માં અનુભવાઈ ગયું..!

  Like

 4. ખુબ જ સરસ વાત કહી તમે.મોટા ભાગનાં પુરુષો સ્ત્રીની નજીક આવી સુફિયાણી વાતો અને વખાણ કરીને આ રીતે જ આવતાં હોય છે. અને ઘણી સ્ત્રીઓ પોતાના પતિ કરતાં આવા ઠાલાં વખાણા કરતાં લોકો વધારે ગમવાં લાગે છે.

  Like

 5. આને કહેવાય શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ..!!લો.શું.ક .(લોકો શું કહે છે)-લો.શું.મા.(લોકો શું માને છે)જેવા નક્કામાં ફિલ્ટર્સ સાથે શા માટે આપણે સતત જાત કે જાતિનું મુલ્યાંકન કરવું જોઈએ? હું આજે પણ ભારતિય સ્ત્રીઓ એ પછી ભારતમાં રહેતી હોય કે ભારત બહાર…સતત પોતાને પુરુષ સમોવડી ‘સાબિત’કરવા કે ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’જેવા અફીણીયા દ્રષ્ટિકોણને ચિગમની જેમ ચગળતી રહે..ને એના દ્રષ્ટિકોણને યોગ્ય સાબિત કરવા દુરાગ્રહ જેવી ભયંકર એલ.ઓં.સી.લાઈનોની અંદર સુદ્ધા પ્રવેશતી રહે.મોટાભાગે આવા પ્રયત્નો ‘કાંખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો’જેવી કહેવતને અજાણતા સાબિત કરતી રહે.ખરેખર તો એ કંઈક બીજું જ સાબિત કરવા માંગતી હતી!સમજુ છે એ લોકોને સમજ ખરીદવા નિકળતા ‘માર્કેટ’માં નિકળતા નથી કારણકે ‘સમજ’અને ‘બુદ્ધિ’ નામની આ બંને ‘પ્રોડક્ટ’કોઈ માર્કેટની પેદાશ નથી ખુદની જાત..ખુદનું મગજ આનું મેન્યુફેક્ચરિંગ કરે ને આ બંને પ્રોડક્ટ બીજા કોઈ બનાવી અન્યને વેચી શકતા નથી કેમકે આના કોપીરાઈટ આપણી પાસે જ કાયમ અબાધિત હોય ઈશ્વરે આના પર ‘નોન-ટ્રાન્સફરેબલ’ની છાપ મારી છે !!સ્ત્રીની મહત્તા વગર દુનિયા જેને ”હેપીનેસ”કહે છે એ તત્વ જ બાષ્પીભવન થઇ જાય.દુનિયાના પ્રત્યેક માનવસજીવના પ્રત્યેક યસ પ્રત્યેક કર્મ(એક્ટ)નો અંતિમ ઉદેશ ”હેપીનેસ”માત્ર હેપીનેસ(આનંદ તત્વ)છે.એનું બાહ્ય સ્વરૂપ કોઈપણ હોય પણ અંતિમ ઉદેશ આ ‘હેપીનેસ’ને ડાયવર્ટ કરે એ કોઈ કાળે શક્ય જ નથી અને નથી જ !!તો સ્ત્રી માટે કઈ અન્ય બાબત કહેવાની નથી!—-વાત સ્ત્રીના ખૂદના ”દ્રષ્ટિકોણ”ની યેસ દ્રષ્ટિકોણ એ જ મેટર છે.. ને કાયમ!!કશું સાબિત એ જ કરવા મથીએ જે હોતું નથી જે સત્ય જ છે એ સાબિત કરવાનો પ્રયત્ન કરે એ ખરેખર ‘સત્ય”ને બદલે ‘મૂર્ખતા’સાબિત ચોક્કસ કરે એમાં બેમત નથી..સમજુ વ્યક્તિ એક સ્ત્રી શું છે એ જાણતો જ હોય ત્યારે તમે (સ્ત્રી)તમારા વિષે શું માનો(દ્રષ્ટિકોણ)જ મહત્વનો બની રહે.હું માનતો નથી સ્ત્રીઓએ કોઈ દયા કે કોઈ સહાનૂભૂતિ મેળવવાની વ્યર્થ અપેક્ષાઓ પોષવી જોઈએ અને જયારે આવું કરે ત્યારે પોતાની જાત માટેનો એનો ‘દ્રષ્ટિકોણ’ચોક્કસ ખોટો છે એ સાબિત થઇ જાય!!!

  Like

 6. દરેક સ્ત્રીને પોતાના વખાણ – હમદર્દી બહુ ગમે તો એમ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી શકાશે એવી માંદલી માનસિકતાથી એનું મગજ સડતું હતું અને મને એની ગઁધ આવી ગયેલી..મારા ખ્યાલથી પોતાનું સ્વમાન સાચવવા માટે દરેક સ્ત્રીએ વર્ષો જૂની માનસિકતા બદલવાની જરુરી છે..yessssss mane aa bahu gamyu.

  Like

 7. દરેક સ્ત્રીને પોતાના વખાણ – હમદર્દી બહુ ગમે તો એમ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી શકાશે એવી માંદલી માનસિકતાથી એનું મગજ સડતું હતું અને મને એની ગઁધ આવી ગયેલી..મારા ખ્યાલથી પોતાનું સ્વમાન સાચવવા માટે દરેક સ્ત્રીએ વર્ષો જૂની માનસિકતા બદલવાની જરુરી છે.. પોતાની જાતની દયા ખાવાની કે પુરુષો જેવા કામ કરી એની બરોબરી કરવાના નક્કામા પ્રયાસો છોડીને પોતાની પૂરતી કાર્યક્ષમતા પોતાની જવાબદારીઓને સુપેરે નિભાવવામાં વાપરવી જોઇએ.. દરેક સ્ત્રીએ આ એટીટ્યુડ રાખવો જ જોઇએ તો એ નક્કામી હમદર્દીઓથી બચી જશે.

  Like

 8. ખૂબ સરસ ફોટો મૂક્યો છે પણ સ્ત્રીઓ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેમની માનસિકતા નહીં બદલાય કેમ કે કેમ કે ખુશામત માનવી ને ગમે જ કેમ કે તે તેની પ્ર્કૃતી સાથે વણાયેલ બાબત છે છતાં તમારો અહી સ્ત્રી ને ચડિયાતી બનાવવાનો પ્રયાસ કાબિલેદાદ છે…………….

  Like

 9. Dear Snehabeta yes SUNIDHI may be correct in her ATTITUDE…and so her Friend sitting in her Cabin..but mane em lage che ke JEEGAR paan ek sara Gharno Shusheel sanskari dhagash vallo chokaro and tene Sunidhi ma ek Potapana nu Vyaktiva neehalyu hoye ne Himmat kari Cabin ma jayi ne VAAT kari….Kadach sunidhi e tene besadi shanti thi ek Superior karta ek nana bhai ke saha-karmachari tarike bodh aapi shaki hote….This is purely MY personal Opinion…
  Otherwise story is superb..
  God bless you..Jay shree krishna
  Dadu..

  Like

 10. ‘ રશ્મિ..એ મને એ
  વાતનું આશ્વાસન આપવા માંગતો હતો જેની મારે જરુર જ
  નહોતી…This is suerb. Master stroke

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s