લવ મેરેજ – અરેંજ મેરેજ.

પટેલ સુવાસ મેગેઝીન > થોડામાં ઘણું સમજજો કોલમ  > ઓગસ્ટ માસનો લેખ -2,

‘આ તમારી પેઢી બહુ જ અણસમજુ.  લગ્ન જેવી જીવનભરના સંબંધોની વાતોને પણ તમે રમતમાં લો છો. થોડા તો ગંભીર બનો. જાતે જાતે છોકરાઓ પસંદ કરી લેવાના, ઘરના માટે ‘ઇન્ફોર્મની ફોર્માલીટી’ જ બાકી રાખવાની ! ‘લવ મેરેજ’ના ભૂત કેટલાંને ભરખી જશે શી ખબર !’

‘પણ મમ્મી,અમે જાતે પસંદગી કરીએ એમાં ખોટું શું છે ?’ કૃપાએ મમતાબેનને પૂછ્યું.

‘બેટા, વર્ષોથી જોતી આવી છું.આ ધોળા વાળનો અનુભવ બોલે છે કે,’મોટા ભાગના લવ મેરેજ લગ્ન પછી પ્રેમના બદ્લે છૂટાછેડાનું સર્જન વધારે કરે છે. પણ તમે નવજુવાનીયાઓ અમારું  કશું માનો છો જ કયાં ! પોતાની મનમાનીમાં અમૂલ્ય જીંદગીની પત્તર ફાડી કાઢો છો ‘

‘મમ્મી,અમને અમારી પસંદગીની વધુ ખબર પડે. વળી નવેનવ ગ્રહોની દશા જોઇ, કુંડળી મેળવી મેળવીને 28 જેવા ગુણાંકો મેળવવાના, છોકરો-એના ઘરબારની બહારથી પૂરેપૂરી માહિતી ભેગી કરવાની.આ બધા ભગીરથ કર્યો પછી કરાતા કેટલાંય ‘અરેંજ મેરેજ’ની નાવ પણ ડિવોર્સના કિનારે  પહોંચી જ જાય છે ને.એના કરતા જ્યારે મન મળ્યા એ જ શુભ ચોઘડિયું અને દિલને સ્પર્શયુ એ જ  સાચા ગુણાંકવાળી અમારી પેઢીની માન્યતા શું ખોટી ?‘

મારી આજુબાજુ શ્વસતી મધ્યમવર્ગીય જીંદગીમાંથી દર  બે – ચાર દિવસે આવી ‘લવ મેરેજ’ અને ‘અરેંજ મેરેજ’ ની બચાવ – વિરોધની દલીલો અચૂક કાને પડે.

દરેક લગ્નજીવનનો દાયકો તો જુવાનીના-આકર્ષણના નશામાં જ વ્યતીત થાય જ્યાં દિલની દાદાગીરી – લાગણીની જહોજલાલી હોય છે.

લવમેરેજ કરનારાઓને એક-બીજાને પહેલાંથી બરાબર જાણી – સમજી લેવાના ભ્રમ વધારે હોય છે એટલે અન્યોન્ય અપેક્ષાઓ પણ વધારે હોય છે. લગ્નના એક દાયકા પછી દિલ – લાગણીના નશાને બાજુમાં ખસેડીને બુધ્ધિશાળી દિમાગ પોતાનું કામ સંભાળી લેતા જીવનમાં જવાબદારીઓથી લદાયેલો પતિદેવ કે ઘરકામ અને છોકરાઓની પત્ની એકબીજાને તદ્દ્ન આસ્ચ્ર્યજનક રુપમાં જ જોવા મળે છે. ઘણી વાર મનોમન એ લોકો વિચારે કે:

‘ અરે, આને તો જાણે હું સાવ ઓળખતો/ ઓળખતી જ નથી એવું લાગે છે.’

તો સામે પક્ષે અરેંજ મેરેજ કરનારાઓની હાલત પણ આનાથી અલગ નથી હોતી. એમની સામે પણ દાયકા પછીનો સમય આવી જ અચરજ ભરેલ સ્થિતીઓના પટારા લઈને ઉભો હોય છે.

સામેવાળું પાત્ર તમે જાતે શોધેલું છે કે મમ્મી- પપ્પાએ એ વાતો એટલી બધી વાતોનો રત્તીભર ફરક આ બધી ઘટનાઓને નથી પડતો. મેરેજ તો મેરેજ  છે. પછી એને ‘લવ’નું શિર્ષક હોય કે ‘અરેંજ’નું. કાગડા બધે કાળા અને બગલા બધે ધોળા ! બેય સ્થિતીમાં કે ગમે તે સ્થિતીમાં સાચું સહજીવન તો લગ્ન પછી જ ચાલુ થાય છે. તમે એકના એક માનવી જોડે ચોવીસ કલાક વીતાવો, જ્યારે મન થાય ત્યારે ‘ઇઝીલી અવેઈલેબલ’ નો શરુઆતમાં મીઠો લાગતો પણ પછી ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’નો ડાયાબિટીસીયો ડોઝ લો અને પછી રોજ રોજ નવીનતાને ઝંખવાની માનવ-સહજ નબળાઈઓના આકર્ષણો વચ્ચે તમારી સો ટચના સોના જેવી વફાદારીના સઢને મક્કમતાથી પકડી રાખો ત્યારે તમારા સહજીવનની નૈયા સુખરુપ ચાલી શકે. બે ય પક્ષની સમજ, અન્યોન્ય પ્રેમ, ધીરજ આ બધી બાબતો  પર જ સહજીવનનો પાયો વધારે ટકેલો હોય છે. લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે પછીનો –પણ એ વફાદાર અને ટ્રાંસપરન્ટ  હોય તો જ લગ્નજીવન ટકે.

બેજવાબદારીમાંથી જવાબદારીઓથી લદાતા જવાની ઘટનાઓમાં અનુકૂળ –સાનુકૂળ પરિસ્થિતીઓ માનવીના રુપ –રંગ ધરમૂળથી બદલી નાંખે છે.આ જ કારણથી  જીંદગીના દરેક તબક્કે તમારો જોડીદાર તમને બદલાયેલો લાગે છે. કાલે તમે એને જેવો માનેલો  એ ધારણાઓથી આજે તદ્દ્ન અલગ રીતે વર્તન કરતો પણ જોવા મળે. હકીકતે માનવી સમૂળગો ક્યારેય નથી બદલાતો અમુક અંશે આપણો દ્રષ્ટીકોણ –સમજણ બદલાય છે  જેના કારણે સુખદ –દુ:ખદ ઝાટકાઓ અનુભવાતા રહે છે. આવા  સંવેદનાશીલ ઝાટકાઓની તીવ્રતા કોઇ સાધનથી નથી માપી શકાતી.

વળી દરેક લગ્નજીવન અલગ અલગ હોય છે. ‘પેલાના લગ્નમાં આમ બન્યું એટલે મારી સાથે પણ આમ જ બનશે’ એવા સમીકરણોની રચના થાય એ પહેલાં જ એને મગજમાંથી સમૂળગી ડીલીટ કરી દેવી જ હિતાવહ છે. ‘કમ્પેરીઝ્ન’ કોઇ પણ લગ્ન-જીવન માટે ઊધઈ જેવું કામ કરે છે.

એ બધા પાસાઓ પર ધ્યાન કેંદિત કરવાના બદલે આપણા પ્રિય પાત્રની નબળાઈઓને સમજો , એ સુધરી શકે તો પ્રેમ અને ધીરજના સીંચન કરીને સમજણનો છોડ વાવવાનો યત્ન કરો અને  સમજ્ણ ના જ ઉછરી શકતી હોય તો એની ખોટ આપણી સમજ – ઉદારતાથી પૂરી કરીને એને જેવો છે એવો સ્વીકારી લો. બસ – આ જ છે સુખી લગ્નજીવનનો મંત્ર. પછી એ ‘લવ મેરેજ’ ના રેપરમાં વીંટળાઇને જાતે મેળવેલી ગિફ્ટ હોય કે મા – બાપે શોધીને આપેલ ‘અરેંજમેરેજ’ ના રેપરમાં !

-સ્નેહા પટેલ.

6 comments on “લવ મેરેજ – અરેંજ મેરેજ.

 1. લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે પછીનો –પણ એ વફાદાર અને ટ્રાંસપરન્ટ હોય તો જ લગ્નજીવન ટકે. Tru.. D nice lekh..

  Like

 2. ખુબ અટપટા સમીકરણો છે…— માનવી સમૂળગો ક્યારેય નથી બદલાતો અમુક અંશે આપણો દ્રષ્ટીકોણ –સમજણ બદલાય છે——–આ વાક્ય જમાવટ….સરસ લેખ!

  Like

 3. રોજ રોજ નવીનતાને ઝંખવાની માનવ-સહજ નબળાઈઓના આકર્ષણો વચ્ચે તમારી સો ટચના સોના જેવી વફાદારીના સઢને મક્કમતાથી પકડી રાખો ત્યારે તમારા સહજીવનની નૈયા સુખરુપ ચાલી શકે. બે ય પક્ષની સમજ, અન્યોન્ય પ્રેમ, ધીરજ આ બધી બાબતો પર જ સહજીવનનો પાયો વધારે ટકેલો હોય છે. લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે પછીનો –પણ એ વફાદાર અને ટ્રાંસપરન્ટ હોય તો જ લગ્નજીવન ટકે.
  love mrg hoy arrange…… ema maturity vadhu mahtva ni che….. e hoy to badu jjj…. sarthak.

  Like

 4. આપનો લેખ ખુબ સરસ છે સ્નેહાબેન 🙂

  લવ મેરેજ હોય કે અરેંજ મરેજ પહેલા ગોઠવતી મુલાકાત, બંને કિસ્સામાં દરેક પાત્ર પોતાના સારા પાસાં જ રજુ કરે છે. અને એ પાસાંઓને પણ જે તે વ્યુક્તિનું વ્યક્તિત્વ માની લેતા હોય છે. જે એક ફેન્ટસી જેવું હોય છે. અને મેરેજ પછી જ્યારે જીવનની વાસ્તવિકતાઓ સામે આવે, સામા પાત્રના નરસા પાસાં પણ સામે આવે ત્યારે તમે કહ્યું તેમ સમજણ, વફાદારીથી લગ્નજીવનની ગાડી પાટા પર બરોબર ચાલે છે, બાકી તો ખોટું પાત્ર મળ્યાનો અફસોસ અને લવ કે અરેંજ મેરેજ કર્યા હોત તો સારું થાત એવી લાગણીની અનુભૂતિ થાય છે.

  બસ આપ આ રીતે અને આથી પણ વધું સારું લખતાં રહો એવી મારી શુભેછા.

  Like

 5. Snehaa… Again A Point To Ponders… Thanx
  My vies are as follows…
  લગ્ન ને પ્રેમ સાથે કોઈ લેવા દેવા નથી…. લગ્ન એટલે સેક્સ અને કૌટુંબિક -જવાબદારી નો સોદો … ‘લગ્ન’ કુદરત થી એકદમ વિરૃધ્ધ છે અને ફક્ત નબળી-વ્યક્તિઓ ને સાથી મળી રહે તેના માટે ની વ્યવસ્થા એટલે ‘લગ્ન-સંબંધ’ ….
  તો પછી પ્રેમ શું છે?
  પ્રેમ તો સાત્વિક છે… અપેક્ષ રહિત છે… એક તરફી છે…
  પણ જયારે તે બે તરફી બને ત્યારે તે સંબંધો ની સીમાઓ વટાવી જાય છે અને કોઇપણ દોર-ધાગા વાલા લગ્ન વિરુદ્ધ ફકત એક સમર્પણ ભાવ થી બે જન એક બીજા સાથે જીવતા હોય છે … જેમાં સેક્સ હોય અને નાં પણ હોય, પણ મજબુત સંબંધ હોય અને એકબીજા ને જીવન-મરણ નાં અંતર થી ‘કોલ’ હોય, તે પ્રેમ છે…
  ફક્ત શારીરિક આકર્ષણ ને પ્રેમ ની ઉપમા આપી ને કરેલા લગ્ન તે શારીરિક આકર્ષણ ઉતારી ગયા પછી બંધન કે ભાર લાગવા માંડે… અને બીજા-પાત્ર ની ખોડ દેખાવા માંડે… તે કારણે જ ‘એરેન્જ-મેરેજ’ એક કૌટુંબિક જવાબદારી ને કારણે તાકી જાય છે… જયારે પરે-લગ્ન જો શારીરિક આકર્ષણ નાં કારણે હોય તો જલ્દી પ્રેમ-ભગ્ન થઇ જાય છે અને લગ્ન નિષ્ફળ જાય છે….
  “કોઈપણ સંબંધ ની સફળતા તે પારદર્શક વ્યવહાર, સમર્પણ ભાવ, કાર્ય-વ્યવહાર માં છૂટ-છાટ, અને અનપેક્ષિતતા નાં કારણે હોય છે.”

  Like

 6. ખુબ સરસ વાત કહી તમે …..
  આ લવ મેરેજ અને અરેન્જ મેરેજ ના લાડવા ખાઈ એ પણ પસ્તાઈ અને ના ખાઈ એ પણ પસ્તાઈ……અને આખરે તો એક ખ્યાલ જ આવે થોડો સમય જાળવ્યા હોત તો હજુ પણ સારું પાત્ર મળી જાત…. AftEr AlL mAtUrITY N UndeRStaNDiNg HuMaN MadE thE PaRfeCt fOr LoVE…..પછી એ લગ્ન પહેલાનો હોઈ કે લગ્ન પછી નો

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s