તાળી મિત્રો

ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 8-8-2012 નો લેખ

બહુ ગડ્મથલમાં ના રહે એ જીવ

કે

સઘળાને ખુશ રાખવા શક્ય નથી.

 

એકવીસ વર્ષનો ખુશમિજાજ – તરવરીયો અજય છેલ્લાં 6 મહિનાથી બહુ અકળાયેલો અકળાયેલો રહેતો હતો. નવી –નવી નોકરી મળેલી..આગળ ઉજ્જ્વળ ભવિષ્ય માટેની બહુ તકો રહેલી હતી. પણ તનતોડ ઇમાનદાર અને પરિણામલક્ષી મહેનત એની સૌપ્રથમ શરત હતી. અજય તંદુરસ્ત અને મહેનતુ યુવાન હતો..બધાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતો હતો. અત્યાર સુધી કોલેજકાળની બિનજવાબદારી વાળા જીવનમાં આ બધા કાર્યો પાછ્ળ એ આરામથી સમય ફાળવી શક્તો હતો પણ હવેની વાત અલગ હતી. હવે એને પોતાના જીવનની કેડી કંડારવાની હતી. એના માટે પોતાની નોકરીને પ્રાથમિકતા આપીને એને  પૂરતો સમય આપવો જરુરી થઈ પડતો હતો.

તકલીફ એ હતી કે એનું વિશાળ મિત્રવૃંદ એને આમ વહેંચાઈ ગયેલો જોઇ નહોતું શકતું..કાં તો જોઇને પણ સ્વીકારી નહોતું શકતું. નેટ પર ચેટીંગ..ફોન પર મેસેજીસના રેગ્યુલર રીપ્લાય..દર અઠવાડીએ એક દિવસ મૂવી-ડીનરના ..ગમે ત્યારે ફૂટી નીકળતા લોંગ ડ્રાઈવ-શોપિંગના પ્રોગ્રામો…આ બધામાં કોઇ કોમ્પ્રોમાઈઝ ના  જોઇએ..અજય બધું મેનેજ નહતો કરી શક્તો..સમય જ ક્યાં રહેતો હતો..પરિણામે એના દોસ્તો એનાથી ગુસ્સે થવા લાગ્યા…દોસ્તી તોડવા લાગ્યાં..અજય રહ્યો માણસોની વચ્ચે રહેનારો માણસ…બહુ ભોગ આપેલા એણે આ દોસ્તોની દોસ્તી સાચવવા માટે..આજે એ જ લોકો આમ કન્ની કાટી જતા હતા એ સહન નહોતું થતું..પરિસ્થીતી પર પોતાનો કાબૂ ના હોય એવું આજ સુધી કયારેય નહોતું થતું એટલે આ પહેલવહેલી ખાવી પડતી સમયની કારમી થપાટ એનાથી સહન નહોતી થતી.

અજય એના દાદી રુપાબાથી એક્દમ નજીક હતો. રુપાબાની અનુભવી નજરોએ શારડી પેઠે એના અંતરની તકલીફોનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો..અજયે બધી તકલીફો દાદીને કહી સંભળાવી. રુપાબા બે ઘડી તો વિચારમાં પડી ગયા પછી બોલ્યાં, ‘દીકરા મારા..આ કેવી અણસમજ જમાત ભેગી કરી છે તારી આજુબાજુ તેં..આટલા વર્ષોની સંબંધોની આવી મૂડી..! આ તારા મહત્વના વર્ષો છે..અત્યારે જે વાવીશ એ ભવિષ્યમાં ઉગી નીકળશે..એમાં થોડી પણ લાપરવાહી ના વર્તાય નહીં તો આખી જીંદગીનો પાક બગડે બેટા.. આજુબાજુ નિંદામણ તો હોય જ..એક વાત સાંભળ…તારી મજબૂરી સમજી અને એને સ્વીકારી શકે એ જ તારો સાચો મિત્ર…જીવનના દરેક સ્ટેજે તને મિત્રતા નવા નવા અર્થો સાથે સામી મળશે..રોજ તારે સંબંધોના નવા પાઠ ભણવા પડશે..તારા નસીબનું છે એ કોઇ છીનવી નથી શકવાનું એમ જ તારું નથી એ તું ગમે એટલા ધમપછાડા કરીશ તો પણ સાથે નથી રહેવાનું..તો આ બધી નાહકની મથામણો છોડ અને અત્યારે તારી પ્રાથમિકતા તારી નોકરીને આપ..મિત્રો સાથે તારી વાત –મજબૂરી એક્દમ સ્પષ્ટતાથી રજૂ કરી દે…જે સમજે એ ઠીક ના સમજે એ બધા તાળી મિત્રો સમજીને ભૂલી જા…’

એક્ધ્યાનથી એમની સાંભળી રહેલા અજયની આંખમાં આંસુ આવી ગયા…હા દાદી…તમે સાચું કહો છો..સાચા મિત્રો મારી વાત સમજશે જ. અને દાદીના ખોળામાં માથુ મૂકીને સૂઈ ગયો..રુપાબા એના વાંકડીઆ ઝુલ્ફામાં આંગળી પરોવીને એના વાટે એમનો સ્નેહ સીંચતા રહ્યાં.

અનબીટેબલ : The purpose of a  relation is not to have someone who can complete you..but to have someone with whom u can share your incompleteness.

સ્નેહા પટેલ

Advertisements

7 comments on “તાળી મિત્રો

 1. .આટલા વર્ષોની સંબંધોની આવી મૂડી..! આ તારા મહત્વના વર્ષો છે..અત્યારે જે વાવીશ એ ભવિષ્યમાં ઉગી નીકળશે..એમાં થોડી પણ લાપરવાહી ના વર્તાય નહીં તો આખી જીંદગીનો પાક બગડે બેટા.. આજુબાજુ નિંદામણ તો હોય જ…………….. sav sachu.
  તારી મજબૂરી સમજી અને એને સ્વીકારી શકે એ જ તારો સાચો મિત્ર…

  …જીવનના દરેક સ્ટેજે તને મિત્રતા નવા નવા અર્થો સાથે સામી મળશે..રોજ તારે સંબંધોના નવા પાઠ ભણવા પડશે.darek tabakke nava path…. totally agreeee.
  જે સમજે એ ઠીક ના સમજે એ બધા તાળી મિત્રો સમજીને ભૂલી જા…’…… bahuj upyoiggii

  The purpose of a relation is not to have someone who can complete you..but to have someone with whom u can share your incompleteness……. true.

  Like

 2. બહુ ગડ્મથલમાં ના રહે એ જીવ
  કે
  સઘળાને ખુશ રાખવા શક્ય નથી. my all time fvrt…

  અત્યારે જે વાવીશ એ ભવિષ્યમાં ઉગી નીકળશે..એમાં થોડી પણ લાપરવાહી ના વર્તાય નહીં તો આખી જીંદગીનો પાક બગડે બેટા…
  nice 1 d… n tru..

  Like

 3. એમાં થોડી પણ લાપરવાહી ના વર્તાય નહીં તો આખી જીંદગીનો પાક બગડે બેટા.. આજુબાજુ નિંદામણ તો હોય જ..એક વાત સાંભળ…તારી મજબૂરી સમજી અને એને સ્વીકારી શકે એ જ તારો સાચો મિત્ર…
  આપે સાચે જ દાદીમાના અનુભવ થકી યથાર્થ તાળીમિત્રો નું નિદર્શન કરાવ્યું છે…ઈદમ શરીરમ કૌન્તેય ક્ષેત્ર મીત્ય અભીધિયતે..કૃષ્ણ ૧૩ મા અધ્યાયમાં કહે છે આ શરીર ખેતર છે..અને ક્ષેત્રજ્ઞમ ચાપિ મામ વિધ્ધિ..અને હું એનો માલિક છું એને જાણ નાર…માટે આપણે આ અમૂલ્ય ખેતરમાં શું વાવવું અને નીંદવું એ જરુરી છે..ગૂણોનું રોપણ ને દોષોનું નિંદામણ…તાળિમિત્રો તમને નીકટતા થી નહિ સમજે..માત્ર મનોરંજન માટે જ મૈત્રી અને તેમને ન મળો તો મૈત્રી ખલ્લાસ !..તમે જમાતમાં થી બહાર તેમને કોઇ આવશ્યક તા આત્મીયતા નથી તમારી…તમારી ઐસી તૈસી..એમને તો ફેર્ન્ડ્શીપ ફોર પ્લેજરમાં જ રસકસ !!
  આપે આ લેખથી યુવાનો ને ખુબ જ ઉપયોગી એવી વાત કરી છે..અને જીવનમાં આવા સંસ્કારી લેખ અવશ્ય માર્ગદર્શન આપે એ નિશ્ચીત છે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s