આવું તો કદી હોય ભલા માણસ !

હમણાં ‘હેરી પોટર’ મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે આ ટબુડિયાઓ જોડે  ટેબલેટ-કોમ્પ્યુટર-મોબાઈલ  કશું જ નથી. નેટ – ઈમેઈલ – ફેસબુક – ટ્વીટર,ગુગલ જેવા શબ્દોની તો કોઇ માહિતી જ નથી. તો ય કેટલા સ્માર્ટ અને હિંમતવાળા.

વળી પ્રેમ -રોમાંસ – સેક્સ – આઈટમ  ગીતો કે સ્ત્રી -પુરુષીયા ટાઈપની ટીપીકલ દ્વિઅર્થી કોમેડી પણ નથી.હવે પશ્ન તો થાય જ ને કે આ પિકચર – આટલું બધું કેમનું ચાલી કેમ ગયું ! વળી એની પર થોડો નવાઈનો  વઘાર પણ થાય કે આ બુકની ઢગલાબંધ કોપી પણ વેચાય છે !

-સ્નેહા પટેલ

8 comments on “આવું તો કદી હોય ભલા માણસ !

 1. A saga , A Legend , these words are too small for ” The Harry potter Series ” . An Era ends !

  તમે તો કાનુડી એવી હરમાયની ની યાદ અપાવી દીધી !

  Presenting the Figures .

  The whole Harry Potter Series : earning $ 7667304914 ( exclusive of Book royalty )

  Like

 2. dear Snehabeta vah paan aap tau Sudhha Bharatiya chho ne Ramayan-Mahabarat temaj Geeta no aabhyas paan Zarooraj karyo chhe…..BRAHMASTRA..SHABDA-VEDHI-BAAN…SHATA-VEEDHANEE…. aa badhu shu chhe!!!??? Hari Potter is also is THAT…..
  God bless you
  Jay shree Krishna
  DADU…

  Like

 3. ખુબ સરસ એ જ સાચી બાબત છે……..પણ બહુમતી ફિલ્મમેકર્સ…લેખકો(બૂક-કોલમિસ્ટ વગેરે)….જાણે તેઓ કોઈ આ પૃથ્વી પર કોઈ ‘એલિયન’હોય એમ વર્તે ને વિચારે જાણે ..એજે બુદ્ધિની ટોચે છે જ્યાંથી બીજા કીડા-મંકોડા તેમને ભાસે છે ..ઘણીવાર પછી એ લોકોને ‘ગંદા-કીડા’દેખાતા હોય એ જુદી વાત!!મોર કળા કરી નાચતો હોય ત્યારેxxxxxxxxxx,દુનિયાની પ્રથમનંબરનું બૂક સેલીગ વેબપોર્ટલ http://www.amazon.com/best-sellers-books-Amazon/zgbs/books ના ટોપ-૨૦ પુસ્તકની યાદી જુવો..આ દુનિયાને શું ગમે એ સમજાય જશે..(જેને સમજવું હોય એને)…..ભારતની ઓલટાઈમ ટોપ ૧૦ હિટ ફિલ્મ પર નજર કરો ..”મોર્ડન સેલેબલ”કહેવાતા કોઈ તત્વો તેમાં જોવા નહિ મળે!!..સ્નેહાબેન હું એવું માનું છું…સામાન્ય સંવેદના(દા.ત.પ્રેમ -રોમાંસ – સેક્સ – આઈટમ ગીતો કે સ્ત્રી -પુરુષીયા ટાઈપની ટીપીકલ દ્વિઅર્થી કોમેડી )ને ”ટચ”સામાન્ય લેવલથી કરી શકાય ..પણ ઉચ્ચ સંવેદના આપણે ખરી ”ઉચ્ચક્ષમતા’વગર અન્યને અનૂભૂતી કરાવી શકતા નથી …માધ્યમ કોઈ પણ હોય ..બૂક હોય કે સિનેમા કે અન્ય કઈ પણ!શ્રેષ્ઠતાના અમુક માપદંડોએ પહોચી જઈએ તો ૨૦% લોકો માંડ આ માપદંડના હોય પણ આ ૨૦% લોકોને ૮૦%ફોલો કરતા હોય…દા.ત.તમે એમ કહો કે મને …એ.બી.સી.ડી.ફિલ્મ ગમી…તમે લેખક છો ..હું વાંચક છું ..તમને હું ઉચ્ચલેવલે માનતો હોય .. એટલે હું ચોક્કસ જોવાનો..અને પુરા રસ અને મહેનતથી જોઉ ..એટલે તેની શ્રેષ્ઠતા હોય એ માણી શકવાની શક્યતાઓ ખુબ વિશાળ બની જાય..આમ આ નિયમ કામ કરે…

  Like

 4. હેરી પોટરની સફળતા અંગે જે બે વાત તમારા મનમાં ઊઠી છે એ બંને વાત મને અપ્રસ્તુત લાગી…

  હેરી પોટરની ચોપડીઓમાં મોબાઇલ-કમ્પ્યૂટર-ઇન્ટરનેટ ભલે નથી પણ આ ચોપડીઓમાં એનાથી હજાર પગલાં આગળ વધે એવા કરામાતી જાદુ અને તિલસ્માતી શક્તિઓ છે… જે બાળ-વાચકોને ઠેઠ અંદર સુધી અડે છે. મારા દીકરાએ સાત પુસ્તકોનો આ તોતિંગ સેટ ચાર-ચાર વાંચ્યો છે.. અને કોઈ છોકરાએ આ સેટ બેથી ઓછી વાર વાંચ્યો હોય તો એને એ લોકો એવું કહે છે કે તું હેરી પોટરના નામ પર કલંક છે… રોલિંગની કલમની તાકાત એને વાંચ્યા વિના આંકી શકાય એમ નથી…

  સેક્સ અને દ્વિઅર્થી સંવાદો તો મોટા માણસો માટેની ફિલ્મોમાં હોય.. આ ફિલ્મો તો નાના બાળકો માટેની છે એટલે એ પ્રશ્ન પણ મને યોગ્ય ન લાગ્યો… આ ફિલ્મોનું ફિલ્માંકન જ એ રીતે થયું છે કે હું પોતે દર વખતે સ્ક્રીન સામે જડાઈ જતો હોઉં છું…

  Like

 5. વિવેકભાઈ, આ મારા મનમાં ઉઠેલ સવાલ નથી. આજ કાલ લોકો આવા શોર્ટ કટ અપનાવે છે એમને કહેવાની ઇચ્છા થઈ ગઈ કે આ પણ એક રસ્તો છે જેનાથી સફળતા તમારા કદમ ચૂમે છે અને હા, આ ફિલ્મ નાના બાળકો માટેની છે એવું કોણે કહ્યું !! થીયેટરમાં જોઇને ઘરે ડીવીડીમાં પણ આ મૂવી ઢગલો વાર મેં,મમ્મી.અક્ષુ,દીદી,વરજી,ભાણા,ભત્રીજાઓ બધાયે જોઇ છે હજુ પણ ટીવીમાં એ આવે તો પ્રેમથી જોઇ શકીએ છીએ.:-)

  Like

 6. પૂર્ણ રીતે ખીલેલી ટેકનોલોજી જાદુ જેવી હોય છે…આવું મેં ક્યાંક વાંચેલું
  હવે જયારે જાદુ જ તમારી પાસે હોય તો મોબાઈલ અને ફેસબુક નું શું કામ છે,..
  અને આ બેને જે બુક લખી છે એ આપડા રામાયણ જેવડી જાડી છે તો પણ નાના ભૂલકા ચાવ થી વાંચે અને નવી બુક લોન્ચ થવાની હોય તો આખી રાત બુકસ્ટોર ની બાર ધામા નાખે
  એનું એકજ કારણ છે..કલ્પના ના જોરે એ બાળકો ને એની ડ્રીમ સ્કુલ માં લય જાય છે એને ત્યાના વાતાવરણ તો સ્વાદ ચખાડે છે…બસ…બીજું સુ જોયે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s