હમણાં ‘હેરી પોટર’ મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે આ ટબુડિયાઓ જોડે ટેબલેટ-કોમ્પ્યુટર-મોબાઈલ કશું જ નથી. નેટ – ઈમેઈલ – ફેસબુક – ટ્વીટર,ગુગલ જેવા શબ્દોની તો કોઇ માહિતી જ નથી. તો ય કેટલા સ્માર્ટ અને હિંમતવાળા.
વળી પ્રેમ -રોમાંસ – સેક્સ – આઈટમ ગીતો કે સ્ત્રી -પુરુષીયા ટાઈપની ટીપીકલ દ્વિઅર્થી કોમેડી પણ નથી.હવે પશ્ન તો થાય જ ને કે આ પિકચર – આટલું બધું કેમનું ચાલી કેમ ગયું ! વળી એની પર થોડો નવાઈનો વઘાર પણ થાય કે આ બુકની ઢગલાબંધ કોપી પણ વેચાય છે !
-સ્નેહા પટેલ