સર્જન – સર્જક – ભાવક

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 11-07-2012 નો લેખ

 

મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું,

સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

સાંજ કનેથી રંગ ઉછીના લઈને જીવ્યો,

અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

-અંકિત ત્રિવેદી.

 

અવની..એક લાગણીશીલ,પ્રેમાળ સ્ત્રી.ઓફિસમાંથી થોડો થોડો સમય મળતાં એ વચ્ચે વચ્ચે પોતાનો વાંચનનો શોખ પૂરો કરવા નેટ પર થોડું સર્ફિંગ કરી લેતી..એમાં ને એમાં છેલ્લાં બે – ત્રણ મહિનાથી એને ફેસબુકનો ચસ્કો લાગેલો. એનું ‘વોટ્સ ઓન યોર માઈન્ડ’ એને બહુ જ ગમતું..આપોઆપ એનાથી બેચાર લાઈન એમાં લખાઇ જતી. ધીમે ધીમે એને સમજાયું કે એનામાં પોતાના વિચારો એક્સપ્રેસ કરવાની સારી શક્તિ છે..અને ફેસબુકમાં એના નવા નવા બનતા મિત્રો એને લાઈક અને કોમેન્ટસથી સારી એવી પ્રેરણા આપતા હતાં.

એક દિવસ ચેટમાં એક આધેડ વયના મિત્ર આવ્યાં. બહુ જ સુંદર અને શાલીનતાથી વાત કરતાં હતાં. અવનીને એની વર્તણૂક બહુ જ આકર્ષી ગઈ. એણે એ મિત્રનો પ્રોફ્રાઈલ ચેક કર્યો તો ખબર પડી કે એ તો બહુ જ સારા લેખક – કવિ છે. સુંદર મજાની રોમાન્ટીક ગઝલો..પ્રેરણા આપતા અદભુત લેખો..અહાહા.કેટલો ઠરેલ અને સમજુ માણસ તો પણ મારી સાથે સાવ આમ સરળતાથી વાત કરે છે..કેવી નવાઇ.!

પછી તો બેય જણા રોજ રોજ કલાકો ના કલાકો ચેટ કરવા લાગ્યાં. એ વિદ્વાન મિત્ર અવનીને નવું નવું લખવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા લાગ્યાં.

એકાદ મહિનાના ગાળા દરમ્યાન જ અવની પોતાના લખાણમાં સારો એવો ચેન્જ અનુભવી શકી. પેલા વિદ્વાન કવિમિત્રએ ધીમે ધીમે બહુ જ હોંશિયારીથી પોતાના શબ્દો પરની અદભુત પકડ દ્વારા મીઠી મીઠી વાતો કરી કરીને અવનીને પોતાની ટેવ પાડી દીધી હતી..જાણે એક સાયકોલોજીકલ ગેમ…વળી એ બહુ મોટા ગજાનો માણસ હતો એટલે અવનીને પોતાના લખાણને આગળ વધારવા માટે એક સ્કોપ પણ લાગતો હતો.નેટ પરની દોસ્તી ધીમે ધીમે મોબાઈલકાળમાં પ્રવેશી.

 

પછી તો જેમ ચાલતું આવ્યં છે એમ જ..મોબાઇલમાંથી ઇચ્છાઓ ધીમેથી વાસતવિક દુનિયામાં સરકવા લાગી..બેય જણાએ કોફી શૉપમાં મળવાનું નક્કી કર્યું. અવની સમય કરતાં થોડી વહેલી જ એ જગ્યાએ પહોંચી ગઈ પણ પેલા વિદ્વાન મિત્ર તો ખાસ્સા કલાકેક રાહ જોવડાવીને આવ્યાં. ઠીક છે..મોટા માણસોને સમયની મારામારી હોય એ સમજી શકાય એવી વાત છે કહીને અકળાયેલી અવનીએ મન મનાવી લીધું.

રહી રહીને અવનીને આ વ્યક્તિ એણે જે રીતની પર્સનાલીટી એના પ્રોફાઈલ પરથી ધારેલી એના કરતા સાવ અલગ જ લાગતો હતો. ના એના કપડાંના ઠેકાણા કે ના વાળના..કદાચ છેલ્લાં અઠવાડીઆથી શૅવ પણ નહી કર્યુ હોય..એકદમ લધરો..ક્યારેય આવા વ્યક્તિ જોડે એ આમ જાહેરમાં નહોતી બેઠી એટલે એને થોડો સંકોચ થવા લાગ્યો. એવામાં એ વિદ્વાન અને આધેડ મિત્રએ અવનીના ટેબલ પર રહેલા નાજુક હાથ પર પોતાનો બરછટ હાથ મૂકી દીધો અને હળવેથી પંપાળવા લાગ્યો અને ..ટેબલ નીચેથી એનો પગ અવનીના પગને સ્પર્શવા લાગ્યો..હવે અવનીને ઝાટકો લાગ્યો..આ માણસ એને શું સમજી રહ્યો હતો…એ એકદમ અકળાઈ ગઈ..એનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.

‘તમે આ શું કરી રહ્યાં છો…આઈ એમ નોટ કમફ્રેટબલ..પ્લીઝ.’

વિદ્વાન મિત્રએ પોતાનો હાથ ખસેડી લીધો..

‘અરે..પણ મેં ક્યાં  કઈં કર્યુ છે ..આ તો એક મિત્રતાપૂર્ણ હરકત હતી .બસ..હા તો તમે તમારી લખેલી કવિતાઓ લાવ્યાં છો..બતાવો મને…આપણે એને મઠારીએ..મને વિશ્વાસ છે કે એ કોઇ સારા સાહિત્યિક મેગેઝીનમાં જરુરથી છપાશે..’

અવનીને એક પળ લાગ્યું કે કદાચ પોતે વધારે વિચારી રહી છે..આ મિત્ર નિર્દોષ પણ હોય..બાકી એનું લખાણ  તો કેટ્લું સરળ અને નિખાલસ..આ તો ઇશ્વરથી ડરનારો ભલો ભૉળો માનવી છે ‘

આમ વિચારીને એણે પોતાની ડાયરી બહાર કાઢી.

પેલા મિત્રએ એ વાંચવાનો ડોળ કરતાં  કરતાંફરીથી શારિરીક અડપલાં ચાલુ કર્યા..

હવે અવની એકદમ શ્યોર થઈ ગઈ કે આ એનો વ્હેમ  નહી હકીક્ત જ હતી.

‘સ્ટોપ ધીસ ઓલ..આઈ ડોન્ટ લાઈક ઈટ..તમે સમજો છો શું મને..?’

‘જુઓ અવની…આમ એકદમ નેરો માઈન્ડેડ રહેશો તો તમે આ ફીલ્ડમાં આગળ આવી રહ્યાં. તમારે થૉડો કોમ્પ્રોમાઈઝ તો કરવો જ પડશે..તો મારી જોડે એ કરવામાં શું ખોટું છે. હું તમને પ્રસિધ્ધીની  ટોચ પર લઈ જઈશ..’

અને એણે પોતાના હાથની પકડ અવનીના હાથ પર વધારી..

‘સોરી, મારે આવી સસ્તી પ્રસિધ્ધી નથી જોઇતી ‘ અને પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી લીધો..

‘અવની..તમે ભણેલા ગણેલા છો..તમારી મરજીથી તમે મને મળવા રાજી થયા છો..પછી હવે આવા નાટક રહેવા દો..અને પછી થોડા અભદ્ર શબ્દોની લ્હાણી કરીને અણછાજતી માંગણી કરી..

અવની એક ઝાટકે ત્યાંથી ઉભી થઈને એ કોફી શૉપની બહાર નીકળી ગઈ..આખા રસ્તે વિચારતી રહી..સરસ મજાનું પોઝીટીવ લખાણ લખતો માણસ અંદરથી સાવ આવા સ્વભાવનો કેમનો હોઇ શકે..પોતે તો માણસોને કેટલા સારી રીતે ઓળખી શકે છે આમાં કેમ થાપ ખાઈ ગઈ..થૉડો વિચાર કરતાં એને ખ્યાલ આવ્યો કે  એ એ લેખકના લખાણથી, અદભુત શબ્દો- અઢળક જ્ઞાનથી અભિભૂત થઈ ગયેલી અને એણે સર્જનને જ સર્જક માનીને મનોમન એની એક મહાન વ્યક્તિ તરીકે કલ્પના કરી દીધી હતી. જે હકીકતથી સાવ જ વેગળું હતું એથી આવી ભૂલ થઈ ગઈ.. નેટની ચકાચોંધમાં કાચને પણ હીરો બનાવી દેવાની અદભુત તાકાત છે. આવી શારિરીક અને માનસિક યંત્રણાથી બચવા ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહી કરે.

અનબીટેબલ :  Life is not a rehearsal. Each day is a new show. no repeat, no rewind, no retake..Perform carefully.

9 comments on “સર્જન – સર્જક – ભાવક

 1. સ્નેહાબહેન,

  આજના યુગમાં તદ્દન સાચી પડી રહેલી વાત… ફેસબુક પરનાં સરસ ફોટા, ચોટદાર લખાણ અને મજાની કોમેન્ટ્સ જોઇને ઘણાં થાપ ખાઇ જાય છે.! ખાસ કરીને યુવતીઓએ ઇન્ટરનેટ પર સાવચેત રહેવાની જરુર છે…

  Like

 2. Dear Snehabeta yes THIS IS A FACT and can happen on FB and Real life too..Avani is quiet intelligent n clever so could U/s immediately….this your article is an EYE-OPENER to many who read and Act..
  God bless you
  Jay shree Krishna
  Dadu..

  Like

 3. સ્નેહાબેન ખુબ સારી અને સત્ય વાત લાવ્યા છો!ઘણા લોકોને જાણવા ને સમજવા મળશે..સર્જન કે સર્જકનું કોઈ મહત્વ હોતું જ નથી જે ફક્ત શબ્દો માં જ રહેલું હોય..ખરેખર તો આ ‘પર્ફોમન્સ’ છે ‘ક્ષમતા’ નથી…લખવું અને હોવું એ કેવડો તફાવત..હોવું એ ક્ષમતા છે!!..લેખન નહિ પણ વર્તન માનવની કિંમત નક્કી કરે છે…કારણકે માનવનું ખરું સ્વરૂપ વર્તનસ્વરૂપે બહાર આવે છે..આ માનવસ્વભાવની ખાસિયત છે…સ્ત્રીની સિક્ષ સેન્સ જલ્દી જાણી જતી હોય..પણ ક્યારેક ભૂલ થઇ જતી હોય..માનવી ખૂદ પોતાની જ કિંમત કેમ ઘટાડવા તૈયાર થઇ જતો હશે એ સમજી શકાતું નથી..કારણ કે કોઈ એકવાર વિશ્વાસ મુકે પછી એ માનવીના વિશ્વાસનું મુલ્ય ટકાવી રાખવું એ કેવડી જવાબદારી બની જાય છે..તમને એક વાત કહીશ મને સૌથી વધુ જો કોઈ માનવનું ”ફેક્ટર”મેઝર કરવામાં મગજની નશોને સોજો આવી ગયો હોય તો એ ”મોરાલીટી”(નીતિમત્તા-ચારિત્ર્ય)છે!!!ને જો ચારિત્ર્ય જ જો મેઝરમેન્ટ ના થઇ શકે તો મારા ડ્રીમ-પ્રોજેક્ટનું રામનામ થઇ જાય!કારણ આ ‘ચારિત્ર્ય’ જ એવું ફેક્ટર છે કે જે બુદ્ધિ પર સાવરણી ફેરવી દે છે!!પણ અંતે ૪ તત્વ એવા શોધ્યા જે માનવનું ચારિત્ર્ય મેઝરમેન્ટ કરી શકે છે..તમારી વાર્તાનો બુદ્ધિશાળી વિલન મારી ‘MASTER HUMAN QUOTIENT’ TEST માં TOTAL ફેઈલ જાય..૧૦૦%!!!! વધુ અહી જણાવવાનું નથી પણ સામાન્ય વાત કરું…આ વ્યક્તિમાં એક ખામી રહી ગઈ…શ્રેષ્ઠતાનું મુલ્ય આંકી શકવાની ‘ક્ષમતા’–પછી એ સબંધ -પદાર્થ કે કોઈ પરિસ્થિતિ હોય!દા.ત.જો તમે પ્રેમની શ્રેષ્ઠતાના ઉચ્ચઆંક માટે ”ભોગ”(સેક્રિફાઇસ)નું ઉચ્ચ લેવલ મેળવી ના શકો તો તમારો પ્રેમ સ્વાર્થના પાયા પરના આંક પર રખડતો હોય..પછી ભલે એ વ્યક્તિ તેને પ્રેમ માનતો હોય પણ હકીકતમાં એ એનો વ્હેમ હોય..ઇન શોર્ટ દરેક બાબતની શ્રેષ્ઠતાને સમજી શકવાની જેની ક્ષમતા હશે એ ક્યારેય ‘મોરાલીટી’માં ડાઉન થતો નથી!…. લોક કિયા જાય..!!!!

  Like

 4. Dear Sneha,God bless us n wish u a stupendous day as it passes..yes,today’s story
  is eye opening story…I liked it.the way u wrote it is remarkable n wow,feeling!!!

  Like

 5. Life is not a rehearsal. Each day is a new show. no repeat, no rewind, no retake..Perform carefully.
  આ વસ્તવિકતા નથી હકિકત છે,અને તેથી વસ્તવિક રોજિંદા(તત્વનુ) જ્ઞાન છે,કથન છે.

  Like

 6. ફેસબુક એવી વસ્તુ છે ને કે સ્ત્રીઓને બીજાનો પતિ “હેન્ડસમ” લાગે અને પુરુષોને બીજાની પત્ની “બ્યુટીફુલ” લાગે. જીવનસાથીના વખાણ કોઈ દિવસ ના કર્યા હોય પણ પારકી વ્યક્તિઓની ફોટોગ્રાફ્સ જોઈને આહા..ને વાહ કરનારા ઘણાં છે. આવા બહોળી સંખ્યામાં મળી રહે છે ને એટલે બધા જ એવા સમજવાની ભૂલ માણસો કરે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s