મેમરી

આજકાલ આર્ટીકલ લખીને કોમ્પ્યુટરમાં સેવ કરવા કરતાં કયો લેખ કેટ્લો લખાયો..કેટલો બાકી..કોને મોકલ્યો..હવે પછીનો લેખ મોકલવાની તારીખ કઈ..અડધો લખેલો લેખ ક્યાં સેવ કર્યો જેથી એડીટીંગ માટે ફરીથી એ તરત શોધી શકાય..વળી એડીટ કર્યા પછી એ ફરીથી પ્રોપર શિર્ષક સાથે ફરીથી સેવ કરું તો (રી-નેમ) તો પેલો જૂનો ડીલીટ કરી દેવાનો…સાલ્લ્લું..મને તઓ એમ કે કોમ્પ્યુટરની મેમરી સરસ..આપણે કંઇ જ યાદ ના રાખવું પડે..પણ એ ભૂલી જવાયું કે એમાં ડેટા તો મારે જ નાંખવાનો ને..મેન્યુઅલી મેનેજ કરવાનો ને..

એક રીતે મને આનંદ થયો કે હાશ..મારી મેમરી ધાર્યા કરતા ઘણી સરસ છે…અડધા લેખો તો મગજમાં જ આંટા ફેરા કરતા હોય…લખવા બેસું એટલે મારા હુકમને આધીન થઈને પોઈંટ ટુ પોઈંટ લેપટોપના કી -બોર્ડ પર આવીને બિરાજમાન થઈ જાય છે…

આવું તો બહુ બધુ છે મિત્રો…ફરી ક્યારેક શાંતિથી શેર કરીશ તમારી જોડે..:-)

 

10 comments on “મેમરી

 1. સુંદર..સાચું..મારે પણ એક જ ગીતની કેટલીય વર્ઝન હોય..દરેકને અલગ નામ..!! એસ અ ડેટ વ્યુથી, સેટીંગથી મને ખ્યાલ આવી જાય કે છેલ્લી કઈ છે..મગજ તો મોટૂ કોમ્પ્યૂટર છે ને…એવુ જ મગજ સમાન કોમ્પ્યૂટ્ર બનાવવા..વૈજ્ઞાનિકો મગજમારી કરે છે..સુંદર અસ્મરણ શક્તિ અંતઃકરણની શુધ્ધિ છે..અનુભૂત વિષય સંપ્રમોસ સ્મૃતીઃ..યાદ શક્તિની વ્યાખ્યા..પતંજલિ કહે હે.

  Like

 2. You can use Google Docs to write articles or even normal folder structure will be sufficient. Like: sent, draft, discarded, edited etc will serve for quick help. There are more technical way to manage your work, let me know if you’re interested 🙂

  Like

 3. અરે વ્હા ! મગજની ખૂબી કે જે ભાગનો યુઝ થાય એ એની કાર્યક્ષમતાની ઉચ્ચતમ ગુણવત્તા કક્ષાએ પહોચી જાય…કોમ્પ્યુટરમાં બેશક મેમરી છે..એનાલીસીસ પ્રકિયા છે..પણ એ ”ક્ષમતા”નથી .. ક્ષમતા ખરેખર ”તર્ક”થી આવે !!!કોમ્પ્યુટરની એ કાયમ ખામી ગણો તો એજ રહેશે કે એ ”તર્ક”(લોજીક)કરી શકતું નથી!લોજીક તો સજીવ જ કરી શકે.. અને ભવિષ્યમાં લોજીક ઉમેરી શકાય તો પણ આપેલ ‘સોલ્યુશન’માંથી જ એ પસંદગી કરે..જયારે લોજીક પરિસ્થિતિ અનુસાર ફરી જાય!!કેટકેટલા ‘લોજીક’ ઉમેરી શકો?..ઈશ્વર અનહદનો આગ્રહી…એ લિમીટમાં કશું સર્જતો જ્ નથી !!!માનવ મગજ ”અનંત”શક્યતાઓ ધરાવે છે…માનવ જ્યાં અનંતતા છે ત્યાં પાછો પડતો રહે એ ઇતિહાસ છે…દા.ત.જમીનનું ઊંડાણ..આકાશ …દરિયો…મગજ ..શરીર ..આબોહવા વગેરે …એ આગળ વધે પણ વિજેતા બનતો નથી..ત્યારે કોઈ ‘ઈશ્વર’નામના તત્વ સામે નતમસ્તક થઇ જઈએ…ઈશ્વરને ”કહેવાતા બુદ્ધિશાળીઓ” માનતા નથી પણ જે મહાન વૈજ્ઞાનિકો વિચારકો થયા એ ઈશ્વર નામના કોઈ ”તત્વ”ને સ્વીકારી ગયેલા …હકિકતમાં જે ઇનપુટ આપીએ એ જ આઉટપુટ મેળવી શકાય છે…!મગજ પણ દરેક તર્ક તેના ભૂતકાળના ‘ડેટાબેઝ’ના આધારે જ કરે છે..એટલે જ બાલ્યાવસ્થામાં સારા વિચારો… સારો માહોલ..સારા અનુભવો .. આપવા ઉપર જ ભાર મુકાય છે.મગજ દરેક નિર્ણય તર્કબદ્ધ ચકાસી શકે છે..મગજ જયારે તર્ક કરે ત્યારે એ ‘લોંગટર્મ મેમરી’ને આધારે ”નિર્ણય”કરે છે…એને તમે લખતા લખતા પેન ક્યાં મૂકી એ ”ડેટા”માં કોઈ રસ નથી(શોર્ટટર્મ મેમરી) !!!કોમ્પ્યુટરનો પણ યુઝ માનવ એટલો જ કરી શકે જેટલી એની ક્ષમતા છે..જો તમે માનવમગજની પૂર્ણ ક્ષમતાને પાર કરી જાવ તો કોમ્પ્યુટર મગજને આંટી દે એવું સર્જન શક્ય બને..બીજું માનવ મગજની પૂર્ણ ક્ષમતાને જો પાર કરી જાય પછી તો કોમ્પ્યુટરનો જ કોઈ ઉપયોગ રહે નહિ ..વ્યવહારમાં હાલમાં શક્ય નથી.. કેમ કે મગજ ઈશ્વરના ‘અનલિમિટેડ કોર્પોરેશન’ની મહત્વની બ્રાન્ડ છે..!!રાવણ કહેતો અને માનતો ‘અહમ બ્રહાસ્મી’ એ આજે ને કાલે પણ એટલુંજ સાચું હશે!!!..મેમરી ”બુધ્ધિત્વ”નું મહત્વનું ફેકટર છે…અભિનંદન! આંખ, કાન, નાક, જીભ અને ત્વચા ના પ્રત્યેક અનુભવ પર મગજને પૂર્ણ ”એક્ટીવ મોડ”રાખે એ બુદ્ધિશાળીની હદમાં પ્રવેશી જાય…ખરેખર આ જ્ઞાનના દ્વાર છે..સ્નેહાબેન આવજો ટેઈક કેર!!!

  Like

 4. પ્રિય કાર્તિકભાઈ,

  એકચ્યુઅલી મારી આ પોસ્ટ પાછ્ળનો આશય એ જ હતો કે ટેકનોલોજીના તમારા જેવા કોઇ જાણકાર મિત્રની મદદ મળી રહે. મેં એકસેલમાં શીટ બનાવી પણ તો પણ થોડી તકલીફો તો રહે જ છે..બહુ સમય ખાઇ જાય છે..મને થયું કે ચોક્કસ આનો કોઇ વિક્લ્પ હોવો જ જોઇએ..
  plz.help me

  Like

 5. કોમ્પ્યુટરની મેમરી સરસ..આપણે કંઇ જ યાદ ના રાખવું પડે..પણ એ ભૂલી જવાયું કે એમાં ડેટા તો મારે જ નાંખવાનો ને..મેન્યુઅલી મેનેજ કરવાનો ને.. …….. atlej manas…sarvotam…. che .

  Like

 6. કોમ્પ્યુટર માનવ મગજથી ઊત્તમ નથી. છતાય ખૂબ ખૂબ ઉપયોગી છે જ. તમારા જેવા અનુભવ આજના દરેક લેખકને થતાં જ હશે. હા, માનવ મગજની કાર્ય શૈલી વિશે થોડી ઘણી માહિતી મારી નોટ્સ સ્વપ્ન સંકેત પાર્ટ ૨ માં આપી છે. વાંચી ન હોય તો વહેલામાં વહેલી તકે વાંચી જજો.

  પણ કોમ્પ્યુટર પર કામ કરવાની મજા આવે છો હોં

  Like

 7. ખુબ જ સુંદર નયન પ્રિય છે તમારી સાઈટ બ્લોગ બનાવવા માં હેલ્પ કરો પ્લીઝ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s