વાંચન – હું

વાંચનની બાબતમાં હું સાવ કંગાળ છું એવું સ્વીકારવામાં મને કોઇ જ શરમ કે છોછ નથી અનુભવાતો. મોટ્ટા મોટ્ટા – મહાન લેખકો, ચિંતકો કોઇને મેં આત્મસાત કરવાની હદ સુધી ક્યારેય નથી વાંચ્યા..જે પણ લખાણ ગમે એ વાંચી લઊં પછી ખ્યાલ આવે કે ઓહ..આ તો આમનું લખાણ છે..!

હા..સ્કુલની લાઈબ્રેરીમાંથી દર અઠવાડીએ નિયમીતપણે એક બુક રીન્યુ કરાવવાની..એમ.જે.લાઇબ્રેરીમાં પણ મેમ્બરશીપ..પણ એ બધું તો એક નજરનું વાંચન…એ મુગ્ધાવસ્થાની રોમાન્ટીક – સસ્પેન્સ – થ્રીલર વાર્તાઓથી વધારે કંઈ નહીં..વળી યાદશક્તિ બહુ સરસ…એવું બધું વાંચીને ભૂલી જવાનું..મતલબ એ વાંચન આજની તારીખે લખવા બેસું તો કંઇ જ યાદ ના આવે..હું પાછી કોરી પાટી જેવી જ.. આ બધાની પાછળની મારી આદતોનું એનાલિસીસ મેં ક્યારેય નથી કર્યું..કે અત્યાર સુધી આવી કોઇ જરુર પણ નથી પડી.

અમુક જાણીતા લેખકોના આર્ટીકલ વાંચુ તો પહેલેથી છેલ્લે સુધી એક લેખકે આમ કહ્યું- ને બીજાએ પેલું..આખે આખો લેખ બીજાના મંત્વ્યો અને વિચારોથી જ ભરપૂર..છેલ્લે એ બાજુમાં મૂકતાં મને એમ થાય કે આમા આ લેખક્સાહેબે પોતે શું કહ્યું..? એ શું વિચારે છે એની તો મને કંઇ સમજ જ ના પડે..! જો કે વાંચનની અને એને યાદ રાખી શકવાની અદભુત શક્તિ ધરાવતા હોય એવા લોકોની મને મીઠી ઇર્ષ્યા ચોક્કસ થાય છે એની ના નહીં..

હવે બધા મિત્રો મને પૂછે કે તમે આમને વાંચ્યા છે કે ફલાણાને વાંચ્યા છે..હું ના પાડું તો કહે તો તમે આટલું બધું લખો છો કઈ રીતે.? ત્યારે મને વિચાર આવે કે..હા…મિત્રોનો આ પ્રશ્ન પણ અસ્થાને તો નથી જ..સામે પક્ષે એ પણ હકીકત કે મને મારા વિચારો એક્સપ્રેક્ષ કરવામાં ક્યારેય કોઇ જ તકલીફ નથી પડી. મારા પોતાના વિચારો એટલા બધા છે કે હું બીજા લેખકોનું વાંચુ તો એમાં મિક્સ અપ થઈને ‘રગડો’ થઈ જાય છે…આજની તારીખે પણ હું છાપું કે મેગેઝીન એક સમાચારની અપડેટસ માટે વાંચી લઊં..બાકી આખે આખી બુક એકધારી પતાવવાની હોય તો ચાર પાના વાંચીને જ અટકી પડું છું…પણ મને લખતી વખતે કયારેય મારા ઓછા વાંચનની કમીનો અહેસાસ નથી થતો..એક્ધારું લખી શકું છું..મન થાય ત્યારે થોડું વાંચી લઊં..ને પાછી વિચારોની દુનિયામાંથી લખવા તરફ વળી જઊં છુ..

હા..મને મારી આજુબાજુની દુનિયાને વાંચવી બહુ ગમે છે..એ હું એક્દમ ડીટેઈલ્સમાં ચૂપચાપ વાંચી શકું છું..અને એ બધું જ હંમેશા મારા લખાણમાં છલકતું હોય છે.

–> વાંચવાનું બહુ જ ગમે છે પણ એકધારુ વાંચી શકવાની કેપેસિટી નથી..થોડું વાંચીને બુક મૂકી દઊં છું ..આમ મારી આજુબાજુ મારી બહુ જ મનથી ભેગી કરેલી બુકસના ઢગલા પડ્યા જ રહે છે..થોડા થોડા સમયે થોડું થોડું વાંચી લેવાનું..આમે આખે આખા પુસ્તકનો ડેટા આ મગજમાં સ્ટોર ક્યાં થઈ શકવાનો…!

-સ્નેહા પટેલ

Advertisements

6 comments on “વાંચન – હું

 1. મારા પોતાના વિચારો એટલા બધા છે કે હું બીજા લેખકોનું વાંચુ તો એમાં મિક્સ અપ થઈને ‘રગડો’ થઈ જાય છે… avu badha sathe na bani sake…. u r a born writer.. dear..ane badha ma e obsrvation shakti powerful hoy to sneha aa rite alag na lage tari aa j vat tane lakhan ma perfect banave che,,, maulikta.. e sarjan matenu… pratham sopan che…. j tara ma che…. ane hajuuu yy khub agal vadhis… evi shubheccha sathe..

  Like

 2. સલામ! ખરેખર આ જે લખાયું એ પ્રથમવાર વાંચ્યું…તમે એ સત્યનું વર્ણન કર્યું છે જેનાથી લોકો દુર દુર ભટક્યા કરે છે..હા..હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું ને બીજું ઘણા સમય પહેલા આ મેં વિચારેલું…ને એમાંથી જ મારી MHQ થિયરીનું સર્જન થયું..સામાન્ય રીતે મત એવો કે લખવું હોય તો વાંચવું જરૂરી પણ બહુમતી લોકો ”નિયમ”સાથે સંમતિ સાધતા હોય છે..પણ અપવાદો ઇતિહાસનું સર્જન કરતા હોય છે..ખરેખર તો આ વાત ”જ્ઞાન”ની છે..ને જ્ઞાન એ બે પૂંઠા વચ્ચે છે એવું માનવાને મને આજ સુધી કોઈ કારણ નજરે પડ્યું નથી.. જ્ઞાન એ ”ઓબ્ઝર્વેશન”,”લોજીક”અને ”ઇમેજીનેશન”ના ત્રણ વિચિત્ર પાયા પર ‘ટટ્ટાર’ચાલતું રહે છે….’પેશન’ અને ‘ફ્રિડમ’ ફેક્ટર્સ આ ત્રણ ફેક્ટરને ઊંચાઈ પર લઇ જાય છે…જ્યાં દરેક વ્યક્તિ ”યુનિક”બની જાય છે…શરત આ ત્રણ ફેક્ટર અન્યની ”દ્રષ્ટિ”થી ઇફેકટેડ ના હોવા જોઈએ ત્યારે શ્રેષ્ઠ ”આઉટપુટ”મળે છે.! ઈશ્વરે દરેક માનવને ”યુનિક”બનાવ્યા છે ને આપણે કોઈને ”આદર્શ”માનવાની ભૂલ કરી ને ખુદના ”અસ્તિત્વ”ની બાદબાકી કરી લેતા હોય ને ઈશ્વરનું અપમાન કરતા હોઈએ છીએ..લોકો જેને ”બુદ્ધિત્વ”કહે છે એની દુનિયામાં કોઈ સર્વસંમત વ્યાખ્યા જ નથી..મારી એક જ્ વ્યાખ્યા છે —”ઈચ્છિત કર્મને સફળતાપૂર્વક અમલવારી કરી શકવાની ક્ષમતા એ જ ‘બુદ્ધિત્વ’છે!”-રાજેશ પટેલ –intelligence એ ઈચ્છિત પરિણામની ક્ષમતાની વાત ..બુદ્ધિત્વ(intelligence)માટે ભારતમાં કોઈ સંશોધન થયાનું નોંધાયેલું નથી..જો એક ”અંગુઠાછાપ”માણસ તેના દરેક ”ટાસ્ક”સફળતાપૂર્વક અમલ કરતો રહે તો શું એ ”બુદ્ધિત્વ”ધરાવતો નથી એમ કહીશું??ખરેખર ”બુદ્ધિત્વ”માપવાના ”ટૂલ્સ”જ ખોટા છે…ને ‘હતા’ હવે એમ…..તમે એ હાઈ-વે પર છો જ્યાં ‘શ્રેષ્ઠ બુધ્ધિત્વ’માટેનું આદર્શ વાતાવરણ છે ..જરૂરી ‘૫- ફેક્ટર’ (ઓબ્ઝર્વેશન,લોજીક,ઇમેજીનેશન,પેશન’ અને ફ્રિડમ )મોજુદ છે તેને દુષિત કરતા અન્યને આદર્શ માનવાના ને ફોલો કરવાના કોઈ લક્ષણો નથી!..બેન તમે કોમ્પ્યુટરનો ક્રોર્ષ કર્યો નથી તો પણ સરળતાથી કોમ્પ્યુટર ચલાવો ..ફેસબુક…ફોટોએડીટ કરો આ બ્લોગ પર સરસ વિચારો દર્શાવો આ જ્ઞાન ચોપડીમાંથી આવ્યું???ના!! તમારી સફળતામાં MHQ ૫ -ફેક્ટર્સ છે…ખરુને બેન ? યુ આર ધ બેસ્ટ સ્નેહાસિસ્ટર!!!!શંકાનું એમાં કોઈ કારણ જ નથી…અભિનંદન!

  Like

 3. નમસ્કાર..ગમ્યું..
  હા..મને મારી આજુબાજુની દુનિયાને વાંચવી બહુ ગમે છે..એ હું એક્દમ ડીટેઈલ્સમાં ચૂપચાપ વાંચી શકું છું..અને એ બધું જ હંમેશા મારા લખાણમાં છલકતું હોય છે.
  પોતાની પ્રતિભાક્ષમતાને આધારે જ જીવન અને અનુભવ જે કહે તે લખતા જવું આ સારું જ છે..હંમેશા બહુ વાંચન કે બહુ ભણેલા હોઈએ એવું જરુરી નથી..એક સમયે બહુશ્રુતની પણ મહત્તા હતી..તો શ્રોતવ્ય દ્રશ્ટવ્ય જ્ઞાતવ્ય નિદિધાસિતવ્ય પણ ઉત્તરોત્તર અવસ્થા છે..સ્મૃતી શક્તિ થી યાદ રહે અને અવલોકન શક્તિથી આપમેળે જ સમજાય જાય અને પછી તો યાદ રહેવું પણ અઘરું નથી..
  પરમાત્માનું એક પુસ્તક છે વેદ એમ કહેવાય છે તો બીજું છે જીવન અને ત્રીજું છે સ્વયં ને વાંચવું..આજ આટલું વિશાળ છે કે કેટલું વાચી શકાય..

  Like

 4. તમે આત્મ ચિંતન કરવામાં ઋષિ મહર્ષિઓનાં સ્તરે પહોંચશો એવું મને લાગે છે. પ્લીઝ આ ટિપ્પણીને વ્યંગ ના સમજતા. ખરેખર દિલથી વાત કહી છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s