હાઉસવાઈફ

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૩૦-૦૫-૨૦૧૨નો લેખ

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/30_May/Panchamarut_01.pdf

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

 

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

 

-બાલાશંકર કંથારિયા

 

‘આઇ એમ પ્રાઉડ મધર – હાઉસ મૅનેજર..૨૪x ૭ એટ માય સ્વીટ હોમ. મારી પ્રાયોરીટીમાં સૌથી પહેલાં મારો ‘હબી’ બચ્ચાઓ અને મારું સુઘડ – સ્વચ્છ ઘર આવે. થોડા ઓછા પૈસા હોય તો ચાલી જાય – ચલાવી લેવાય છે..પણ બાળકોને સંસ્કાર, એમના સમય સમયસર સાચવવાના,માની સંતાનોને હૂંફ, પતિદેવ ઘરમાં આવે ત્યારે મારા હાથે બનાવેલ એમની મનપસંદ વાનગીઓ મારા હાથે એમને પીરસીને ખવડાવવાની મજા..આ બધાની સામે ઓછા પૈસાનો અફસોસ ક્યાં ટકી શકવાનો..વળી હું નોકરી કરવા જાઉં તો મારા પેટ્રોલ, કપડાં, અઠવાડીયામાં બે-ચાર વાર બહારથી ખાવાનું મંગાવવાનુ જેવા નાના મોટા એક્સ્ટ્રા ખરચાઓ વધી જ જવાના .એના કરતાં ઘરમાં રહીને જાતે ઘર મેનેજ કરીને કેટલા બધા પૈસા બચાવી શકાય છે..ભારતીય સંસ્કૃતિની આ જ તો મજા છે મા-બાપ-બાળકો એકસાથે હસી-ખુશીથી સુખદુઃખની વાતો વહેંચીને પ્રેમથી, શાંતિથી જીવી શકે.બાકી બીજા બધા દેશોમાં તો કોની મા કોના પિતાની સાથે ને કયા પિતાના બાળકો કઈ મા સાથે જીવતા હોય છે એ કોયડાઓમાં જ જીવન પસાર થઈ જાય છે’

આ હતો પ્રિયાનો પોતાની જાત સાથેનો વાર્તાલાપ..રોજ રોજ આનો થોડો થોડો ડોઝ મનને આપતી રહેતી અને સેલ્ફ કાઉન્સેલિંગ કરતી જતી.

 

એક વિચારશીલ જીવડો અને એમાં પણ પાછી સ્ત્રીજાત એટલે પ્રિયાને રોજ મનમાં પ્રષ્નો ઉઠતા કે એ પોતાના આ સેટલમેન્ટથી ખુશ હતી, પૂરેપૂરો સંતોષ હતો તો એને આ રોજેરોજ ‘સેલ્ફ કાઉન્સેલિંગ’ કેમ કરવું પડતું..કોઇ એને ‘હાઉસવાઈફ’ કહે તો એની પાસે પોતાને ‘હાઉસમેનેજર’ કહેવડાવવાનો હઠીલો આગ્રહ કેમ રાખતી હતી..?

વિચારોના રસ્તે ઘણીવાર ફરવા ઉપડી જતી પણ ત્યાંથી કોઇ જ સોલ્યુશન કે યોગ્ય જવાબ મેળવ્યા વગર રઝળપાટ કરીને થાકીને ચૂર થઈને પાછી આવી જતી.

આજે એ બહુ ખુશ હતી. કેનેડાથી એની સ્કુલની સખી પાર્થી એના ત્યાં આવવાની હતી. બે-ચાર દિવસ રોકાવાની પણ હતી.

પાર્થી એટલે ‘સેમ ટુ સેમ’ પ્રિયા.કેનેડા જઈને ત્યાંના કલ્ચરને સેટ થઈ ગયેલી..જોબ કરતી હતી.. બે છોકરાંઓ અને પતિદેવ..બધું સુખી સુખી વેલ સેટલ્ડ.

એની વાતો સાંભળીને પ્રિયાને નવાઈ લાગતી.પાર્થી પોતાના છોકરાંઓને આમ ‘ડૅ કેર સેન્ટર’માં મૂકીને જોબ કરતી હતી એને પોતાના સંતાનો માટે કોઇ જ લાગણી નહી હોય કે..પણ એની વાતો પરથી તો એ નાનામાં નાની વાતનું  ધ્યાન્ રાખતી હોય એમ સ્પષ્ટ દેખાઇ આવતું હતું …ઇવન એનો વર પણ આ બધામાં સહિયારો સાથીદાર હતો..તો શું પોતે અત્યાર સુધી પોતાની કેરિયર છોડીને ઘરને વળગીને બેસી રહેલી એ પોતાની ભૂલ હતી કે..એણે પોતાની જોબ ચાલુ રાખી હોત તો એનો પગાર પણ પાંચ આંકડાને આંબતો હોત..મથામણોનો આ દોર  પાર્થીની નજરથી બહુ છૂપો ના રહી શક્યો.એક પ્રયત્ન અને પ્રિયા આખી ઠલવાઇ ગઈ.બે પળ વિચારોના સાગરમાં ડૂબીને ગોતું લગાવીને પાર્થી પાછી સપાટીએ આવી ગઈ.

‘જો પ્રિયા, મને બધું વિચારતા લાગે છે કે તેં પરિસ્થિતીને દિલથી સ્વીકારી નથી. કહેવા ખાતર જ તેં એક કોમ્પ્રોમાઇઝ કરી લીધો છે પણ એ ઉપરછલ્લું છે. ‘સ્વીકાર અને સમાધાન’ આ બેયની સમજ વચ્ચે તું ઝોલા ખાયા કરે છે.મારું એમ નથી. જે વિચાર્યુ એ એના પરિણામો સહિત સ્વીકાર્યુ છે.એ સ્વીકાર પર ક્યારેય મારે કોઇના સર્ટીફિકેટોની જરુર નથી પડતી.એટલે મને તો આવા વિચારો ક્યારેય નથી આવતાં.

 

સૌથી પહેલાં તો તું જ તારી જાતને જે સ્વરુપે છું  એ સ્વરુપે ખુલ્લા દિલથી સ્વીકાર..લોકોનું તો શું છે બોલ્યા કરે..તમારે વળી આખો દિવસ ઘરમાં કામ શું હોય..નવરાધૂપ્ જ હોવ ને.. તુચ્છકારની ભાવનાથી તારી સામે જોવે તો એ એમની માંદલી માનસિકતા છે. તારે તારા ઘરકામનો પગાર ગણવા જાય તો આટલો થાય કે આટલા ખર્ચા તું બચાવે છે એ બધા ખુલાસા  લોકોને શું કામ આપવાના..લોકો તો પોતાની સમજાનુસાર તારી જોડે દાખલાઓ માંડશે – જવાબો હિસાબો માંગશે ને તારી બેચેની જોઇને એક જાતનો છૂપો આનંદ અનુભવશે..આજના જમાનામાં એનાથી વિશેષ આપણા માટે વિચારવા કોઇ નવરું નથી બેના..તો ચીયર ડીયર..એન્ડ રીસ્પેક્ટ યોરસેલ્ફ ફર્સ્ટ..તું તારી જાતને માન આપીશ તો બીજાઓ આપે કે ના આપે એનાથી કંઇ ફર્ક નહી પડે એવું જ માની લીધેલા અપમાનનું પણ હોય છે..ચાલ હવે ફ્રેશ થઈ જા મારે એક તો સમય ઓછો અને શોપિંગના લિસ્ટ મોટા..તો એ પતાવીએ હવે..’

 

અણસમજના અંધારામાં સમજનો સૂરજ ઉગ્યો..અને પ્રિયાને બધું ચોખ્ખે ચોખ્ખું દેખાવા લાગ્યું હતું.

 

અનબીટેબલ : someone speaks bad about us we feel bad, but if someone speaks good about us we feel good..why we give our remote control to others. – via msg.

7 comments on “હાઉસવાઈફ

  1. નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય કર્મ કરનાર સહુ કોઈ પોત પોતાને સ્થાને મહાન છે…..

    Like

  2. હું નોકરી કરવા જાઉં તો મારા પેટ્રોલ, કપડાં, અઠવાડીયામાં બે-ચાર વાર બહારથી ખાવાનું મંગાવવાનુ જેવા નાના મોટા એક્સ્ટ્રા ખરચાઓ વધી જ જવાના .એના કરતાં ઘરમાં રહીને જાતે ઘર મેનેજ કરીને કેટલા બધા પૈસા બચાવી શકાય છે..ભારતીય સંસ્કૃતિની આ જ તો મજા છે મા-બાપ-બાળકો એકસાથે હસી-ખુશીથી સુખદુઃખની વાતો વહેંચીને પ્રેમથી, શાંતિથી જીવી શકે.બાકી બીજા બધા દેશોમાં તો કોની મા કોના પિતાની સાથે ને કયા પિતાના બાળકો કઈ મા સાથે જીવતા હોય છે એ કોયડાઓમાં જ જીવન પસાર થઈ જાય છે’
    aa lekh nu
    sauthi mahatv purn vaky ane ethi pan mahatv purn chhe aa vaky ma chhupayelo bhav

    Like

  3. જે વિચાર્યુ એ એના પરિણામો સહિત સ્વીકાર્યુ છે.એ સ્વીકાર પર ક્યારેય મારે કોઇના સર્ટીફિકેટોની જરુર નથી પડતી.એટલે મને તો આવા વિચારો ક્યારેય નથી આવતાં………. right.
    અણસમજના અંધારામાં સમજનો સૂરજ ઉગ્યો……….. gamyu.

    Like

  4. સમાધાન નહીં, સ્વેછ્છાએ સ્વીકાર,તો સેલ્ફ કાઉન્સેલીંગની જરૂર ના પડે.સેલ્ફ કોન્ફીડન્સ વધે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s