કોઈ પણ સર્જક માટે નમ્રતા સાથે ખુમારી જાળવવી એ અઘરું પરંતુ અનિવાર્ય કામ છે.
સ્નેહા પટેલ
કોઈ પણ સર્જક માટે નમ્રતા સાથે ખુમારી જાળવવી એ અઘરું પરંતુ અનિવાર્ય કામ છે.
સ્નેહા પટેલ
Click to access Panchamarut_01.pdf
ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૨૩-૦૫-૨૦૧૨નો લેખ.
ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું,
અરે ઝંપલાવ દિલ! જોખમનું પણ હોવું જરૂરી છે!
– નાઝિર દેખૈયા
Top of Form
પારુલ…એકવીસમી સદીની સ્ત્રી. સુપરફાસ્ટ જમાનાની જોડે તાલથી તાલ મિલાવતી અનુક્રમે ૧૫ અને ૧૩ વર્ષના બે ‘ક્યુટડા’ દીકરાઓની મા હતી. દીકરાંઓના જન્મ વખતે પારુલે પોતાની તેજસ્વી કેરિયરને ટા ટા બાય બાય કરીને બધું ય ધ્યાન એમના ઉછેર અને ઘરની સંભાળમાં લગાવી દીધેલું. ઘણીવાર પોતાની અંદર કંઇક રુંધાતું, ભીંસાતું મહેસૂસ થતું પણ મા-પત્નીનું પ્રેમાળ દિલ એ અહેસાસના નામને જન્મ લેતાં અટકાવી દેતું..ને બધું પાછું પહેલાંની જેમ સમુ-સુતરું..થોડું ધૂંધળું ચાલવા લાગતું.
આજકાલ મોંઘવારી વધતા મિરાંતની કમાણી પલક ઝપકતાં જ સફાચટ્ટ થઈ જતી હતી. એવામાં પારુલને પાંચ આંકડાની એક નોકરીમાં જોઇન થવા માટે ઓફર મળી.પારુલની અંદરનો પેલો ધૂધવાટ ફરીથી માથું ઉચકવા માંડ્યો.આજે એનો આકાર ધીમે ધીમે સ્પષ્ટ થતો લાગ્યો..ધ્યાનથી જોતા પારુલને એ પોતાની સ્વતંત્રતાનો પડછાયો લાગ્યો. એનું આખું ય જીવન..એકે એક નિર્ણય મિરાંત ઉપર આધારીત થતા જતા હતા એ ક્લીઅર દેખાવા લાગ્યું. એણે મિરાંત સાથે થોડું ડિસ્કશન કર્યુ અને એ નોકરી સ્વીકારીને ફરીથી આત્મનિર્ભર થવાના નિર્ધાર સાથે મકકમતાથી એ નોકરીનો સ્વીકાર કરી લીધો.
પંદર વર્ષમાં દુનિયા બહુ બધી બદલાઇ ગયેલી. પારુલને તકલીફોની વણઝારમાંથી પસાર થવાનો વારો આવ્યો…અત્યાર સુધી પતિદેવ, દીકરાઓ, કામવાળા, ધોબી,દૂધવાળા બધાંયના સમયની સાથે પોતાની ઘડિયાળની ચાવી ફેરવવાની એને ટેવ પડી ગયેલી..એમાં ઓફિસના સમયપત્રકને સમાવતી નવી ઘડિયાળ તો કાંડા પર ટકતી જ નહોતી. વિદ્રોહ પોકારીને સમય હંમેશા એના હાથમાંથી પાણીની જેમ સરકી જતો. દરેક ભારતીય નારીની જેમ પોતાની પ્રાયોરીટી પારુલના ટાઈમટેબલમાં સાવ છેલ્લા ક્રમે જ આવતી અને પરિણામ..રોજ રોજ બોસ આગળ મોડા પડવા બદલ ખોટા- ખોટા કારણો રજૂ કરવા પડતા. ખોટું બોલ્યાનો અપરાધભાવ એના કામકાજને પણ ડીસ્ટર્બ કરતો.
રોજ રોજની એની આ કવાયતો જોતી એની સહકર્મચારી પ્રીતિએ એક દિવસ એને રોજ રોજની આ હાંફળી ફાંફળી દોડધામનું કારણ પૂછતાં પારુલે પોતાના ટાઇમટેબલને મેનેજ કરવામાં પોતાની અસમર્થતા સ્વીકારી…એની આ વાત સાંભળતા જ પ્રીતિ એકદમ ખડખડાટ હસી પડી.
‘અરે, આ તો બહુ જ નાની શી વાત છે..ચપટી વગાડતાં જ આનું સોલ્યુશન મળી જાય એમ છે..”
અને પારુલ બાઘી બનીને એને જોઇ જ રહી..આ પાગલ તો નથી થઈ ગઈ ને…?
ત્યાં તો પ્રીતિએ એક કાગળ પેન એના તરફ સરકાવીને કહ્યું”
‘ચાલ, આમાં તારી દિનચર્યા લખ..’
પારુલે કાગળ પેન લઈને પોતાના રોજિંદા કામકાજની વિગતો લખવા માંડી અને કાગળ પ્રીતિના હાથમાં પકડાવ્યું.
‘આ જો..આ લિસ્ટમાં એવા કેટલાંય કામ છે જે ટીનેજર દીકરાઓ જાતે કરી શકે એમ છે જેમ કે સવારના દૂધ નાસ્તો જાતે લઈ શકે .એમની વોટર બોટલ જાતે ભરી શકે..નાહવાનું પાણી જાતે કાઢી શકે, એમની સ્કુલબેગ જાતે ભરી શકે એમ છે..એમના કપડાં પણ ટેવ પાડ તો જાતે ઇસ્ત્રી કરી શકે એમ છે..ઉપરાંત ઘરની બહારના અમુક કામ પણ એ પતાવી શકે એમ છે જેમ કે મોલ કે કરિયાણાવાળાનું શોપિંગ..કારણ એ લોકો પોતાનું નાનું નાનું શોપિંગ તો જાતે કરે જ છે તો ઘર માટે વસ્તુઓ લેવામાં શું તકલીફ પડ્વાની હતી..?
વળી પતિદેવ પણ પોતાનો રુમાલ, ઘડીયાળ, બૂટ મોજાં એની સુનિસ્ચિંત જગ્યાએથી લઈ જાતે લઈ શકે એમ છે.. તું નોકરી કરે છે તો તને સપોર્ટ કરવાના ભાગ રુપે ઘરના કામકાજમાં તને મદદ કરવી એ એની પણ ફરજ કહેવાય એનો અહેસાસ તારે એમને કરાવવો જ જોઇએ…તું કામની વહેંચણી કેમ નથી કરી દેતી ? તારી જાતને કોઇના પણ આધાર વગર જીવવાની તૈયારી રુપે આટલી મહેનત કરીને સ્વતંત્ર બનાવી શકે છે તો તારી જોડે વણાયેલી જીંદગીને તારા આધારની ટેવ પાડીને આમ પાંગળા કેમ બનાવે છે..?
‘પણ પ્રીતિ, દરેક કામ પોતાના હાથે કરવા લાગશે તો મારા જ ઘરમાં મારી જરુર, મહત્વ ઓછું નહી થઈ જાય ?’
‘તારી વાત બરાબર છે, હું સમજું છું કે એ લોકો સ્વતંત્ર થશે,પોતાના કામ જાતે કરતાં થશે એટલે તને વારંવાર પૂછવા નહીં આવે..એ સમયે તારા દિલમાં તારી જરુરિયાત, મહત્વ એ લોકો માટે ઘટી ગયું હોય એવી એક નાગમતી લાગણી ઉતપન્ન થશે…પણ એ હકીકત નથી મારી બેના..તારી વિચારસરણીનો એક ભાગ જ છે. વળી સ્વતંત્રતા દરેક વ્યક્તિના વિકાસ માટે નિર્વિવાદરુપે જરુરી છે. તારી જરુરિયાતનો અહમ સંતોષવાના ચક્કરમાં તું એને આમ ના રુંધી નાંખ..ભગવાને બધાને પાંખો આપી છે..તો એમની જરુરિયાતનો ભાર ઉપાડતા શીખીને વાસ્તવિકતાના વિશાળ ફલક પર ઊડતા પણ શીખવા દે..ક્યાં સુધી તારી હથેળીમાં એમને દુનિયાનું આસમાન બતાવીશ..?
અને પારુલ સામે ટીંગાતી ઘડિયાળના કાંટાની મંથર ગતિને નીહાળતા વિચારી રહી..પ્રીતિની વાત સો એ સો ટકા સાચી જ છે.
અનબીટેબલ : સ્વતંત્ર થવા જેટ્લું જ મહત્વપૂર્ણ પોતીકાઓને આપણી ટેવ ના પડે એ ધ્યાન રાખીને એમને પણ સ્વતંત્ર રહેતાં શીખવાડવાનું છે.