ના સંભળાયેલી પીડા

ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > ૧૬-૦૫-૨૦૧૨નો લેખ

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/16_May/Panchamarut_01.pdf


ખૂબ ભરચક કદી થવા માટે,

ખાલીપો ખાસ સાચવી રાખો…

– મનોજ ખંડેરીયા

‘બસ..થોડાંક જ દિવસોની વાર છે..આવતા અઠવાડીએ આ વખતે તો અમે સિંગાપુરમાં હોઇશું..’

‘કેટલાં દિવસનો પ્રોગ્ર્રામ છે..કયા કયા બીચ પર ફરવાના..ક્યાં-કેવી હોટલો  બુક કરાવી છે..શોપીંગનું કેટલા પાના ભરીને લીસ્ટ બનાવ્યું છે..? ઇલેક્ટ્રોનિક આઈમ્સમાં થોડું સાચવવું પડે કસ્ટમવાળા હેરાન કરે છે..ગરમી બહુ હશે..કપડાં એ રીતે જ લઈને જજો..’

ચહલ- પહલ..સુહાસીનીબેનનું રોજ એકાંતમાં જીવવાને ટેવાયેલું ઘર આજે અવાજથી ભર્યુ ભર્યુ થઈ ગયું..સિંગાપુરી રંગમાં રંગાઇ ગયેલું.

સુહાસીનીબેન..બે દીકરી અને એક દીકરાના મધ્યમવર્ગી મમ્મી.

આજે રવિવાર હતો. બહુ વખત થઈ ગયેલો બધાંને મળ્યાંને..તો આજે સવાર સવારમાં ૯ વાગ્યામાં ફોન કરીને દીકરા-વહુ-દીકરીઓ-જમાઈઓ-પૌત્ર-પૌત્રી..બધાયની અપોઈંટમેન્ટ લઈને સાંજનું ડીનર પોતાના ઘરે ગોઠવેલું.બે દિવસ અગાઉથી પતિદેવ કિશનભાઈને બસમાં મોકલીને શહેરની શાકમાર્કેટના ધક્કા ખવડાવીને સસ્તા ભાવે સારામાંની કેરી- શાકભાજી મંગાવી રાખેલું. બાજુમાં આવતા કામવાળાને માંડ માંડ પટાવીને થોડા રુપિયા વધારે આપીને ઘરમાં કચરા પોતા કરાવેલા અને જમ્યાં પછી વાસણ અને સાફ સફાઈનું વચન લીધું હતું.

સાંજ પડી અને બધાં એક પછી એક પોત-પોતાના દાગીનાઓ સાથે આવી પૂગ્યાં અને મોટી દીકરી-જમાઈ આ વેક્શનમાં એક ફોરેન ટ્રીપ પ્લાન કરતાં હતાં એની વાતે વળગી ગયાં.

સુહાસિનીબેન અને કિશનભાઈ એ બધાંયની વાતો ચૂપચાપ સાંભળ્યાં કરતાં હતાં. થોડી વાર પછી જમવાની તૈયારી થવા માંડી અને એ લોકો એમાં બીઝી.

બધાંય પેટ ભરીને અલકમલકની વાતો કરતાં કરતાં જમ્યાં :

‘મમ્મીના હાથની વાલની દાળ અને કારેલાંનું શાક …કઢી.. અહાહા.મજા આવી ગઈ હોં મમ્મી..’

અને સુહાસિનીબેન ધીરેથી મરકયાં ને કિશોરભાઈને  કાચના પાસાદાર બાઉલમાં કાઢેલ આઇસક્રીમવાળી ટ્રે પકડાવી.

મોટી દીકરીએ પપ્પાના હાથમાંથી ટ્રે લઈને બધાંને આઇસક્રીમ આપ્યો અને બધાના માટે શું શું લાવવાનું એનું લિસ્ટ ભેગું કરવા માંડ્યું.

અને રાતના અગિયાર વાગતા’કને બધાંય પંખી પોતપોતાના માળા તરફ જવા માટે છૂટાં પડ્યાં.

આ બાજુ થાકેલાં સુહાસિનીબેનના પગ દબાવતાં કિશનભાઇ એમને ફરિયાદ કરી રહ્યાં હતાં

‘સુહાસ, તેં બાળકોને જે કામ માટે બોલાવેલા એ વાત તો કરી જ નહીં..ડોકટરે તાત્કાલિકપણે તારા પગનું ઓપરેશન કરવાની વાત કરી છે. એ માટે આપણે થૉડા પૈસાની જરુર પડશે. ઉપરાંત એમના અતિવ્યસ્ત શિડ્યુલ  હળવા કરીને આપણો આ અઘરો સમય થોડો સાથ આપીને સરળ બનાવવામાં મદદરૂપ થાય એ બોલતાં શું તકલીફ પડી..?’

‘કિશુ, બાળકો એમના ફાસ્ટ જીવનની વાતોમાં એટલા બીઝી હતાં કે મારી તકલીફની વાત કાઢીને એમાં સ્પીડબ્રેકર બનવાનું મન જ ના થયું…ચાર વખત વાત છેક હોઠ સુધી આવી ગયેલી પણ સિંગાપુરના અસ્ખલિત પ્રવાહમાં એ બોલાયા વિના જ તણાઈ ગઈ.એમની પાસે બોલવાનું એટલું બધું હતું કે મને સાંભળવાની એમને તક જ ના મળી…કંઇ નહીં પછી વાત..ચાલો હવે સૂઇ જાઓ, તમે પણ ત્રણ દિવસથી દોડાદોડ કરી છે ને.થાક્યા હશો.’

‘બાર બાય બાર’ના બેડરુમમાં ટ્યુબલાઈટ બંધ  થઈને નાઈટલેમ્પ ચાલુ  થયો.

અનબીટેબલ :

‘every day starts with some expectation. But everyday ends with some experience.’  – unknwn.

-સ્નેહા પટેલ

4 comments on “ના સંભળાયેલી પીડા

 1. ખૂબજ સુંદર વિષયને વણેલો છે અને આજની પરિસ્થિતિમાં ઘણાજ મા-બાપ આ પરિસ્થિતિનો સામનો કરતાં હોય છે કે ભોગ બનતા હોય છે… !

  Like

 2. આ વાર્તામાં સંતાનો એટલે બેજવાબદાર- સ્વાર્થી જ હોય એવું બતાવાવનો કોઇ જ ઉદ્દેશ નથી. આપણે ત્યાં આવી મેન્ટાલીટી વિકસતી જાય છે.ચારેબાજું નજર દોડાવતા સોમાંથી ૬૦% કેસોમાં ખરાબ અનુભવ હોય છે તો ૪૦% અચૂકપણે સારા જોવા મળે જ છે.

  એકચ્યુલી આ વાત જે વર્ગને સ્પર્શે છે એ ના તો જૂની પેઢીના લેબલમાં આવે છે ના તો નવી પેઢીના..વચ્ચે ઝૂલ્યા કરે છે જેને ગમે ત્યારે મોટા બનાવી દેવાય છે ગમે ત્યારે નાના..ગમે તે રીતે આગળ – પાછળની પેઢીની જવાબદારી એના માથે જ હોય છે.વળી આજની કાળ્ઝાળ મોંઘવારીને પહોંચી વળવાના ઢગલો પ્રયત્નો..ટેન્શનો.એમાંથી પોતાના માટે એ લોકો બહુ સમય ફાળવી જ નથી શકતાં.થૉડો સમય ફરવા જવાના, પોતાના માટે સમય ફાળવવાની ખુશીમાં ઉપર કહ્યું એ પ્રમાણે મા -બાપ તરફ એમનુ ધ્યાન ઓછું થઈ જાય એ સ્વાભાવિક છે એ પણ હાડ માંસ ને કમીઓના માણસો છે..

  તો આ વાર્તા દ્વારા મેં એવા સંતાનો કે જેને પોતાના થકી થઈ રહેલ વર્તનની મા-બાપના કાળજે આવી અસર થાય છે એની ખબર જ નથી..અજાણતા થયેલો અપરાધ અપરાધ કહેતા જીવ ના ચાલે ..હા ભૂલનું લેબલ જરુર મરાય..એવું જ કંઇક..એમના ધ્યાન બહાર જતી આવી સ્થિતીઓ તરફ એક પ્રકાશ નાંખવાનો એક પ્રયાસ કર્યો છે.

  સંતાનોને ગાળો અને મા-બાપની દયા સિવાય પણ વાતના બીજા પહેલુ હોય છે દોસ્તો… એ પણ વિચારવાને લાયક છે ને..!

  Like

 3. મેં કાલે સવારમાં પૂર્તિમાં વાંચી નાખેલ…ફાસ્ટ જમાનામાં ”લાગણીઓ”ફોરવર્ડ થઇ રહી છે..”મા જેવી મા ને વાત કરવા ”તક”શોધવી પડે?સમય શોધવો પડે?ખરેખર આવા સંતાનો અનુભૂતિ ને સંવેદના ગુમાવી ચુક્યા એમ માની શકાય …સંવેદનાના તાર જોડાયેલ હોય તો કોઈ બોલે એ પહેલા જાણી જવાતું હોય..ખુબ સરસ વિષય ને ખરેખર યોગ્ય સમયે છે!

  Like

 4. vat generation karta sentimental gapni vadhu hoy am lage 6 snehadidi… koi a pida ne kahya vinay samji sake to kevu saru am thaya kare 6..kem ava sambandhone apne jivi sakta nathi shikhabar… kyarek kyarek mara jeva yuvanna moethi pan sheet…. ! nikli jay…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s