earth day

ચોતરફથી ધખતી પૃથ્વી પર – ગુસ્સો, અહમ, પંચાત, ચાડી, ઇર્ષ્યા, વેર-ઝેર – આ બધાની ગરમીનો મિથ્યા ઉમેરો તો ચોક્કસપણે નહી જ કરું.

-સ્નેહા પટેલ

5 comments on “earth day

  1. આજે ધરતી દિન નિમ્મીત્તે યાદ કરી સુંદર શબ્દો થી
    મારું પ્રકૃતિ કાવ્ય આ સાથે વાગોળવા મુકું છું.

    જોયો હતો અમે બાળપણે એક મોટો ડુંગર રે
    વડવાઓએ વસાવ્યું છે તેના ખોળે ઘર રે
    ખુંદતા તા ડુંગરા ને આરોગતાતા બોર રે
    ખેતર વચે લીલા પાક માં નાચે કેવા મોર રે
    કાન મહી કેવો ગુંજે છે કેવો મધમીઠો શોર રે
    ઉત્તરાયને ધાબા ઉપર કાપ્યો પતંગ રે
    હજી આંખમાં ઉભી છે વૃક્ષોની વણઝાર રે
    આકાશે માંડતી કેવી પત્થરોની ધાર રે
    ધરતીના ખોળામાં ખુંદી ઓઢી આભ ચાદર રે
    ઝરણામાંથી પીતાં કેવા નિર્મલ જળ રે
    મ્હાલે મંદ પવનની લહરો ને લીલેરું ઘાસ રે
    વેરે છે વહેવડાવે છે નિત્ય નિર્દોષ પ્યાર રે
    વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે
    આંસુ સારી પર્વત સમ કહે જગન ધીર રે
    વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે

    Like

  2. નકારાત્મક આવેગોને રોકવા માટેનો સુંદર સંકલ્પ.

    સાથે સાથે હકારાત્મક કશું નહી?

    જેમ કે :
    એકાદ વૃક્ષ વાવીશ.
    ઉગેલા વૃક્ષ અને છોડનું જતન કરીશ.
    પશુ, પક્ષી અને અન્ય માનવો પ્રત્યે વધારે સંવેદનશીલ બનીશ.
    પર્યાવરણની કાળજી અને આંતર સજીવ સંબધોની જાળવણી બાબતે વધારે સભાનતાથી વર્તીશ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s