15 comments on “સમાનતા

 1. સમાનતા વિષે મારું એમ સમજવું છે કે સ્ત્રી અને પુરુષ વિષે ના અલગ અલગ શબ્દો પ્રયોજવા કરતા સામાન્ય શબ્દો ને શોધવા જોઈએ. જેમકે ચેરમેન ના બદલે ચેર પર્સન, સ્ત્રી દાક્ષિણ્ય અને પુરુષ દાક્ષિણ્ય ના બદલે ફક્ત દાક્ષિણ્ય શબ્દ પુરતો ના ગણાય? એજ પ્રમાણે બીજા શબ્દો માટે કોઈ પ્રેક્ટીકલ રસ્તો નીકળી શકે કે કેમ? .બાય ધે વે , તમારો લેખ સરસ છે,અભિનંદન અને અભાર. -MG

  Like

 2. સમાનતા વિષે મારું એમ સમજવું છે કે સ્ત્રી અને પુરુષ વિષે ના અલગ અલગ શબ્દો પ્રયોજવા કરતા સામાન્ય શબ્દો ને શોધવા જોઈએ. જેમકે ચેરમેન ના બદલે ચેર પર્સન, સ્ત્રી દાક્ષિણ્ય અને પુરુષ દાક્ષિણ્ય ના બદલે ફક્ત દાક્ષિણ્ય શબ્દ પુરતો ના ગણાય? એજ પ્રમાણે બીજા શબ્દો માટે કોઈ પ્રેક્ટીકલ રસ્તો નીકળી શકે કે કેમ? .બાય ધે વે , તમારો લેખ સરસ છે,અભિનંદન અને અભાર.

  Like

 3. આ શબ્દ પર બહુ ડીસ્કશન થયેલું છે..જોકે વાત અધૂરી છૂટી ગયેલી.. પણ આપની વાતને સમર્થન આપતો આ લેખ તો મેં ક્યારનો લખેલો છે..માનવ દાક્ષિણ્ય શબ્દ પર..

  Like

 4. કહેવાનું તાત્પર્ય એટલું જ કે શબ્દો આપો તો બેય ને બરાબરના આપો…નહીંતો એક માનવજાતિ સમજીને એક જ શબ્દ શોધો..

  Like

 5. પુરુષાર્થ બાબતે અહીં પુરુષ અને સ્ત્રી તેવો ભેદ નથી. પુરુષ અને પ્રકૃતિ તેવો ભેદ છે. સ્ત્રી અને પુરુષ બંનેની અંદર જે ચૈતન્ય રહેલ છે તેને પુરુષ કહે છે અને સત્વ,રજ,તમ ગુણથી બનેલ શરીરો પ્રાકૃતિક છે.

  ધર્મ,અર્થ,કામ અને મોક્ષ આ સઘળા કાર્યો ચેતન (ચિદાભાસ) દ્વારા થાય છે તે અર્થમાં પુરુષાર્થ કહેવાય. પ્રાણીઓ પણ ક્ષુધા,પીપાસા સંતોષવા માટે જે કાર્ય કરે તેને ય પુરુષાર્થ કહેવાય.

  ટુંકમાં ચેતન દ્વારા પ્રકૃતિ પર કાબુ મેળવવા માટે થતો પ્રયાસ તે પુરુષાર્થ.

  સ્ત્રી દાક્ષિણ્યને બદલે માનવ દાક્ષિણ્ય કે દાક્ષિણ્ય વધારે યોગ્ય શબ્દ છે.

  Like

 6. સ્ત્રી અને પુરુષ બંનેની અંદર જે ચૈતન્ય રહેલ છે તેને પુરુષ કહે છે..!!!!!! ચૈતન્ય બોલવા જઈએ તો ‘એ કેવું’ મતલબ નાન્યતર જાતિ થાય..તો એને પુરુષ ગણી લેવા બદલ કોઇ સોલિડ લોજીક કે કારણ હોય તો પ્લીઝ જણાવો..

  Like

 7. જે વર્ષોથી ચાલતું આવ્યું છે એને એ જ રુપમાં સ્વીકાર કરવો એમાં જ શાણપણ ..પરિવર્તનને કોઇ અવકાશ જ નહીં..!! આ મેં બહુ જ નાના પાયે શરુઆત કરી છે.એક વિચાર તો ચોક્કસ આપ્યો છે લોકો ને…અત્યારે કદાચ મને ગાળો પણ પડી શકે છે..પણ ભવિષ્યમાં ચોક્કસ આવા શબ્દો વાંચવા મળશે..મને વિશ્વાસ છે

  Like

 8. ચૈતન્યને વાસ્તવમાં કોઈ જાતી નથી હોતી. જેવી રીતે ઈલ્ક્ટ્રીસીટીથી ચાલતો પંખો પુલ્લિંગ છે અને તે જ ઈલેક્ટ્રીસીટીથી ચાલતી ટ્યુબલાઈટ સ્ત્રીલિંગ છે. ઈલેક્ટ્રીસીટી કે વિદ્યુતની કોઈ જાતી ન ગણાય તે એક શક્તિ છે.

  ચૈતન્યને સમજાવવા માટે અનેક પ્રયાસો થાય છે અને છેવટે તો જ્યારે અનુભૂતી થાય ત્યારે જ તે સમજાય.

  પુરુષાર્થને બદલે ચૈતન્યાર્થ કે ચિદાભાસાર્થ વગેરે શબ્દો વાપરી શકાય 🙂

  Like

 9. હકીકતે અહીંઆ ચૈતન્ય કરતાં ઊર્જા શબ્દ વધારે યોગ્ય નથી.? તમારું આધ્યાત્મિક જ્ઞાન બહુ સારું છે. મજા આવે છે વાત-ચર્ચા કરવાની..

  Like

 10. એક રીતે જોઈએ તો ચૈતન્યમાં કોઈ ક્રીયા નથી તે સર્વત્ર હોય છે. અંત:કરણની યોગ્યતામાં તફાવત હોય છે. અંત:કરણનો ચૈતન્ય સાથેનો કહેવાતો સંયોગ ચિદાભાસ કહેવાય.

  જેવી રીતે કોઈ પણ પદાર્થને જોવા માટે ચક્ષુ, પદાર્થ અને પ્રકાશ ત્રણ બાબતો જોઈએ તેવી રીતે ઈચ્છાપૂર્વક કશુંક કાર્ય કરવા માટે ચૈતન્ય, અંત:કરણ અને કાર્ય કરવા માટેનું ક્ષેત્ર જોઈએ.

  પુરુષ અને પ્રકૃતિ, ચૈતન્ય અને અંત:કરણ કે ચેતન અને જડ તેમનો વાસ્તવિક સંયોગ કદી શક્ય નથી. જેવી રીતે અરીસામાં સૂર્યનો પ્રકાશ પડે તો અરીસા અને સુર્યપ્રકાશનો વાસ્તવિક સંયોગ નથી થતો પણ તે પ્રકાશ પરાવર્તિત થઈને જ્યાં પહોંચે ત્યાં ચાંદરણું પડે અને તે સ્થળ પ્રકાશી ઉઠે.

  જ્ઞાન સઘળું પુરુષ કે ચૈતન્યમાં હોય છે જ્યારે ક્રીયા સઘળી પ્રકૃતિમાં છે.

  ઉર્જા સઘળી પ્રાકૃતિક છે. ઉર્જા ભૌતિક ક્ષેત્રે યોગ્ય શબ્દ છે પણ આધ્યાત્મિક ક્ષેત્રે કે સજીવો માટે યોગ્ય શબ્દ નથી.

  Like

 11. @madhuvan 1205…ઉર્જા ભૌતિક ક્ષેત્રે યોગ્ય શબ્દ છે પણ આધ્યાત્મિક ક્ષેત્રે કે સજીવો માટે યોગ્ય શબ્દ નથી…

  hummm…aana vise vicharvu padse thodu…..pan aapnu discussion continue che ..ok.. to malya pachi..take care.

  Like

 12. ચૈતન્યને કોઇ જાતિ નથી.એ તો અવર્ણિય અવચનિય છે. તેની તો અપરોક્ષ અનુભુતી જ થય શકે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s