હું – મારી જાત


હું મારી જાતને જાતે જ સમજું છું..જાતે જ મઠારું છું…જાતે જ એના વખાણ કરું છું અને જાતે જ એને ધમકાવું છું.સ્વ મૂલ્યાંકનનું આ કાર્ય મારા આત્મવિશ્વાસની સપાટી હંમેશા વધારે છે.

સ્નેહા પટેલ

 

શોધ


ફૂલછાબ > નવરાશની પળ > ૪-૪-૨૦૧૨નો લેખ.

 

Click to access pancha_01.pdf

Click to access pancha_02.pdf

 


“ઇર્શાદ” એવું કોઇ છે જેને તમે કહો :

તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

–ચિનુ મોદી “ઇર્શાદ”

એક હાથમાં શંભુની કોફીનો થર્મોકોલનો કોફીનો કપ અને બીજા હાથમાં મોબાઈલ હથેળીમાં ગોળ ગોળ ફેરવતો આયુષ બહુ અપસેટ હતો. વર્ષોથી ચાલતી આવતી હારની પરંપરાઓમાં આજે એક ઓર હારનો ઊમેરો થયેલો..સ્કુલમાંથી સ્ટેટ લેવલે રમવા ગયેલ ફૂટબોલની મેચમાં ફરીથી એક વાર કારમી હારનો સામનો કરવો પડેલો.

‘આના કરતાં તો મેં પહેલાં વોલીબોલ લીધેલું એ સારું હતું..એમાં હું નેશનલ લેવલ સુધી પહોંચી ગયેલો અને કેટલી બધી મેચ જીતતો હતો..પણ આ ફૂટબોલનું પહેલેથી જ રહેલું અદ્મ્ય આકર્ષણ પોતાના મગજ પર ક્યારે કબ્જો જમાવીને બેસી ગયું એ ખ્યાલ જ ના રહ્યો. આ ફૂટબોલ છોડીને મારે ક્રિકેટની ટીમ જોઇન કરી લેવી જોઇએ..હું એક સારો ઓલ રાઊન્ડર છું જ ને..’

અને વિચારોની એ આંધીમાં બેધ્યાનપણે સબડકા સાથે ગરમા ગરમ કોફીનો એક મોટો ઘૂંટ લેવાઇ ગયો…!!

‘આહ..’ એના હાથમાં એની બેચેની દર્શાવતો ગોળ ગોળ ફરતો મોબાઈલ હાથમાંથી છટકી ગયો.

બાઇક પરથી નીચે ઉતરી કોફીનો કપ સાચવતો આયુષ મોબાઈલ લેવા નીચે વળ્યો ત્યાં એના કાને એક મીઠું મધુરું સંગીત સંભળાયું.

રાતના દસ વાગ્યાની અમદાવાદની એસ.જી હાઇવેની આખા દિવસના વાહનોની અવર જવર પછી માંડ થોડી શાંત પડેલી..થાકીને આરામ કરતી સડકો પર રેલાતા એ ધીમા ધીમા સંગીતના સૂરોથી વાતાવારણ સ્તબ્ધ થઈને થંભી ગયેલું હોય એવું લાગ્યું..આખો દિવસ જાતજાતના કોલાહલો સાંભળવા ટેવાટેલ આયુષના કાનને એક અનોખી શાતા વળી. એની નજર એ સૂરનો પીછો કરતી કરતી દિશામાં આગળ વધી તો એની નજરે એક અનોખું દ્રશ્ય નજરે પડયું..

થોડા જુવાનિયાઓ શંભુની કોફીની લારીની સામે આવેલ બાલાજી કોમ્પ્લેક્ષમાં પત્થરોની બનાવેલી બેન્ચીસ ઉપર અને થોડા નીચે બેઠેલા..થોડા જોડે સિતાર હતું..કોઈકની જોડે વાયોલિન.એક્ની જોડે તબલા…એકની જોડે વાંસળી.. આયુષની કુતૂહલતાનો પાર ના રહ્યો..એ અવશપણે એ જગ્યાએ જઇને ઊભો રહી ગયો..એને જોઇને ગ્રુપના બધા છોકરાઓ અટકી ગયા.

‘યસ..શું કામ છે..?’એકાદ દિવસની દાઢીમાં ગોરાચિટ્ટા ચહેરાવાળા સ્માર્ટ દેખાતા એક છોકરાએ એને પૂછ્યું..

‘કંઇ નહીં બસ..એમ જ ..આપનું મ્યુઝિક સાંભળીને આપોઆપ અહીં ખેંચાઈ આવ્યો.અદભુત વગાડો છો તમે લોકો.કોઇ પ્રોગ્રામની તૈયારી કરો છો?’

‘ના.આ અમારું નાનકડું ગ્રુપ છે.અમારી જોડે કોઇ જગ્યા નથી એટલે બધી દુકાનો બંધ થઈ જાય એટલે આવું કોઇ કોમ્પ્લેક્ષ શોધીને લગભગ છેલ્લાં પાંચેક વર્ષથી અમે લોકો રોજ રાત્રે આમ ભેગા થઈએ છીએ અને પ્રેકટીસ કરીએ છીએ. આમ ને આમ કોઇકની નજરમાં આવી જઇએ અને ક્યારેક કોઇ પ્રોગ્રામ પણ મળી જાય છે નહીં તો મજાની મજા..’

‘આના સિવાય તમે લોકો બીજી કોઇ પ્રવ્રુતિ કરો છો કે..?’

અને જવાબ એની ધારણા વિરુધ્ધનો મળ્યો.

‘ના રે…આખો દિવસ કોલેજ, પાર્ટ ટાઈમ નોકરીમાં જ વહ્યો જાય પછી સાંજે જમી કરીને બધા અહીંઆ ભેગા થઈને રોજ નવું નવું શીખવાનો – શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ.લગભગ બાળપણના ભેરુઓ છીએ અમે બધા..સાત- આઠ વર્ષની ઊંમરે મ્યુઝિક શીખવાનું ચાલુ કરેલું.આમ ભેગા મળીને હવે એની પ્રેકટીસ કરીએ છીએ..ને મજા માણીએ છીએ.’

લગભગ સાત- આઠ વર્ષની ઊંમરથી એકધારું એક જ શોખ સંગીતને આટલી ઝનૂનપૂર્વક વળગીને નિયમિતપણે એની પ્રેક્ટીસ કરનારા એ લબરમૂછિયાઓના પ્રયાસોને જોઇને આયુષ ઘડીભર સ્તબ્ધ થઈ ગયો..

એણે તો નાનપણથી અત્યાર સુધીમાં કેટકેટલા શોખ પર હાથ અજમાવેલો.ઘડીકમાં ડ્રોઈંગ શીખવાના ધખારા ઊપડ્તા તો ઘડીમાં ટેનિસ તરફ મન લલચાઈ જતું..વચ્ચે બે વર્ષતો એણે ડાન્સ પણ શીખી લીધેલો..બધામાં એ સ્માર્ટ હતો..પણ એનામાં કોઇ એક શોખને પકડીને પેશનપૂર્વક આગળ વધવાની લગની જ નહોતી.પોતાને બધું આવડે છે એવા ભ્રમ સેવવામાં એ કોઇ પણ વસ્તુમાં માસ્ટર નહતો થઇ શકતો.

 

બધામાં હોંશિયાર એવો એ કોઇ જ ફિલ્ડમાં આગળ કેમ નહતો આવી શકતો એનું સાચું કારણ હવે એની સમજમાં આવ્યું..ગમે એટલી તકલીફો આવે હવે ફૂટબોલમાં જ આગળ વધીશના પાકકા નિર્ધાર કરતો પેલા છોકરાઓનો આભાર માનતો ઘરે જવા નીકળ્યો.

 

અનબીટેબલ :-  પોતાનામાં કુદરતી રીતે જ જે આવડત છુપાયેલ છે એને શોધીને વિક્સાવવાના બદલે બધામાં પોતાની ચાંચ ડૂબાડવાના, સ્માર્ટ દેખાવાના અભરખામાં લોકો આખી જીંદગી મરણીયા પ્રયાસો કરતો ફરે છે. છેવટે નિષ્ફળતાને વરે છે.

 

-સ્નેહા પટેલ