વખાણ


યોગ્ય વ્યક્તિના યોગ્ય વખાણ પણ એક વખાણવા લાયક વાત છે.

સ્નેહા પટેલ.

ખેડૂપુત્ર


ગીરના ગામડામાં વસતા ગુજરાતનાં ગૌરવ સમાન વાચક ‘શ્રી ઉકાભાઇ વઘાસીયા’- જેમના પર અભીયાન તથા ચિત્રલેખા માં આર્ટીકલ પબ્લીશ થઇ ચુકયા છે- એમનો ‘મારી હયાતી તારી આસપાસ કોલમનો -મનગમતુ’

https://akshitarak.wordpress.com/2012/03/05/mangamtu-2/

મારા લેખ વિશેનો પ્રતિભાવ..

આજના નેટના જમાનામાં ઇમેલ, ફેસબુક, બ્લોગ પર ચારે બાજુથી મળતી ઢગલો કોમેન્ટ્સમાં આમ એકાએક એક પીળું પોસ્ટકાર્ડ ઘરના બારણાની નીચેની તિરાડમાંથી સરકી આવે ત્યારે સાનંદાશ્ર્યર્ય થાય છે..એ વડીલની, ખેડુપુત્રની ઇચ્છા આપ સૌ સાથે કંઇક વહેંચવાની છે..તો હું એ નોટરુપે અહીંઆ લખું છું..મારો આનંદ આપની સાથે વહેંચું છુ.

આંબાવડ

ઉકાભાઈ હરિભાઈ વઘારિયા

તા.ઉના ૩૬૨૫૬૦

૯૭૨૭૩૭૭૬૭૫

તા.૧૭.૩.૨૦૧૨

ચિં બહેન સ્નેહા ‘અક્ષિતારક’ તથા ઘરના નાના મોટા વડીલો સૌને સ્નેહ સભર નમસ્કાર વંદન.

જયભારત સાથે ‘માર્ચ ૨૦૧૨ મનગમતું ભાગ-૨’ ‘ખેતીની વાત’ દ્વારા વાંચવા મળ્યું. ‘કોઇ અક્ષત કંકુના છાંટણે વધાવજો રે, રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે’ વાંચીને તો જાણે રાજીપાનો ઢગલો થઈ ગયો..

વિનોબા દ્વારા કૃષિ સાક્ષાત લક્ષ્મીનું નિર્માણ (લખીને) મોકલું છું

ઋગવેદમાં કહ્યુ છે કે – અક્ષ (જુગાર)નો ખેલ ખેલવાને બદલે તું ખેતી જ કર !

ખેતીમાં પૈસો ઓછો મળશે પણ જે મળે તે ઘણૂં છે એમ માનીને એમાં જ રમમાણ રહે.

ખેતીની કમાણીના એક એક કણમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે.

લક્ષ્મી અને પૈસો બંનેમાં ફર્ક છે.

પૈસો ચોરીથી,

લૂંટથી મળે છે

જુઠાણાથી મળે છે

વાગ વૈભવથી મળે છે

રાજાની મહોરથી મળે છે..શાનાથી નથી મળતો..?

પૈસો તો યેનકેન પ્રકારેણ મેળવી શકાય છે..

પરંતુ લક્ષમીનો એક કણ પણ મેળવવાનું સામર્થ્ય કોઇ પંકિત્ના વાગ – વૈભવમાં નથી.

કોઇ ઉધમ મચાવનારના દંડામાં નથી

કોઇ રાજરાજેશ્વરની મહોરમાં નથી..

લક્ષ્મી તો ક્રુષિકાર્યથી પેદા થાય છે..

એ બ્રહ્મકર્મ એટલે કે નિર્માણ કાર્ય છે.

તે સાક્ષાત સૃષ્ટિ દેવતા સાથે સંબંધ ધરાવે છે..

ભૂમિપુત્ર, ૧.૧૨.૧૧.

આ આખું ગીતડું માનવતાના ગિરિશિખર સમા એક ઋષિનું છે..એક સાચા ખેડૂતનું છે…આપણા બધાનું હોય એવૂં લાગ્યું તો આપના દ્વારા પ્રત્યેક માનવના દિમાગમાં જશે એવી આશા…ખેતીની વાત જેવી બીજી સાચી સારી શ્રેષ્ઠ વાત મારી દ્રષ્ટિથી કોઇ હોઇ જ ના શકે.. આપ ‘અક્ષિતારક’ બનીને અનંત સુધી લઈ જાઓ..

લી. ઉકાભાઈ.

આવો ધરતીપ્રેમ..આપણા મૂળિયાનો પ્રેમ.અનોખી કોઠાસૂઝ..સલામ.